SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ૧૧ દ્રિય, એમ ચાર પ્રકારના છે. તેમાં પચંદ્રિયના સંજ્ઞી અને અસંજ્ઞી એવા બે ભેદ છે. જેઓ મન અને પ્રાણ પ્રવૃત્ત કરી શિક્ષા, ઉપદેશ અને આલાપને જાણે છે તે સંજ્ઞી કહેવાય છે અને તેઓથી વિપરીત તે અસંશી કહેવાય છે. સ્પર્શન, રસન (જિહુવા), ઘાણ (નાસિકા), ચક્ષુ અને શ્રોત્ર (કાન) એ પાંચ ઈંદ્રિય છે અને તેઓના અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ વિષય છે. દ્વીદ્રિય જીવોમાં કૃમિ, શંખ, ગડેલા, જળ, કપર્દિકા ૧ અને છીપ વગેરે વિવિધ આકૃતિવાળા પ્રાણીઓ છે. જૂ, માંકણ, મંકડા અને લીખ વગેરેને ત્રિક્રિય જંતુઓ કહ્યા છે, અને પતંગ, મક્ષિકા (માખી), ભ્રમર અને ડાંસ વગેરેને ચતુરિંદ્રિય ગણ્યા છે. જળ, સ્થળ ને આકાશચારી તિર્યંચા, તેમજ નારકી, મનુષ્ય અને દેવતા એ સર્વને પચંદ્રિય જીવ કહ્યા છે. આ પ્રકારના સર્વ જીવોને પર્યાય (આયુષ્ય)નો ક્ષય કરે, તેઓને દુઃખ આપવું અને તેઓને કલેશ ઉત્પન કરે એ ત્રણ પ્રકારે વધ કહેવાય છે. તે ત્રણે પ્રકારના જીવવધને ત્યાગ કરી તેનું નામ અભયદાન કહેવાય છે. જે પુરુષ અભયદાન આપે છે તે ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચારે પુરુષાર્થ આપે છે; કારણ કે વધથી બચાવેલો, જીવ જ જીવે છે તે તેને ચારે પુરુષાર્થ પ્રાપ્ત થઈ શકે છે. . દરેક પ્રાણીને રાજ્ય, સામ્રાજ્ય અને દેવરાજ્ય કરતાં પણ જીવિતવ્ય વધારે પ્રિય છે અને તે જ કારણથી અશુચિમાં રહેલા કૃમિને અને સ્વર્ગમાં રહેલા ઈંદ્રને પણ પ્રાણાપહારી ભય સરખો છે, માટે સુબુદ્ધ પુરુષે નિરંતર સર્વ જગતને ઈષ્ટ એવા અભયદાનને વિષે અપ્રમત્ત થઈને પ્રવર્તવું જોઈએ. અભયદાન દેવાથી મનુષ્ય પરભવે મનહર શરીરવાળા દીર્ધાયુષી, આરોગ્યવંત, રૂપવંત, લાવણ્યમાન્ તથા શક્તિમાનું થાય છે. “ધર્મોપગ્રહ દાનના દાયકશુદ્ધ, ગ્રાહકશુદ્ધ, દેયશુદ્ધ, કાળશુદ્ધ અને ભાવશુદ્ધ એવા તે પ્રકાર થાય છે. તેમાં ન્યાયપાર્જિત દ્રવ્યવાળે, સારી બુદ્ધિવાળો, આશસા વિનાને, જ્ઞાનવાનું તથા આપીને પાશ્ચાતાપ નહિ કરનારે દાન આપે તે દાયકશુદ્ધ દાન કહેવાય છે. આવું ચિત્ત, આવું વિત્ત અને આવું પાત્ર મને પ્રાપ્ત થયું તેથી હું કૃતાર્થ થયે છું એમ માનનારે તે શુદ્ધ દાયક કહેવાય છે. જે સાવદ્ય વેગથી વિરક્ત, ત્રણ ગૌરવથી વર્જિત, ત્રણ ગુપ્તિકે ધારક, પાંચ સમિતિમ પાળનાર, રાગદ્વેષથી વજિત, નગર-નિવાસ-સ્થાન–શરીર– ઉપકરણદિમાં મમતા રહિત, અઢાર સહસ્ત્ર શિલાંગના ધારણ કરનાર, જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ રત્નત્રયીના ધારણ કરનાર, ધીર, સુવર્ણ અને લેહમાં સમદષ્ટિમાન, ધર્મધ્યાન અને શુકલદયાનમાં સ્થિતિ કરનાર, જિતેંદ્રિય, કુક્ષિસંબલ, હમેશાં શક્તિ પ્રમાણે નાના પ્રકારના ત૫ કરનાર, અખંડિતપણે સત્તર પ્રકારના સંયમને પાળનાર, અઢાર પ્રકારનાં બ્રહ્મચર્યને ધારણ કરનાર–એવા ગ્રાહકને દાન દેવું તે ગ્રાહકશુદ્ધ દાન કહેવાય છે. બેંતાળીશ દષથી રાહત અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય અને વસ્ત્ર, સંસ્મારકાદિકનું જે દાન તે દેશુદ્ધ દાન કહેવાય છે. યોગ્ય કાળે પાત્રને દાન આપવું તે કાળશુદ્ધ દાન અને કામના રહિત શ્રદ્ધાથી આપવું તે ભાવશુદ્ધ દાન કહેવાય છે. દેહ વિના ધર્મનું આરાધન થતું નથી અને અન્નાદિક વિના દેહ રહેતો નથી, માટે હમેશાં ધર્મોપગ્રહદાન દેવું. જે માણસ અશનપાનાદિ ધર્મોપગ્રહદાન સુપાત્રને આપે છે તે તીર્થનો અવિચ્છેદ કરે છે અને પરમપદને પામે છે. ૧. કેડીઓ. ૨. પાપસહિત. ૩. રસગૌરવ, ઋદ્ધિગૌરવ, સાતાગૌરવ. ૪. મનગુપ્તિ, વચનગુતિ, કાયગુપ્તિ. ૫. ઇર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણે સમિતિ, અદાનનિક્ષેપણ સમિતિ. પારિષ્ઠાપનિકા સમિતિ , ઉદરપૂર્તિ માત્ર જ આહારને ગ્રહણ કરનાર, ૭, સંથારે વગેરે. ૮. વાંછી, ૯ ધર્મના ઉપષ્ટભ–ભૂતદાન.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy