SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લે ' થયેલા દેવતાઓને પણ નિરંતર દુઃખ રહેલું છે. સ્વભાવથી દારૂણ અને અપાર એવા આ સંસારમાં, સમુદ્રમાં જેમ જળજંતુઓને પાર નથી તેમ દુઃખને પણ પાર નથી. ભૂતપ્રેતાદિકથી સંકુલિત સ્થાનમાં જેમ મંત્રાક્ષર તેને પ્રતિકાર કરનાર હોય છે, તેમ દુઃખના સ્થાનરૂપ આ સંસારમાં જિનપજ્ઞક ધર્મ સંસારદુઃખને પ્રતિકાર કરનાર છે. અતિ ભારથી જેમ વહાણ સમુદ્રમાં ડૂબી જાય તેમ હિંસાથી પ્રાણ નરકરૂપી સમુદ્રમાં ડૂબી જાય છે, માટે કદાપિ હિંસા કરવી નહીં. હંમેશાં અસત્યને ત્યાગ કરો, કારણ કે અસત્ય બોલવાથી માણસ વંટાળીઆથી જેમ તૃણ ભમે તેમ આ સંસારમાં ચિરકાળ ભમ્યા કરે છે. કોઈ પણ અદત્ત લેવું નહીં એટલે કે કોઈ પણ ચીજની ચોરી કરવી નહીં, કારણ કે કવચ કળના સ્પર્શની જેમ અદત્ત લેવાથી કયારે પણ સુખ થતું નથી. અબ્રહ્મચર્યનો ત્યાગ કરે, કારણ કે અબ્રહાચર્ય રાંકની પેઠે ગળે પકડીને માણસને નરકમાં લઈ જાય છે. પરિગ્રહ એકઠો કરે નહીં, કારણ તે ઘણું ભારથી વૃષભ કાદવમાં ખૂંચી જાય છે, તેમ માણસ પરિગ્રહના વશથી દુઃખમાં ડૂબી જાય છે. જેમાં હિંસા વગેરે પાંચ અવ્રતને દેશથી પણ ત્યાગ કરે છે તેઓ ઉત્તરોત્તર કલ્યાણ સંપત્તિના પાત્ર થાય છે. કેવળી ભગવાનના મુખથી એવી હકીકત સાંભળીને નિર્નામિકાને વૈરાગ્ય’ ઉત્પન્ન થયો અને લેહના ગોળાની પેઠે તેની કર્મગ્રંથિ ભેદાણી. તેણુએ તે મુનીશ્વર પાસે સમ્યક્ પ્રકારે સમ્યકત્વ ગ્રહણ કર્યું, સર્વજ્ઞપ્રણીત ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો અને પરલોકરૂપ માર્ગમાં પાથેય તુલ્ય અહિંસાદિ પાંચ અણુવ્રત પણ આદર્યા. પછી મુનિ મહારાજાને પ્રણામ કરી જાણે કૃતાર્થ થઈ હોય એમ માનતી તે નિર્નામિકા ભારો લઈ પિતાના ઘરે ગઈ. તે દિવસથી તે સુબુદ્ધિમાન બાળાએ પિતાના નામની પેઠે યુગધર મુનિની ગિરાને વિસ્મરણ નહીં કરતાં નાના પ્રકારનાં તપ કરવા માંડડ્યાં. તે યૌવનવતી થઈ તે પણ તે દુર્ગાને કોઈ પરયું નહીં, કારણ કે કડવું તુંબડું પાકી ગયું હોય તે પણ તેનું કઈ ભક્ષણ કરતું નથી. હાલમાં વિશેષ વૈરાગ્યથી અને ભાવથી તે નિર્નામિકા યુગધર મુનિની પાસે અનશત્રત ગ્રહણ કરીને રહેલી છે, માટે હે લલિતાંગ દેવ! તમે ત્યાં જાઓ અને તેને તમારું દર્શન કરાવે, જેથી તમારામાં આસક્ત થયેલી તે મૃત્યુ પામીને તમારી પત્ની થાય. કહ્યું છે કે અંતે જેવી મતિ તેવી ગતિ થાય છે.” પછી લલિતાંગ દેવે તેમ કર્યું અને તેના ઉપર રાગવતી થયેલી તે સતી મૃત્યુ પામીને સ્વયંપ્રભા નામે તેની પત્ની થઈ. જાણે પ્રણય કેધથી નાશી ગયેલી સ્ત્રી પાછી પ્રાપ્ત થઈ હોય તેમ પોતાની પ્રિયાને પ્રાપ્ત કરી લલિતાંગ દેવ અધિક કીડા કરવા લાગ્યો કેમકે ઘણે તાપ લાગ્યો હોય ત્યારે છાયા પ્રીતિને માટે જ થાય છે. એવી રીતે ક્રીડા કરતાં કેટલેક કાળ ગયા પછી લલિતાંગદેવને પિતાના અવનના ચિન્હો જોવામાં આવ્યા. જાણે તેનો વિયોગ થવાના ભયથી હોય તેમ રત્નાભરણે નિસ્તેજ થવા લાગ્યા, મુકુટની માળાઓ પ્લાન થવા લાગી અને તેનાં અંગવસ્ત્રો મલિન થવા લાગ્યા. જ્યારે દુઃખ નજીક આવે છે ત્યારે લક્ષમીપતિ પણ લક્ષ્મીથી મુક્ત થઈ જાય છે. એ સમયે તેને ધર્મનો અનાદર અને ભોગમાં વિશેષ આસક્તિ થઈ, જ્યારે અંત સમય આવે છે ત્યારે ઘણું કરીને પ્રાણીઓની પ્રકૃતિમાં ફેરફાર થાય જ છે. તેના પરિજનોના મુખમાંથી અપશુકનમય-શેકકારક અને વિરસ વચને નીકળવા લાગ્યા. કહ્યું છે કે બોલનારાના મુખમાંથી ભાવિ કાર્યને અનુસરનારી જ વાચા નીકળે છે. જન્મથી પ્રાપ્ત * જિનેશ્વરે કહેલ ધર્મ. + ભાતુ.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy