SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ૩૯ સ્વતંત્ર એવા ક્રૂર જતુઓ પણ વશ થઈ જાય એવી અપૂર્વ વશિત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. છિદ્રની જેમ પર્વતના મધ્યમાંથી નિઃસંગ ગમન કરી શકે એવી અપ્રતિઘાતિ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. પવનની પેઠે સર્વ ઠેકાણે અદશ્ય રૂપ ધારણ કરી શકે એવું અપ્રતિહત અંતર્ધાન સામર્થ્ય તેમને પ્રાપ્ત થયું અને સમકાળે અનેક પ્રકારનાં રૂપથી લેકને પૂરી દેવામાં સમર્થ થાય એવી કામરૂપ શક્તિ પણ તેમને પ્રાપ્ત થઈ. એક અર્થરૂપ બીજથી અનેકાર્થરૂપ બીજ જાણી શકે એવી બીજબુદ્ધિ, કઠીમાં રાખેલા ધાન્યની જેમ પૂર્વે સાંભળેલા અર્થો સ્મરણ કર્યા સિવાય પણ યથાસ્થિત રહે એવી કષ્ટબુદ્ધિા અને આદિ, અંત કે મધ્ય-એવું એક પદ સાંભળવામાં આવે કે તરત આખા ગ્રંથને બંધ થાય એવી પદાનુસારિણીક લબ્ધિ તેમને પ્રાપ્ત થઈ. એક વસ્તુને ઉદ્ધાર કરીને અંતર્મુહૂર્તમાં સમસ્ત મુતસમુદ્રનું અવગાહન કરવાના સામર્થ્યથી તેઓ મનોબલીપ લબ્ધિવાળા થયા હતા. એક મુહૂર્તમાં મૂળાક્ષર ગણવાની લીલાથી સર્વ શાસ્ત્રને ગેખી જતા હતા તેથી તેઓ વાંગુબલી પણ થયા હતા અને ઘણુંય કાળ સુધી પ્રતિમા પણે (કાયસગે) સ્થિર રહેતા પણ શ્રમ અને ગ્લાનિ પામતા નહીં, તેથી તેઓ ક્રાયબલી ૬ થયા હતા. તેમના પાત્રમાં રહેલા કુત્સિત અન્નમાં પણ અમૃત, ક્ષીર, મધુ અને વૃત વિગેરેને રસ આવવાથી તથા દુઃખથી પીડાએલા માણસોને તેમની વાણી અમૃત, ક્ષીર, મધુ અને વૃત જેવી શાંતિ આપનારી થતી હતી તેથી તેઓ અમૃતક્ષીરમખ્વાજ્યાશ્રવી લબ્ધિવાળા થયા હતા. તેમના પાત્રમાં પડેલું અલ્પ અન્ન પણ દાન કરવાથી અક્ષય થતું–ખૂટતુ નહીં, તેથી તેઓને અક્ષીણ મહાનસી લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. તીર્થકરની પર્ષદાની પેઠે અલ્પ પ્રદેશમાં પણ અસંખ્ય પ્રાણીઓને સ્થિતિ કરાવી શકતા તેથી તેઓ અક્ષીણ મહાલય લબ્ધિવાળા હતા; અને એક ઇદ્રિયથી બીજી ઈદ્રિના વિષયને પણ પ્રાપ્ત કરી શકતા, તેથી તેઓ સંભિન્નશ્રોત લબ્ધિવાળા હતા. તેઓને જ ઘાચારણ લબ્ધિ પ્રાપ્ત થઈ હતી જેથી તેઓ એક એક પગલે રૂચકદ્વીપે જવાને સમર્થ થતા અને ત્યાંથી પાછા વળતાં પહેલે પગલે નંદીશ્વર દ્વીપે આવતા ૧° અને બીજે પગલે જ્યાંથી ગયા ૧. આ બધી બાબતને વૈક્રિય લબ્ધિમાં સમાવેશ થાય છે અને તે સિદ્ધિ અથવા શકિતઓ કહેવાય છે. ૨. જેમ કણી રૂડી રીતે કષાયેલી ભૂમિને વિષે બીજ વાવે અને તે બીજા અનેક બીજ આપનાર થાય તેમ જ્ઞાનાવરણીયાદિ કર્મના લેપશમના અતિશયથી એક અરૂપ બીજને સાંભળવાથી અનેક અર્થ બીજને જાણે તે બીજબુદ્ધિ લબ્ધિ. ૩. જેમ કેઠાને વિષે ધાન્ય સારી રીતે રહે તેમ જેને વિષે પરોપદેશાદિક અવધારેલા સૂત્ર અને અર્થ સારી રીતે રહે અર્થાત અવિસ્મૃતિપણે રહે તે કેકબુદ્ધિ લબ્ધિ. ૪. કઈ સૂત્રનું એક પદ સાંભળવાથી ઘણા શ્રુત પ્રત્યે પ્રવર્તે તે પદાનુસારિણી લબ્ધિ. તેમાં અનુશ્રોત પદાનુસારિણી એટલે પહેલું પદ અથવા તેને અર્થ સાંભળી છેલ્લા પદ સુધી અર્થની વિચારણામાં શ્રેણિબંધ પ્રવર્તે તે, પ્રતિશ્રોત પદાનુસારિણું છેલ્લું પદ સાંભળવાથી પ્રતિકૂળપણે રહેલા પદ સુધીની વિચારણા થાય તે અને ઉભય પદાનુસારિણી એટલે મધ્યનું કેઈપણ એક પદ સાંભળવાથી આગળ સર્વ પદોનું જ્ઞાન થાય તે એમ ત્રણ પ્રકાર છે. ૫-૬-૭ મનેબલી, વાલી અને કાયબલી એ લબ્ધિઓ વીર્યા રાયના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. ૮. શ્રી ગૌતમ સ્વામીએ એક પાત્રમાં આવેલી ક્ષીર વડે ૧૫૦૦ તાપસને પારણું કરાવ્યું તે અક્ષીણ મહાનસી લબ્ધિ વડે સમજવું. ૯. સર્વ ઈદ્રિયો સાંભળે અથવા સર્વ ઈદ્રિયોના વિષય એક ઈદ્રિયે જાણે, ચક્રવતના કટકને કેલાહલ છતાં પણ શંખ, ભેરી, પણવ વગેરે વાજીંત્રો એકઠાં વગાડ્યાં હોય તે પણ સર્વના જુદા જુદા શબ્દને જાણે તે સંભિન્ન– શ્રત લબ્ધિ. ૧૦. જ બદ્રીપથી તેરમો દ્વીપ. ૯, જબુદ્વીપથી આઠમો દ્વીપ..
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy