SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ નું ઘતાબ્ધિ, મહાવાત અને તનુવાતનાં મંડળે ઊંચાઈમાં પોતપોતાની પૃથ્વીની ઊંચાઈની જેટલા જ છે. એવી રીતે એ સાત પૃથ્વી ઘનાબ્ધિ વિગેરેએ ધારણ કરેલી છે અને તેમાં જ પાપકર્મને ભોગવવાના સ્થાનકરૂપ નરકાવાસાએ આવેલ છે. એ નરકભૂમિમાં જેમ જેમ નીચે જઈએ તેમ તેમ યાતના, રોગ, શરીર, આયુષ્ય, વેશ્યા, દુઃખ અને ભયાદિક અનુક્રમે વધતા વધતા છે એમ નિશ્ચય સમજવું,” ૨નપ્રભા ભૂમિ એક લાખ ને એંશી હજાર જના જાડાઈમાં રહેલી છે. તેમાંથી એક એક હજાર યોજન ઊચે અને નીચે છોડી દેતાં બાકી રહેલા ભાગની અંદર પતિઓનાં ભવને રહેલાં છે. તે ભવનપતિએ દક્ષિણ અને ઉત્તર દિશામાં જેમ રાજમાર્ગમાં સુકાની પંક્તિઓ હોય તેમ પંક્તિબદ્ધ રહેલાં ભુવનો માં રહે છે. તેઓમાં મુગટમણિના ચિહવાળા અસુરકુમાર ભવનપતિ છે, ફણના ચિહ્નવાળી નાગકુમાર છે, વજીના ચિહ્નવાળા વિદ્યુતકુમાર છે, ગચ્છતા ચિહ્નવાળા સુવર્ણકુમાર છે, ઘટના ચિનવાળા અગ્નિકુમાર છે, અશ્વના ચિઠ્ઠનવાળા વાયુકુમાર છે, વદ્ધમાનના ચિહ્નવાળા સ્વનિતકુમાર છે, મકરના ચિનવાળા ઉદધિકમાર છે. કેસરીસિંહના લાંછનવાળા દ્વીપકુમાર છે અને હાથીના ચિલ્ડ્રનવાળા દિશિકુમાર છે. તેમાં અસુરકુમારના ચમર અને બળિ નામે બે ઈદ્રો છે, નાગકુમારના પૂરણ અને ભૂતાનંદ નામે બે ઇદ્રા છે. વિદ્યુકુમારના હરિ અને હરિસહ નામે બે ઈંદ્રા છે, સુવર્ણકુમારના વેણુદેવ અને વેણુદારી નામના બે ઇંદ્રા છે, અગ્નિકુમારના અગ્નિશિખ અને અગ્નિમાણવ નામના બે ઈદ્રા છે, વાયુકુમારના વેલંબ અને પ્રભંજન નામના બે ઈદ્રો છે, સ્વનિતકુમારના સુષ અને મહાધાષ નામના બે ઇંદ્રો છે, ઉદધિકુમારના જલકાંત અને જલપ્રભ નામના બે ઈદ્રા છે, દ્વીપકુમારના પૂર્ણ અને અવશિષ્ટ નામના બે ઈ છે. અને દિકકુમારના અમિત અને અમિતવાહન નામના બે ઇદ્રા છે.” રત્નપ્રભા ભૂમિના ઉપર મૂકી દીધેલા હજાર જનમાંથી ઉપર અને નીચે સે સો જન છોડી દેતા મધ્યના આઠ સે યેજનમાં દક્ષિણેત્તર શ્રેણીની અંદર આઠ પ્રકારના ચંતની નિકાય વસે છે. તેમાં પિશાચ વ્યંતરે કદંબવૃક્ષના ચિહ્નવાળા છે, ભૂત વ્યંતરો સુલવૃક્ષના ચિહ્નવાળા છે, યજ્ઞ વ્યંતરે વટવૃક્ષના ચિહ્નવાળા છે, રાક્ષસ વ્યંતરે ખટ્રવાંગના ચિહ્નવાળા છે, કિન્નર વ્યંતરે અશોકવૃક્ષના ચિહ્નવાળા છે, કિં પુરુષ બંતરે ચંપકવૃક્ષના ચિહ્નવાળા છે, મહોરગ વ્યંતરો નાગડ઼વૃક્ષના ચિહ્નવાળા છે અને ગંધર્વ વ્યંતરે તુબવૃક્ષના ચિહ્નવાળા છે. તેમાં પિશાચ વ્યંતરોના કાળ ને મહાકાળ નામના ઈકો છે, ભત વ્યંતરાના સરૂપ અને પ્રતિરૂપ નામના ઈદ્રા છે, યક્ષ વ્યંતરના પૂર્ણભદ્ર અને મણિ ભેદ્ર નામે ઈદ્રો છે, રાક્ષસ વ્યંતરના ભીમ અને મહાભીમ નામે ઈદ્રા છે, કિન્નર વ્યંતરોના કિનર અને ક્રિપુરુષ નામે ઈદ્રા છે, જિંપુરુષ વ્યંતરોના સપુરુષ અને મહાપુરુષ નામે ઈદ્રા છે, મહારગ વ્યંતરના અતિકાય અને મહાકાય નામે ઈદ્રો છે અને ગંધર્વ વ્યંતરના ગીતરતિ અને ગીતયશા નામે ઈટા છે. આવી રીતે વ્યતાના સોળ ઈંદ્રો છે.” રત્નપ્રભા ભૂમિના ઉપર મૂકી દીધેલા સે જનમાંથી ઉપર અને નીચે દશ-દશ એન છોડી દેતાં બાકી રહેલા મધ્યન એંશ એજનમાં વ્યંતરની બીજી આ નિકા રહેલી છે. તેમના અપ્રાપ્તિ, પંચપ્રજ્ઞા, ઋષિવાદિત, ભૂતવાદિત, કંદિત, મહાકદિત, કુષ્માંડ અને પચક એ આઠ નામ છે. તે દરેકના બે બે ઈદ્રા છે, તેમના સંનિહિત ને સમાન, ધાતુ ને વિધાતૃ, ઋષિ ને ઋષિપાળ, ઈશ્વર ને મહેશ્વર, સુવત્સક ને વિશાળ,
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy