SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું થયેલી લક્ષ્મી અને લજજારૂપ પ્રિયાએ, જાણે તેણે કાંઈ અપરાધ કર્યો હોય તેમ તેને છોડી દીધો. કીડીને જેમ મૃત્યુ સમયે જ પાંખે આવે છે તેમ તે અદીન અને નિદ્રારહિત હતા, તે પણ અંતસમય નજીક આવવાથી તેને દીનતા અને નિદ્રા પ્રાપ્ત થઈ. હૃદયની સાથે તેના સંધીબંધ શિથિલ થવા લાગ્યા. મહા બળવાન પુરુષોથી પણ અકય એવા તેના કલ્પવૃક્ષો કંપવા લાગ્યાં. તેના નિરોગી અંગ અને ઉપાંગના સાંધાઓ જાણે ભવિષ્ય કાળે આવવાની વેદનાની શંકાથી હોય તેમ ભગ્ન થવા લાગ્યા. જાણે બીજાઓને સ્થાયીભાવ જોવાને અસમર્થ હોય તેમ તેની દષ્ટિ પદાર્થ ગ્રહણ કરવામાં (જોવામાં) અસમર્થ થવા લાગી. ગર્ભાવાસમાં નિવાસ કરવાના દુઃખને ભય લાગ્યું હોય તેમ તેનાં સર્વ અંગે કપાયમાન થવા લાગ્યાં અને ઉપર મહાવત બેઠેલે હોય એવા ગજેદ્રની પેઠે તે લલિતાંગદેવ, રમ્ય-ક્રીડા પર્વતે, સરિતા, વાપિકા, દીઘિકા અને ઉલ્લામાં પણ પ્રીતિને પામે નહિ. તેની આવી સ્થિતિ જોઈ દેવી સ્વયંપ્રભાએ કહ્યું-“હે નાથ ! આપને મેં શું અપરાધ કર્યો છે કે આપ આમ વિહ્વળચિત્ત જણ એ છે ?” તેણે કહ્યું- પ્રિયા ! તેં કાંઈ પણ અપરાધ કર્યો નથી, હે સુભ્ર ! અપરાધ તે મેં જ કર્યો છે કે પૂર્વ ભવે ઘણો જ ઓછો તપ કર્યો. પૂર્વજન્મમાં હું વિદ્યાધરનો રાજા હતું ત્યારે ભોગકાર્યમાં જાગૃત અને ધર્મકાર્યમાં પ્રમાદવાળો હતો. મારા સુભાગ્યે પ્રેરેલ હોય તેમ સ્વયં બુદ્ધ નામના મંત્રીએ એક માસ શેષ આયુ રહ્યું ત્યારે મને જૈનધર્મનો બોધ કર્યો અને મેં તેને સ્વીકાર કર્યો. તે ટૂંકી મુદતમાં કરેલા ધર્મના પ્રભાવથી, હું આટલે કાળ શ્રીપ્રભ વિમાનને સ્વામી રહ્યો; પરંતુ હવે હું ચવીશ, કારણ કે અલભ્ય વસ્તુ ક્યારે પણ મળી શકતી નથી.” તે એવી રીતે બોલે છે તેવામાં કે આજ્ઞા કરેલ દઢધર્મા નામે દેવ તેની પાસે આવીને કહેવા લાગ્યો-“આજે ઇશાનક૯૫ના સ્વામી નંદીશ્વરાદિક દ્વીપમાં નિંદ્રપ્રતિમાની પૂજા કરવાને જવાના છે, માટે તમે પણ તેની આજ્ઞાથી ચાલો.” એવું સાંભળી “અહો ભાગ્યવશાત્ સ્વામીને હુકમ પણ સમયને ઉચિત જ થયે !” એમ બોલતે હર્ષ પામીને પોતાની વલલભા સહિત ત્યાં જવા ચાલ્યા. નંદીશ્વર દ્વીપમાં જઈ તેણે શાશ્વતી અપ્રતિમાની પૂજા કરી અને પૂજા કરતાં ઉપજેલા પ્રમોદથી પિતાનો ચ્યવનકાળ વિસરી ગયે. પછી સ્વસ્થ ચિત્તવાળે તે દેવ બીજા તીર્થો પ્રત્યે જતો હતો. તેવામાં આયુષ્ય ક્ષીણ થવાથી ક્ષીણ તેલવાળા દીપક ની પેઠે તે માર્ગમાં જ અભાવ પ્રત્યે પાયે-ત્ર્યવી ગયા. જબુદ્વીપમાં સાગરની સમીપે રહેલા પૂર્વ વિદેહમાં, સીતા નામની મહાનદીના ઉત્તર તટ તરફ પુષ્કલાવતી નામની વિજયને વિષે, લેહાગલ નામના મ્હોટા નગરના સુવર્ણ જંઘ રાજાની લક્ષ્મી નામે સ્ત્રીની કૂણીથી તે લલિતાંગ દેવને જીવ પુત્રપણે ઉત્પન્ન થયે. આનંદથી પ્રફુલિત થયેલા માતાપિતાએ પ્રસન્ન થઈ શુભ દિવસે તે પુત્રનું વજબંધ નામ પાડયું. લલિતાંગદેવના વિયોગથી દુઃખાત્ત થયેલી સ્વયંપ્રભા દેવી પણ કેટલેક કાળે ધર્મકાર્યમાં લીન થઈ ત્યાંથી ચ્યવી અને તે જ વિજયમાં પુંડરીકિણી નગરીના વજન રાજાની ગુણવતી નામે સ્ત્રીથી પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે અતિશય શોભાવાળી હોવાથી માતાપિતાએ તેનું શ્રીમતી એવું નામ પાડયું. જેના હસ્તપલલવ વિલાસ કરી રહ્યા છે એવી અને કોમળાંગી તે બાળ ઉદ્યાનપાલિકાથી જેમ લતા લાલિત થઈ વૃદ્ધિ પામે તેમ ધાત્રીએથી લાલિત થયેલી અનુક્રમે વૃદ્ધિ પામવા લાગી. પોતાની સ્નિગ્ધ કાંતિથી જાણે ગગન
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy