SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ સર્ગ ૧ લે તળને પલ્લવિત કરતી હોય એવી તે રાજબાળાને સુવર્ણની મુદ્રિકાને જેમ રત્ન પ્રાપ્ત થાય તેમ-યૌવન પ્રાપ્ત થયું. એકદા સંધ્યાની અભ્રલેખા જેમ પર્વત ઉપર ચડે તેમ તે પિતાને તેભદ્ર નામના મહેલ ઉપર ચડી. તેવામાં મનોરમ નામે ઉદ્યાનમાં કઈ મુનીશ્વરને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી ત્યાં જતા દેવતાએ તેને જોવામાં આવ્યા. તેઓને જોઈ આવું મેં પૂર્વે જેયેલું છે” એમ વિચારનારી તે બાળાને રાત્રિના સ્વપ્નની પેઠે પૂર્વજન્મનું સ્મરણ થયું. જાણે હૃદયમાં ઉત્પન્ન થયેલા પૂર્વભવના જ્ઞાનને ભાર વહન કરવાને અસમર્થ હોય તેમ તે ક્ષણવારમાં મૂચ્છ પામી પૃથ્વી ઉપર પડી ગઈ. સખીઓએ ચંદનાદિક વડે ઉપચાર કરવાથી સંજ્ઞા આવી, એટલે ઊઠીને પિતાના ચિત્તમાં વિચારવા લાગી કેપૂર્વજન્મમાં લલિતાંગ નામે દેવ મારા પતિ હતા, તે સ્વર્ગથી ચ્યવેલા છે, પણ હાલ તે કયાં અવતરેલા છે તેની ખબર ન હોવાથી મને પીડા થાય છે. મારા હૃદયમાં તે જ સંક્રાંત થયેલા છે અને તે જ મારા હૃદયેશ્વર છે; કારણ કે કપૂરના પાત્રમાં લવણ કોણ નાખે ? તે મારા પ્રાણપતિ જે મારા વચનગોચર ન થાય તે બીજાની સાથે આલાપ કરવાથી મારે સયું? એમ વિચારીને તેણેએ મૌન ગ્રહણ કર્યું. જ્યારે તે બોલી નહીં ત્યારે તેની સખીઓએ દેવદેષની શંકાથી મંત્રતત્રાદિકના યાચિત ઉપચાર કરવા માંડ્યા. તેવા સેંકડો ઉપચારોથી પણ તેણીએ મૌન છોડયું નહીં, કેમકે “અન્ય વ્યાધિને અન્ય ઔષધ શાંતિકારક થતું નથી.” પ્રજન પડે ત્યારે તે પિતાના પરિજનને અક્ષર લખીને અથવા ભ્રકુટી અને હસ્ત વિગેરેની સંજ્ઞાથી જણાવવા લાગી. એક વખતે શ્રીમતી પિતાના ક્રીડા ઉદ્યાનમાં ગઈ, તે સમયે એકાંત જાણી તેની પંડિતા નામની ધાત્રીએ કહ્યું-“રાજપુત્રી! તું મારા પ્રાણ જેવી છે અને હું તારી માતા સમાન છું, તેથી આપણે બંનેને પરસ્પર અવિશ્વાસ રાખવાનું કાંઈ પણ કારણ નથી. હે પુત્રી ! જે હેતુથી તે મૌન ધારણ કર્યું છે તે હેતુ મને કહે અને દુઃખમાં મને ભાગિયણ કરીને તારું દુ:ખ હલકું કર. તારું દુઃખ જાણ્યા પછી તેના ઉપાયને માટે હું પ્રયત્ન કરીશ; કેમકે રેગ જાણ્યા વિના તેની ચિકિત્સા થઈ શકતી નથી.” પછી પ્રાયશ્ચિત લેનારે માણસ જેમ સદ્દગુરુ પાસે યથાર્થ વૃત્તાંત નિવેદન કરે તેમ શ્રીમતીએ પિતાને પૂર્વજન્મ યથાર્થ રીતે પંડિતાને સંભળાવ્યો, એટલે તે સર્વ વૃત્તાંત એક પટમાં આલેખીને ઉપાયમાં પંડિતા ૧ એવી તે પંડિતા પટ લઈને બહાર ચાલી. તે સમયના અરસામાં વજસેન ચક્રવર્તીની વર્ષગાંઠ આવેલી હોવાથી તે પ્રસ્તાવ ઉપર ઘણા રાજાઓ અને રાજકુમાર ત્યાં આવવા લાગ્યા હતા. તે વખતે જાણે શ્રીમતીને મોટો મનોરથ હોય એવા તે આલેખેલા પટને સ્કુટ રીતે પહોળો કરી પંડિતા રાજમાર્ગમાં ઊભી રહી. કેટલાએક આગમ જાણનારાઓ આગમના અર્થ પ્રમાણે આલેખેલ નંદીશ્વરદ્વીપ વિગેરે જોઈ તેની સ્તુતિ કરવા લાગ્યા. કેટલાક માણસો શ્રદ્ધાથી પોતાની ગ્રીવાને કંપાવતા તેમાં આલેખેલા શ્રીમત્ અહંતના પ્રત્યેક બિંબનું વર્ણન કરવા લાગ્યા, કળા-કૌશલ્યમાં પ્રવીણતા ધારણ કરનારા કેટલાએક પાંથે તીકણ નેત્ર વડે તે પટ જોઈને રેખાઓની શુદ્ધિની વારંવાર પ્રશંસા કરવા લાગ્યા અને કેટલાએક લેકે કાળા, ધોળા, પીળા, લીલા અને રાતા રંગે વડે સંધ્યાબ્રક સદેશ કરેલા તે પેટની અંદરના રંગેનું વર્ણન કરવા લાગ્યા. એવા વખતમાં યથાર્થ ના મવાળા દુર્દશન રાજાનો દુત નામનો પુત્ર ત્યાં આવી ચડયો. તે ક્ષણવાર પટને જોઈ કપટ-મૂછએ પૃથ્વી ઉપર પડયો અને પછી જાણે સંજ્ઞા પ્રાપ્ત * મારી સાથે વાતચીત ન કરી શકે. ૧. ચતુર. ૨. અવસર. ૩. શાસ્ત્ર. ૪. સાંજના વાદળાં. ૫. શુદ્ધિ.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy