SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૫ પર્વ ૨ જુ સૂચવતા હોય તેવા ચામર વારાંગનાઓ વીજવા લાગી. પછી મહારાજાએ સ્વહસ્તે તેના લલાટમાં ઉદયાચળની ચૂલિકા ઉપર રહેલા ચંદ્રના જેવું ચંદનનું તિલક કર્યું. એવી રીતે કુમારને પરમહર્ષથી રાજ્ય ઉપર બેસાડી, લકમીની રક્ષાને જાણે મંત્ર હોય તેવી આ પ્રમાણેની શિક્ષા રાજાએ આપી—“ હે વત્સ! હવે તું પૃથ્વીને આધાર થયે છે અને તારે આધાર કેઈ નથી, માટે પ્રમાદ છોડીને તારા પિતાના આત્માથી તેને ધારણ કરજે, હંમેશાં આધાર શિથિલ થતાં આધેય ભ્રષ્ટ થાય છે, તેથી વિષયના અતિપ્રસંગથી થયેલી શિથિલતાથી તું તારી રક્ષા કરજે. યૌવન, રૂપ અને સ્વામીપણું તે એકાએક પણ પ્રમાદનાં કારણ છે અને બુદ્ધિવાનની કાર્યસિદ્ધિને નાશ કરનારાં છે એમ જાણજે, કુળક્રમથી આવેલી છતાં પણ દુરારાધ્ય અને છળની ગવેષણ કરનારી આ લમી રાક્ષસીની પેઠે પ્રમાદી પુરુષને છળે છે. ઘણા કાળને સ્નેહ પણ એ લમીની સ્થિરતાને માટે થતું નથી, તેથી જ્યારે અવસર આવે છે ત્યારે તે સારિકા (સગડી)ની પેઠે તત્કાળ બીજે સ્થાને ચાલી જાય છે. કુલટાની પેઠે અપવાદને પણ ભય નહીંધારણ કરતી એ લક્ષમી સુપ્તની પેઠે જાગતા એવા પોતાના પ્રમાદી પતિને છોડી દે છે. એ લકમીને કદાપિ રક્ષણ સંબંધી દાક્ષિણ્ય તે થતું જ નથી; પણ તે વાંદરીની પેઠે ઠેકીને બીજા સ્થાનમાં ચાલી જાય છે, નિર્લજજતા, ચપળતા અને નિઃસ્નેહપણું એ સિવાય બીજા ઘણા દોષે તેનામાં રહેલા છે અને જળની પેઠે નીચ તરફ જવું એ તો એની પ્રકૃતિ છે. એમ લક્ષમી સર્વ દોષમય હોવા છતાં પણ સૌ કોઈ તેને માટે પ્રયત્ન કરે છે. ઈંદ્ર પણ લક્ષમીમાં આસક્ત છે તે મનુષ્યની શી વાત? તેને સ્થિર કરવામાં જાણે પહેરેગીર હોય તેમ તું નીતિ અને પરાક્રમથી સંપન્ન થઈ જાગૃત રહેજે. લક્ષ્મીની ઈચ્છાવાળા છતાં પણ તારે અલુબ્ધ થઈ ઓ પૃથ્વી પાળવી; કારણ કે સૌભાગી પુરુષને સ્ત્રીઓની પેઠે અલુબ્ધ પુરુષને લક્ષ્મી હંમેશાં અનુગત રહે છે. ગ્રીષ્મઋતુના સૂર્યની પેઠે અતિ પ્રચંડપણું ધારણ કરીને કદાપિ આ પૃથ્વીને તું દુસહ કરથી આક્રાંત કરીશ નહીં. જરા પણ અગ્નિથી દગ્ધ થયેલું ઉત્તમ વસ્ત્ર જેમ ત્યજી દેવાય છે તેમ એક વખત પણ અન્યાય કરનારા પિતાના માણસને તું ત્યજી દેજે. મૃગયા, ઘત અને મધુપાન એ સર્વથા બંધ કરાવજે, કારણ કે તપસ્વીના તપને ભાગી જેમ રાજા થાય છે તેમ પ્રજાનાં સર્વ પાપને ભાગી પણ રાજા થાય છે, કામક્રોધાદિક અંતર શત્રુઓને તું જય કરજે; કારણ કે તેઓને જય કર્યા સિવાય બાહ્ય શત્રુઓને જીત્યા હોય તે ન જીત્યા બરાબર છે. દક્ષિણ નાયક જેમ ઘણી પત્નીઓનું યથાકાળે સેવન કરે તેમ તું ધર્મ, અર્થ અને કામનું પરસ્પર આ બધાથી યોગ્ય અવસરે સેવન કરજે. જેવી રીતે તેને સમય આવતાં ચોથા પુરુષાર્થ (મોક્ષ) માં તારો ઉત્સાહ ન હણાય તેવી રીતે તે ત્રણ પુરુષાર્થને તું સાધજે.” એવી રીતે કહી વિમલવાહન ભૂપાળ મૌન રહ્યો, એટલે કુમારે “તતિ” એમ કહી તે શિક્ષા અંગીકાર કરી, પછી સિંહાસનથી ઉડી પૂર્વની પેઠે વિનીત એવા રાજકુમારે, વ્રતને માટે તૈયાર થવાને ઈરછતા એવા પોતાના પિતાને હસ્તાવલંબન આપ્યું, એવી રીતે છડીદારથી પણ પોતાના આ માને અ૫ માનનારા પુત્રે જેને હસ્તાવલંબન આપ્યું છે એવા તે રાજા ઘણા કળશોથી ભૂષિત સ્નાનગૃહમાં દાખલ થયા. ત્યાં જાણે મેવની ધારા હોય તેવી મકરમુખી સુવર્ણ ઝારીઓમાંથી નીકળતા જળવડે તેણે સ્નાન કર્યું. કમળ હિરાગળ વસ્ત્રથી અંગને લુંછી સર્વાગે ગશીર્ષ ચંદનનું વિલેપન કર્યું. ગુંથી જાણનાર પુરુષોએ નીલ કમળના જેવો શ્યામ અને પુષ્પ મ રમે રાજાને કેશપાશ ચંદ્રગતિ
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy