SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ પર્વ ૧ લું થઈ હોય તેમ ઉઠયો. ઊઠડ્યા પછી લોકોએ તેને મૂચ્છનું કારણ પૂછ્યું, એટલે કપટ નાટક વડે તે પિતાને વૃત્તાંત કહેવા લાગ્યો-“આ પટમાં કોઈએ મારું પૂર્વજન્મનું ચરિત્ર આલેખ્યું છે; તેના દર્શનથી મને જાતિમરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આ હું લલિતાંગ દેવ છું અને મારી દેવી સ્વયંપ્રભા છે.” એવી રીતે જે છે તેમાં લખ્યું હતું તે પ્રમાણે તેણે કહ્યું. પછી પંડિતાએ તેને કહ્યું- એવી રીતે હોય તો આ પટમાં સ્થાન કયા ક્યા છે તે અંગુળી વડે બતાવે.” દુદ્દતે કહ્યું-“આ મેરુપર્વત છે અને આ પુંડરિકીણી નગરી છે. ફરી પંડિતાએ મુનિનું નામ પૂછ્યું ત્યારે તેણે કહ્યું-મુનિનું નામ હું વિમૃત થઈ ગયે છું? તેણીએ પુનઃ પૂછયું કે-મંત્રીઓથી વીંટાયેલા આ રાજાનું નામ શું અને આ તપસ્વીની કોણ છે તે કહે.” તેણે કહ્યું-“હું તેઓના નામ જાણતા નથી. એ ઉપરથી “આ માયાવી છે” એમ પંડિતાએ જાણ્યું, એટલે તેણીએ ઉપહાયથી કહ્યું-વત્સ! તારા કહેવા પ્રમાણે આ તારું પૂર્વજન્મનું ચરિત્ર છે. લલિતાંગ દેવને જીવ તું છે અને તારી પત્ની સ્વયંપ્રભા હમણા નંદીગ્રામમાં કર્મદેષથી પંગુ થઈને અવતરેલી છે. તેણીને જાતિસ્મરણ થયું છે તેથી પિતાનું ચરિત્ર આ પટમાં આલેખીને જ્યારે હું ધાતકી ખંડમાં ગઈ હતી ત્યારે તેણી એ મને આપ્યું હતું. તે પંગુ સ્ત્રીની દયા આવવાથી મેં તને શોધી કાઢયે, માટે હવે મારી સાથે ચાલ, હું તને ધાતકીખંડમાં તેની પાસે લઈ જાઉં. હે પુત્ર ? એ ગરીબ બિચારી તારા વિગથી દુ:ખ વડે જીવે છે, માટે ત્યાં જઈને તારા પૂર્વજન્મની પ્રાણવલલભાને આશ્વાસન આપ.' એમ કહી પંડિતા મૌન રહી, એટલે તેને સમાન વયસ્વ મિત્રે એ ઉપહાસ્યપૂર્વક કહ્યું-'મિત્ર ! તમને સ્ત્રીરતનની પ્રાપ્તિ થઈ તેથી તમારા પુણ્યને ઉદય થયે જણાય છે, માટે ત્યાં જઈને તે પંગુ સ્ત્રીને મળે અને હમેશાં તેનું પેષણ કરો' મિત્રનું એવી રીતે ઉપહાસ્ય સાંભળી દુર્દીતકુમાર વિલ થયે અને વેચેલી વસ્તુમાં અવશિષ્ટ વસ્તુ રહે તેવો થઈને ત્યાંથી ચાલ્યો ગયો. - થોડા વખત પછી તે જગ્યાએ લહાર્બલપુરથી આવેલ વાજંઘ કુમાર આવ્યો. તેણે ચિત્રમાં આલેખેલું ચરિત્ર જોયું અને તેથી તે મૂચ્છ પામે. પંખાઓથી તેને પવન નાખે અને જળથી સિંચન કર્યું એટલે તે ઊઠયો. પછી જાણે સ્વર્ગથી આવ્યું હોય તેમ તેને જાતિસમરણ થયું. એ વખતે “હે કુમાર! પટને આલેખ જોઈ તમને કેમ મૂચ્છ આવી?” એમ પંડિતાએ પૂછ્યું, એટલે વજબંધ નીચે પ્રમાણે કહેવા લાગે-“હે ભદ્રે ! સ્ત્રી સહિત મારા પૂર્વજન્મનું વૃત્તાંત આ ચિત્રમાં આલેખેલું છે તે જોઈને હું મૂચ્છ પામ્યો. આ શ્રીમાન ઈશાન કલ્પ છે, તેમાં આ શ્રીપ્રભ વિમાન છે, આ હું લલિતાંગ દેવ છું અને આ મારી દેવી સ્વયં પ્રભા છે. ધાતકીખંડમાં નંદીગ્રામને વિષે આ ઘરની અંદર મહાદરિદ્રી પુરુષની આ નિર્નામિકા નામે પુત્રી છે. તે અહીં ગંધારતિલક નામના પર્વત ઉપર આરૂઢ થઈ છે અને તેણે આ યુગધર મુનિની પાસે અનશન વ્રત ગ્રહણ કરેલું છે. અહીં મારામાં આસક્ત એવી તે સ્ત્રીને હું આત્મદર્શન કરાવવાને આવેલો છું અને પછી તે આ ઠેકાણે મૃત્યુ પામીને સ્વયંપ્રભા નામે મારી દેવીપણે ઉત્પન્ન થઈ છે. અહી હું નંદીશ્વર દ્વીપમાં જિનેશ્વરના બિંબોનું અર્ચન કરવામાં તત્પર થયે છું અને ત્યાંથી બીજા તીર્થોમાં જતાં અહીં ઍવી ગયો છું એકાકિની, દીન અને રાંક જેવી થયેલી આ સ્વયંપ્રભા અહીં આવેલી છે એમ હું માનું છું અને તે જ મારી પૂર્વભવની પ્રિયા છે. તે સ્ત્રી અહીં જ છે અને તેણીએ જ આ જાતિસ્મરણથી લખેલું છે એમ હું માનું છું, કારણ કે ૧. લંગડા,
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy