SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લે કરણ હોય તેવું તાજુ ઘત જોવામાં આવ્યું. સાર્થવાહે કહ્યું-“ આ તમારે કલ્પશે ?” એટલે સાધુએ ઈચ્છું છું” એમ કહી પાત્ર ધર્યું, પછી ‘હું ધન્ય થયે, હું કૃતાર્થ થયે, હું પુણ્યવંત થયે,” એવું ચિંતવન કરવાથી જેનું શરીરે રોમાંચિત થયું છે એવા સાથે પતિએ સાધુને સ્વહસ્તે વૃત વહોરાવ્યું. જાણે આનંદાશ્રુ વડે કરીને પુણ્યાંકુરને ઉત્પન્ન કરતા હોય એવા તે સાર્થવાહે ઘતદાન કર્યા પછી તે બે મુનિને વંદના કરી, એટલે મુનિએ સર્વ કલ્યાણની સિદ્ધિમાં સિદ્ધમંત્ર જે “ધર્મલાભ આપી નિજાશ્રમ પ્રત્યે ગયા. સાર્થવાહને એ દાનના પ્રભાવથી મોક્ષવૃક્ષના બીજરૂપ અને દુર્લભ એવું બેલિબીજ' પ્રાપ્ત થયું. રાત્રે ફરીને સાર્થવાહ મુનિઓના આશ્રમમાં ગમે ત્યાં આજ્ઞા માગી,ગુરુમહારાજાને વંદન કરી બેઠો, એટલે ધર્મઘોષસૂરિએ તેને મેઘના જેવી ગિરાથી શ્રુતકેવળીના જેવી નીચે પ્રમાણે દેશના આપી-- ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, સ્વર્ગ અને મોક્ષને આપનાર છે અને સંસારરૂપી વનને ઉલ્લંઘન કરવામાં માગદેશક છે. ધર્મ માતાની પેઠે પોષણ કરે છે, પિતાની પેઠે રક્ષણ કરે છે, મિત્રની જેમ પ્રસન્ન કરે છે, બંધુની પેઠે સનેહ રાખે છે, ગુરુની પેઠે ઉજજવળ ગુણોને વિષે ઉચ્ચપણે આરૂઢ કરે છે અને સ્વામીની જેમ ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરાવે છે. તે ખનો મહાહક છે. શત્રુરૂપ સંકટમાં વર્મ છે, શીતથી ઉત્પન્ન થયેલી જડતાને છેદન કરવાને ધર્મ છે અને પાપના મર્મને જાણનાર છે. ધર્મથી જીવ રાજા થાય છે, ધર્મથી બળદેવ થાય છે, ધર્મથી અર્ધચક્રી થાય છે, ધર્મથી ચક્રવતી થાય છે, ધર્મથી દેવ અને ઇંદ્ર થાય છે, ધર્મથી ચૈવેયક અને અનુત્તર વિમાનમાં અહમિંદ્ર દેવપણાને પામે છે અને ધર્મથી તીર્થંકર પદને પણ પ્રાપ્ત થાય છે. જગતમાં ધર્મથી સર્વ પ્રકારની સિદ્ધિ થાય છે. હતિમાં પડતા જતુઓને ધારણ કરે છે તેથી તે “ધર્મ' કહેવાય છે. તે ધર્મ દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચાર પ્રકાર છે. તેમાં જે દાનધર્મ છે તે જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહદાન એવા નામથી ત્રણ પ્રકારે કહ્યો છે. ધર્મને નહિ જાણનારા પુરુષોને વાચના અને દેશનાદિકનું દાન આપવું અગર જ્ઞાનના સાધનનું દાન આપવું તે જ્ઞાનદાન કહેવાય છે. જ્ઞાનદાન વડે પ્રાણી પિતાનું હિતાહિત જાણે છે અને તેથી જીવાદ તને જાણી વિરતિને પ્રાપ્ત કરે છે. વળી જ્ઞાનદાનથી પ્રાણી ઉજજવળ કેવળજ્ઞાન પામી, સવ લોકના અનુગ્રહકારી લોકાગ્રે ઉપર આરૂઢ થાય છે એટલે મોક્ષપદને પામે છે. મન, વચન અને કાચાએ કરીને જીવન વધ કરે નહીં, કરાવવા નહી અને કરનારની અનુમોદના કરવી નહીં તેનું નામ અભયદાન કહેવાય છે. તે જીવ-સ્થાવર અને ત્રસના ભેદથી બે પ્રકારના છે અને તે બંનેના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત છે એવા બે પ્રકાર છે. પર્યાપ્તપણાના કારણરૂપ છ પર્યાપ્તિઓ-આહાર, શરીર, ઇંદ્રિય, ધાર છૂવાસ, ભાષા અને મન, એ નામની છે. તે પર્યાયિઓ એકેદ્રિયને ચાર, વિકસેંદ્રિયને પાંચ અને પંચદ્રિય જીવને છ–એમ અનક્રમે હોય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ તે એકેન્દ્રિય સ્થાવર કહેવાય છે. તેમાં પહેલા ચાર છે, તે સૂક્ષમ અને બાદર એવા બે પ્રકારના છે અને વનસ્પતિ પ્રત્યેક અને સાધારણ એવા બે ભેદવાળી છે. તેમાં પણ સાધારણ વનસ્પતિના સૂક્ષમ અને બાદર એવા બે ભેદ છે. ત્રસ જીવે દ્વીંદ્રિય, ચિંદ્રિય, ચતુરિંદ્રિય અને પંચું ૧. સમકિત, ૨. માર્ગ બતાવનાર. ૩. મહેલ. ૪. બખતર. ૫. ઉષ્ણતા. ૬. વાસુદેવ. ૭. પિતાને હોય તેટલી પર્યાપ્તિ પૂરી કરે તે પર્યાપ્ત કહેવાય છે અને પૂરી કર્યા અગાઉ મરણ પામે છે તે અપર્યાપ્ત કહેવાય છે. ૮. બેઈકી, તેદી અને ચૌકી.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy