SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લે “સાવદ્યોગનું જે પ્રત્યાખ્યાન કરવું તેને શીલ કહે છે અને તે દેશવિરતિ તથા સર્વ વિરતિ એવા બે પ્રકારે છે. તેમાં દેશવિરતિના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એવા બાર પ્રકાર છે. સ્થૂલ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ અણુવ્રત જિનેશ્વરે કહ્યા છે. દિવિરતિ, ગોપભોગ વિરતિ અને અનર્થદંડ વિરતિ એ ત્રણ ગુણવ્રત કહેવાય છે અને સામાયિક, દેશાવગાશિક, પૌષધ તથા અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાત્રત કહેવાય છે. એ પ્રકારને દેશવિરતિ ગુણ શુશ્રષા ૧ વગેરે ગુણવાળા, યતિધર્મના અનુરાગી, ધર્મ પથ્ય ભજનને ઈચ્છનારા, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક એ પાંચ લક્ષણ યુક્ત સમકિતને પામેલા, મિથ્યાત્વથી નિવૃત્ત થયેલા અને સાનુબંધ કાધના ઉદયથી વજિત એવા ગૃહમેધીર મહાત્માઓને ચારિત્રહનીનો નાશ થવાથી ઉત્પન્ન થાય છે. સ્થાવર અને ત્રસજીવોની હિંસાદિકનું સર્વથા વજવું તે સર્વવિરતિ કહેવાય છે અને તે સિદ્ધરૂપી મહેલ પર ચડવાને નિસરણરૂપ છે. એ સર્વવિરતિ પ્રકૃતિથી અલ્પ કષાયવાળા, ભવસુખમાં વિરાગીય અને વિનયાદિ ગુણોને વિષે રક્ત એવા મહાત્મા મુનિઓને પ્રાપ્ત થાય છે. જે કર્મને તપાવે તે તપ કહેવાય છે. તેના બાહ્ય અને અત્યંતર એવા બે ભેદ છે. અનશન, ઊદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છ પ્રકારનાં બાહ્ય તપ કહેવાય છે, તથા પ્રાયશ્ચિત, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, કાયોત્સર્ગ અને શુભ ધ્યાન એ છ પ્રકારનાં અત્યંતર તપ કહેવાય છે. “જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીને ધારણ કરનારને વિષે અદ્વિતીય ભક્તિ, તેના કાર્યનું કરવું, શુભની જ ચિંતા અને સંસારની નિંદા કરવી તે ભાવના કહેવાય છે. એ ચાર પ્રકારને ધર્મ અપાર ફળ (મોક્ષફળ)ને આપવામાં સાધનરૂપ છે, તેથી ભવભ્રમણથી ભય પામેલા મનુષ્યોએ સાવધાન થઈને તે સાધવા ગ્ય છે.” ઉપર પ્રમાણે દેશના સાંભળી ધનશેઠે કહ્યું-“સ્વામિન્ ! આ ધર્મ ઘણે કાળે મારા સાંભળવામાં આજે આવ્યો છે, આટલા દિવસ સુધી હું મારા કર્મથી ઠગા છું. એ પ્રમાણે કહી ગરના ચરણકમળને તથા બીજા મુનિઓને વંદન કરી પોતાના આત્માને ધન્ય માનતો પોતાના નિવાસસ્થાન પ્રત્યે ગયે. એવી ધર્મદેશનાથી પરમાનંદમાં મગ્ન થયેલા સાથે વાહે તે રાત્રિને ક્ષણવત્ નિર્ગમન કરી. શયન કરી ઊઠેલા તે સાર્થવાહના સમીપ ભાગે પ્રાત:કાળે કઈ મગળપાઠક સંખના જેવી ગંભીર અને મધુર ધ્વનિ વડે આ પ્રમાણે બેલ્યો- “ઘનાંધકારથી મલિના થયેલી, પદ્મિનીની શેભાને ચોરનારી અને પુરુષોના વ્યવસાયને હરનારી રાત્રિ વર્ષાઋતુની પેઠે ચાલી ગઈ છે જેમાં તેજવી અને પ્રચંડ કિરણવાળો સૂર્ય ઉદય પામેલે છે અને જે પુરુષોને વ્યવસાય કરવામાં સહદ સમાન છે એ આ પ્રાત:કાળ શરદઋતુના સમયની માફક વૃદ્ધિ પામતો જાય છે. જે શરદઋતુના સમયમાં તત્ત્વબોધવડે બુદ્ધિવંત પુરુષોના મનની પેઠે સરોવર અને સરિતાઓના જળ નિર્મળ થવા લાગ્યાં છે. આચાર્યના ઉપદેશ વડે સંશય રહિત થયેલા ગ્રંથની પેઠે સૂર્યના કિરણોથી શુષ્ક પંકવાળા માર્ગો ઘણું સુગમ થયેલા છે. માર્ગના ચીલાની અને ચક્રધારાની અંદર જેમ શકટની શ્રેણિઓ ચાલે તેમ નદીઓ પોતાના બંને તટની મધ્યમાં ધીમે ધીમે વહન થવા લાગી છે અને રસ્તાઓ પકવ થયેલા શ્યામ,૪ નીવાર, વાલંક અને કવલાદિકથી જાણે પાંથાનું આતિથ્ય કરતા હોય તેવા જણાય છે. તે શરદઋતુ પવને ૧. ધમ શ્રવણે છો. ૨. ગૃહસ્થ ૩. સંસારસુખથી વિરત. ૪. તુછ ધાન્ય.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy