SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૩ જે ગેત્રને પ્રાપ્ત કરાવનારું છે. તે ક્ષીરપાત્ર અને મદિરાપાત્રના ભેદને કરનાર કુંભારની જેવું છે. જેનાથી બાધિત થયેલી દાનાદિક લબ્ધિઓ ફળિભૂત થતી નથી. તે અંતરાયકમ્ ભંડારીના જેવું છે. એવી રીતે મૂળ પ્રકૃતિના તે તે પ્રકારના વિપાકને ચિંતવવું તે વિપાકવિય ધર્મધ્યાન કહેવાય છે.” “ સ્થિતિ, ઉત્પત્તિ અને લયરૂપ આદિ અંત રહિત લેકની આકૃતિ જેમાં ચિંતવવામાં આવે તે સંસ્થાનવિચય ધ્યાન કહેવાય છે. આ લેક ટી ઉપર હાથ મૂકેલા અને પગ પહોળા કરીને રહેલા પુરુષની આકૃતિ જે છે અને તે સ્થિતિ, ઉત્પત્તિ અને નાશ રૂપ પર્યાયવાળા દ્રવ્યોથી પૂરાઈ રહેલું છે. એ નીચે ત્રાસનની જે છે, મધ્યમાં ઝાલરની જે છે અને ઉપર મૃદંગ જેવી આકૃતિવાળે છે. એ લોક ત્રણ જગતથી વ્યાપ્ત છે, એમાં મહાબળવાન ઘનધિ , ઘનવાન અને તનુવાતથી નીચેની સાત પૃથ્વીએ વીંટાઈ રહેલી છે. અલેક, તિર્યગલેક અને ઊર્ઘલેકના ભેદથી ત્રણ જગત કહેવાય છે. તે ત્રણે બેંકના વિભાગ રુપકપ્રદેશની અપેક્ષાથી પડે છે. મેરુપર્વતની અંદર મધ્યમાં ગાયના સ્તનને આકારે ચાર આકાશપ્રદેશને રોકનારા ચાર નીચે અને ચાર આકાશપ્રદેશને રેકનારા ચાર ઉપર એ પ્રમાણે આઠ રુચકપ્રદેશ છે. તે રુચકપ્રદેશની ઉપર અને નીચે નવ સે નવ સે. જન સુધી તિર્યગલેક કહેવાય છે. તે તિર્યલકની નીચે અધોલેક રહે છે. તે નવસે ચેજને ન્યુન સાત રાજ પ્રમાણ છે. અલેકમાં એક એકની નીચે અનુક્રમે સાત ભૂમિઓ રહેલી છે, જે ભૂમિમાં નપુંસકવેદી નારકીઓનાં ભયંકર નિવાસે છે. તે સાત પૃથ્વીના રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ:પ્રભા અને મહાતમ:પ્રભા-એવાં ત નામ છે. તે પૃથ્વીઓ જાડાઈમાં અનુક્રમે રત્નપ્રભાથી માંડીને નીચે નીચે એક લાખ એશી હજાર, એક લાખ બત્રીસ હજાર, એક લાખ અઠયાવીશ હજાર, એક લાખ વીશ હજાર, એક લાખ અઢાર હજાર, એક લાખ સેળ હજાર અને એક લાખ આઠ હજાર જનના વિસ્તારવાળી છે. તેમાં રત્નપ્રભા નામની પહેલી પૃથ્વીમાં ત્રીસ લાખ નરકાવાસા છે, બીજી નકભૂમિમાં પચીશ લાખ નરકાવાસા છે, ત્રીજી નરકભૂમિમાં પંદર લાખ નરકાવાસા છે, ચોથી નરકભૂમિમાં દશ નરકાવાસા છે, પાંચમી નરકભૂમિમાં ત્રણ લાખ નરકાવાસા છે, છઠ્ઠી નરકભૂમિમાં પાંચ ઓછા એક લાખ નરકાવાસા છે અને સાતમી નરકભૂમિમાં પાંચ નરકાવાસા છે. એ રત્નપ્રભાદિ સાતે ભૂમિએની દરેકની નીચે મધ્યમાં વીશ હજાર જન જાડાઈમાં ઘનાબ્ધિ આવેલ છે. ઘનાબ્ધિની નીચે મધ્યમાં અસંખ્ય એજન સુધી ઘનવાત આવે છે, ઘનવાતની નીચે અસંખ્ય યજન સુધી તનુવાત રહે છે અને તનુવાતથી અસંખ્ય જન સુધી આકાશ રહેલું છે. એ મધ્યની જાડાઈથી અનુક્રમે થતા થતા ઘનાબ્ધિ વિગેરે પ્રાંતે કંકણના આકારને ધારણ કરી રહેલા છે. રત્નપ્રભાભૂમિના પ્રાંતભાગમાં પરિધિની પેઠે ફરતા વલયાકારે વહેલા ઘનાબ્ધિને વિસ્તાર છ જતને છે. તેની ફરતું મહાવાતનું મંડળ સાડાચાર જન છે. અને તેની ફરતું તનુવાતનું મંડળ દેઢ જન છે. એ પ્રમાણેના રત્નપ્રભાની ફરતા મંડળના માનની ઉપરાંત શર્કરામભાભૂમિની ફરતા ઘનાબ્ધિમાં જનને ત્રીજો ભાગ વધારે છે. ઘવાતમાં એક ગાઉ વધારે છે અને એક ગાઉને ત્રીજો ભાગ તનુવાતમાં વધારે છે. શર્કરામભાના વલયના માનની ઉપરાંત ત્રીજી ભૂમિની ફરતા મંડળમાં પણ એ જ પ્રમાણે વધારે થાય છે. એવી રીતે પૂર્વના વલયના માનથી પછીના વલયેના પ્રમાણમાં સાતમી ભૂમિના વલય સુધી વધારે થાય છે. એ જ આ પ્રમાણે વધારો કરતાં સાતમી પૃથ્વીના પ્રાંતભાગમાં વલયાકારે ઘનોદધિ આઠ યોજન, ધનવાત છ જન અને તનુવાત બે જન રહેલા છે.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy