SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ '૨૧૩ પર્વ ૨ જું અર્થો ગ્રહણ કરવાની ઈચ્છાવાળો જે હું તેને આટલા કાળ સુધી બળવાન મૂચ્છ પ્રાત થયેલી હતી. સ્પર્શ કરેલે એક પણ ચાંડાળ જેમ અસ્પૃશ્યપન કરનાર છે તેમ હિંસા વિગેરે પાપકાર્યોમાંથી એક પાપકાર્ય પણ દુર્ગતિનું કારણ છે; માટે આજે વૈરાગ્યવડે ગુરુની પાસે પ્રાણાતિપાત વિગેરે પાંચ પાપના સ્થાનથી હું વિરામ પામીશ, (પાંચ મહાવ્રત લઈશ). સાયંકાળે સૂર્ય જેમ પોતાનું તેજ અગ્નિમાં આરોપે તેમ હું મારા કવચહર કુમાર ઉપર આ રાજ્યભાર આરેપણ કરીશ. તમારે મારી પેઠે આ કુમાર તરફ પણ ભક્તિભાવે વર્તવું; અથવા તમને આવી શિક્ષા આપવાની જરૂર નથી, કારણ કે જાતિવંતનું એવું શીલ જ હોય છે.” મંત્રીઓએ કહ્યું-“સ્વામિન્ ! હરમોક્ષ પ્રાણીઓને ક્યારે પણ આવી બુદ્ધિ થતી નથી. પરાક્રમથી જાણે ઈદ્રા હોય તેવા તમારા પૂર્વજે જન્મથી માંડીને અખંડ શાસનવડે આ પૃથ્વીને સાધતા હતા પણ જ્યારે અનિશ્ચિત શક્તિવાળા થતા ત્યારે તેઓ થુંકની પેઠે રાજ્યને છોડી દઈ ત્રણ રત્નથી પવિત્રિત એવા વ્રતને ગ્રહણ કરતા હતા. આપ મહારાજા આ પૃથ્વીના ભારને પોતાની ભુજાના પરાક્રમે ધારણ કરે છે, તેમાં ઘરની અંદર કદલીના સ્તંભની પેઠે અમે ફક્ત શોભારૂપ થઈ રહેલા છીએ. આ સામ્રાજ્ય જેમ આપને કુળક્રમાગત પ્રાપ્ત થયેલું છે તેવી રીતે અવદાન (પરાક્રમ) સહિત અને નિદાન (નિયાણું) રહિત એવું વ્રતનું ગ્રહણ પણ ક્રમાગત પ્રાપ્ત થયેલું છે. જાણે આપનો બીજો ચેતન હોય તે આ કુમાર પૃથ્વીના ભારને લીલા કમળની પેઠે ધારણ કરવાને સમર્થ છે. આપને મેક્ષફળવાળી દીક્ષા ગ્રહણ કરવી હોય તે ખુશીથી ગ્રહણ કરે. આપ સ્વામી ઉચ્ચ પ્રકારની ઉન્નતિને પ્રાપ્ત થાઓ તે જ અમારે ઉત્સવ છે !! તીક્ષણ ન્યાયમાં નિષ્ઠાવાળા અને સર્વ તથા પરાક્રમથી શોભતા એવા આ કુમારવડે આપની પેઠે આ પૃથ્વી રાજન્વતી થાઓ !” આવાં તેમનાં અનુજ્ઞાવચનથી મુદિત થયેલા મેદિનીપતિએ છડીદાર પાસે શીધ્રપણે કુમારને બોલાવ્યું. જાણે મૂર્તિમાન્ કામદેવ હોય તેવો તે કુમાર રાજહંસની પેઠે ચરણન્યાસ કરતો ત્યાં આવ્યો. સાધારણ પાળાની પેઠે રાજાને ભક્તિથી પ્રણામ કરી, અંજલિ જોડી યથાસ્થાને તે બેઠે. અમૃતરસના જેવી સારદષ્ટિથી જાણે અભિસિંચન કરતા હોય તેમ કુમારને આનંદ સહિત જતાં રાજા આ પ્રમાણે બેલ્યા હે વત્સ! આપણા વંશના પૂર્વ રાજાઓ દયાબુદ્ધિથી નિર્લોભી થઈને વનમાં એકલી રહેલી ગાયની પેઠે આ પૃથ્વીનું પાલન કરતા હતા. જ્યારે પુત્રો સમર્થ થતા ત્યારે તેઓ ધુર્ય વૃષભની પેઠે તેમની ઉપર પૃથ્વીના ભારને આરોપણ કરતા હતા, અને પોતે આ ત્રણ જગતમાં સર્વ વસ્તુને અનિત્ય જાણી શાશ્વતપદ (મોક્ષ)ને માટે તૈયાર થતા હતા. આપણે કોઈ પૂર્વજ આટલી વાર સુધી ગૃહવાસમાં રહ્યો નથી, છતાં ગૃહસ્થાશ્રમમાં મૂઢ થયેલે હું આટલીવાર સુધી રહ્યો એ મારે કેટલા પ્રમાદ કહેવાય? હે પુત્ર! હવે તું આ રાજ્યભારને ગ્રહણ કર; તારાથી નિર્ધાર થયેલે હું વ્રત ગ્રહણ કરીશ અને આ ભવસાગર તરી જઈશ.” રાજાની એવી વાણીથી હિમવડે કમળકેશની પેઠે ગ્લાનિ પામેલે કુમાર નેત્રકમલમાં આંસુ લાવી બોલ્યા---“હે દેવ! મારા કયા અપરાધથી અકસ્માત્ મારા ઉપર તમારી અવકૃપા થઈ કે જેથી પોતાના આત્માને તમારા પાળારૂપ માનનારા એવા આ પુત્રનેઆપ આ આદેશ કરે છે ? અથવા આ પૃથ્વીએ તમારે કંઈ અપરાધ કર્યો છે કે ૧. મેક્ષે જવું જેને દૂર (ઘણે કાળે) છે તેવા.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy