SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧ લે ર૧૪ જેથી ઘણા કાળ સુધી રક્ષણ કરેલી તે પૃથ્વીને હમણાં તૃણની પેઠે ત્યાગ કરે છે? આપ પૂજ્ય પિતા વિના મારે આ રાજ્યનું કામ નથી; કારણ કે જળથી ભરેલું સરોવર પણ જે કમળ રહિત હોય તે તે ભમરાઓને શા કામનું ? અહીં! આજે મારું દેવ પ્રતિકૂળ થયું ! મારી મંદભાગ્યતા પ્રગટ થઈ! જેથી લેણની પેઠે મને છોડી દેતા એવા પિતાશ્રી મને આવી આજ્ઞા કરે છે ! હું આ પૃથ્વીને કઈ પણ રીતે ગ્રહણ નહીં કરું અને તેમ કરતાં ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થવાનું પ્રાયશ્ચિત આચરીશ.” - પિતાની આજ્ઞાને લેપ કરનારી અને સત્ત્વ સારવાળી તે પુત્રીની આવી વાણી સાંભળી ખેદ પામેલે અને પ્રસન્ન થયેલ મહીપતિ બોલ્યો-“તું મારો પુત્ર છે, તે સાથે સમર્થ, વિદ્વાન અને વિવેકી છે; તે છતાં નેહમૂળ અજ્ઞાનથી વિચાર કર્યા સિવાય આમ કેમ બેલે છે? કુલીન પુત્રને ગુરુજનની આજ્ઞા વિચાર કરવાને પણ ગ્ય નથી, તો આ મારી વાણી તે યુક્તિ સહિત છે; માટે તું વિચારીને તે કબૂલ કર. પુત્ર ભાર વહન કરવાને ગ્ય થતાં પિતા ભાર રહિત થાય જ છે, કારણ કે સિંહણ પોતાને બાળપુત્ર થતાં જ નિર્ભય થઈને સૂએ છે. હે વત્સ ! તારી રજા સિવાય પણ મોક્ષની ઈચ્છાવાળે જે હું તે આ પૃથ્વીને છોડી દઈશ; કેમકે હું કાંઈ તારાથી પરતંત્ર નથી. પછી તારે વિલખતી એવી આ અનાથ પૃથ્વીને તે ધારણ કરવી જ પડશે, પણ વધારામાં મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી થનારું પાપ પ્રાપ્ત થશે; માટે હે પુત્ર ! ભક્તિનિષ્ઠ એવા તારે વિચારીને કે વિચાર કર્યા વિના મને સુખકારી એવું આ મારું વચન કબૂલ કરવું પડશે.. પછી મંત્રીઓએ કહ્યું-“હે કુમાર ! સ્વભાવે વિવેકી એવા તમારું આ કહેવું છે કે સમીચીન છે તે પણ તમારા પૂજ્ય પિતાએ જે કહ્યું તે કબૂલ કરો; કારણ કે ગુરુની આજ્ઞા અંગીકાર કરવી તે સર્વ ગુણથી આધક ગુણ છે. આપના પિતાએ પણ તેમના પિતાનું વચન માન્ય કર્યું હતું તે અમે જાણીએ છીએ. જેનું વચન ઉલ્લંઘન કરી શકાય નહીં એ આ લેકમાં પિતાથી બીજો કેણ અધિક છે?” પિતાનું તથા મંત્રીઓનું એ પ્રમાણે કથન સાંભળી, પોતાની ગ્રીવા નમાવી “મારે સ્વામીને આદેશ પ્રમાણ છે ” એવું રાજકુમાર ગદ્દગદ્દ સ્વરે બોલ્યા. તે સમયે ચંદ્રથી જેમ કુમુદ અને મેઘથી જેમ મયુર તેમ આજ્ઞા પાળનારા પોતાના રાજકુમારથી રાજા ખુશી થ. એવી રીતે પ્રસન્ન થયેલા રાજાએ અભિષેક કરવાને 5 એવા પોતાના સિંહાસન ઉપર કુમારને સ્વહસ્તે બેસાડવો. પછી તેમની આજ્ઞાથી મેઘની પેઠે સેવક પુરુષો તીર્થોનાં પવિત્ર જળ લાવ્યા, એટલે ઊંચે સ્વરે મંગળવાજિત્ર વાગતે સતે મહારાજાએ કુમારના મસ્તક ઉપર અભિષેક કર્યો. તે વખતે બીજા સામંત રાજાઓ પણ આવીને અભિષેક કરવા લાગ્યા અને નવા ઉદય પામેલા આદિત્યની પેઠે ભક્તિથી તેને નમસ્કાર કરવા લાગ્યા. પિતાની આજ્ઞાથી તેણે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા, તેથી શરદઋતુનાં શુભ્ર વાદળાંથી પર્વત શોભે તેમ તે શોભવા લાગ્યું. પછી વારાંગનાઓએ આવીને જાણે નિર્મળ ચંદ્રિકાનું પૂર હોય તેવા ગશીર્ષ ચંદનથી તેને સર્વ અંગે વિલેપન કર્યું અને સ્વર્ગમાંથી આકર્ષણ કરેલા નક્ષત્રગણને પરવીને બનાવ્યા હોય તેવાં મુક્તામય આભૂષણ તેણે ધારણ કર્યા. જાણે મહાપ્રચંડ એવો પોતાને પ્રતાપ હોય તેવો માણિજ્યના તેજથી જવલાયમાન મુગટ તેના મસ્તક ઉપર રાજાએ પોતે પહેરાવે; અને ક્ષણવારમાં જાણે યશ પ્રગટ હોય તેવું નિર્મળ છત્ર તેના શિર ઉપર આરે પણ કર્યું. બંને પડખે રાજ્યસંપત્તિરૂપી લતાનાં પુષ્પોને જાણે
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy