SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ સર્ગ ૧ લે. હોય ત્યાં આવી શકતા હતા. જે ઉર્ધ્વગતિ કરે અર્થાત ઊંચે જાય તે એક પગલે મેરુ પર્વત ઉપર રહેલા પાંડુક ઉદ્યાનમાં જઈ શકતા હતા અને ત્યાંથી પાછા વળતાં એક પગલે નંદનવનમાં અને બીજે પગલે ઉત્પાતભૂમિ પ્રત્યે આવવાને સમર્થ હતા. વિદ્યાચારણ લબ્ધિ વડે તેઓ એક પગલે માનુષેત્તર પર્વત અને બીજે પગલે નંદીશ્વર દ્વીપે જવાને સમર્થ હતા અને પાછા વળતાં એક પગલે પૂર્વ ઉત્પાતભૂમિ પ્રત્યે આવવાને સમર્થ હતા. ઊર્ધ્વગતિમાં જંઘા ચારણથી વિપરીત પણે ગમનાગમન કરવાને શક્તિમંત હતા. તેઓને આશીવિષ લબ્ધિ પણ હતી અને બીજી નિગ્રહ અનુગ્રહ કરવામાં સમર્થ એવી ઘણી લબ્ધિઓ તેઓએ મેળવી હતી, પરંતુ એ લબ્ધિઓને તેઓ ઉપયોગ કરતા નહોતા. કેમકે મુમુક્ષુ પુરુષે પ્રાપ્ત થયેલી વસ્તુમાં પણ આકાંક્ષા રહિત હોય છે. હવે વજાનાભ સ્વામીએ વીશ સ્થાનકના આરાધનવડે તીર્થંકરનામ-ગોત્રકર્મ દઢ રીતે ઉપાર્જન કર્યું. તે વીશ સ્થાનકોમાં પહેલું સ્થાનક અહંત અને અહં તેની પ્રતિમાની પૂજાથી, તેમના અવર્ણ વાદનો નિષેધ કરવાથી અને સદ્દભૂત અર્થવાળી તેમની સ્તવન કર્યાથી આરાધાય છે (અરિહંત પદ) સિદ્ધિસ્થાનમાં રહેલા સિદ્ધિની ભક્તિને અર્થે જાગરણ ઉત્સવ કર્યાથી તથા યથાર્થ પણે સિદ્ધત્વનું કીર્તન કરવાથી બીજું સ્થાન આરાધાય છે. (સિદ્ધ પદ), બાલ, વલાન અને નવદીક્ષિત શિષ્યવગેરે યતિઓનો અનુગ્રહ કરવાથી તથા પ્રવચનનું વાત્સલ્ય કરવાથી ત્રીજું સ્થાનક આરાધાય છે. (પ્રવચન પદ) અને બહુમાનપૂર્વક આહાર, ઔષધ અને વસ્ત્ર વગેરેના દાન વડે ગુરુનું વાત્સલ્ય કરવું તે ચોથું સ્થાનક (આચાર્ય પદ), વીશ વર્ષના દીક્ષા પર્યાયવાળા (પર્યાયસ્થવિર), સાઠ વર્ષની વયવાળા (વયવર) અને સમવાયાંગના ધરનાર (શ્રતસ્થવિર) ની ભક્તિ કરવી તે પાંચમું સ્થાનક (સ્થવિર પદ). અર્થની અપેક્ષાએ પોતાથી બહુશ્રુતપણાને ધારણ કરનારાઓનું અન્નવસ્ત્રાદિ આપવા વગેરેથી વાત્સલ્ય કરવું તે છઠું સ્થાનક (ઉપાધ્યાય પદ). ઉત્કૃષ્ટ તપને કરનારા મુનિઓનું ભક્તિ અને વિશ્રામણ વડે વાત્સલ્ય કરવું તે સાતમું સ્થાનક (સાધુપદ). પ્રશ્ન અને વાચના વિગેરેથી નિરંતર દ્વાદશાંગીરૂપ શ્રતને સૂત્ર, અર્થ અને તે બંનેથી જ્ઞાનપયાગ કરવો તે આઠમું સ્થાનક (જ્ઞાન પદ) શંકા વિગેરે દેષથી રહિત, ધૈર્ય વગેરે ગુણોથી ભૂષિત અને સમાદિ લક્ષણવા સમ્યગુ દર્શને તે નવમું સ્થાનક (દર્શન પદ). જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર એ ચાર પ્રકારને-કમને દૂર કરનાર વિજ્ય તે દશમું સ્થાનક (વિનયપદ). ઈચ્છા મિથ્યા કરણાદિક દશવિધ સામાચારીના વેગમાં અને આવશ્યકમાં અતિચાર રહિતપણે યત્ન કરવો તે અગ્યારમું સ્થાનક (ચારિત્ર પદ). અહિંસાદિક મૂળ ગુણમાં અને સમિત્યાદિક ઉત્તર ગુણો માં અતિચાર રહિત પ્રવૃત્તિ કરવી તે બારમું સ્થાનક ( શીલ-વત પદ). ક્ષા ક્ષણે અને લવે લવે પ્રમાદનો પરિહાર કરીને શુભ ધ્યાનમાં પ્રવર્તવું તે તેરમું સ્થાનક (સમાધિ પદ). મન અને શરીરને બાધા-પીડા ન થાય તે યથાશક્તિ તપ કરે તે ચૌદમું સ્થાનક (તપ પદ). મન, વચન અને કાયાથી શુદ્ધિપૂર્વક તપસ્વીઓને અન્નાદિકનું યથાશક્તિ દાન આપવું તે પંદરમું સ્થાનક (દાને પદ) આચાર્યાદિ દશનું અન્ન, પાણી અને અશન વિગેરેથી વૈયાવૃત્ય કરવું તે સેળમું સ્થાનક (વૈયાવચ્ચ પદ). ચતુવિધ સંઘના સર્વ વિદને દૂર કરવાથી મનને સમાધિ ઉપન કરવી તે સત્તરમું સ્થાનક ૧. જિનેશ્વર, સૂરિ, વાચક, મુનિ, બાળમુનિ, સ્થવિરમુનિ ગ્લાનમુનિ, તપસ્વીમુનિ, ચૈત્ય અને શ્રમણસંઘ એ દશ સમજવા.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy