SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ સર્ગ ૬ ફૂ છ ઋતુઓ સમકાળે તેમની ઉપાસના કરતી હતી; તરફ દૂરથી નીચા નમતા માર્ગના વૃક્ષે, જો કે તેઓ સંજ્ઞારહિત છે તે પણ જાણે તેમને નમસ્કાર કરતાં હોય તેવાં જણાતાં હતાં, પંખાના વાયરાની જેમ મૃદુ, શીતળ અને અનુકૂળ પવન તેમની નિરંતર સેવા કરતે હતે સ્વામીથી પ્રતિકળ ( વામ ) વર્તનારાનું શુભ થાય નહી એમ જાણતા હોય તેમ પક્ષીઓ નીચે ઉતરી તેમની પ્રદક્ષિણા કરી જમણી બાજુએ અતિક્રમણ કરતા હતા; ચપળ તરંગોથી જેમ સાગર શેભે તેમ જઘન્ય કોટી સંખ્યા વોળા અને ગમન ગમન કરતા સુરઅસુરેથી તેઓ શોભતા હતા; ભક્તિવશ થઈ દિવસે પણ પ્રભાસહિત ચંદ્ર રહ્યા હોય તેવા આકાશમાં રહેલા છત્રથી તેઓ શોભતા હતા અને જાણે ચંદ્રના જુદાં કરેલાં સર્વસ્વ કિરણના કેશ હોય તેવા ગંગાના તરંગ જેવા વેત ચામરો તેમની ઉપર ઢોળાતા હતા. નક્ષત્રગણેથી ચંદ્રમાની જેમ તપથી પ્રદીપ્ત થયેલા અને સૌખ્ય એવા લાખે ઉત્તમ શ્રમણાંથી તેઓ વીંટાયેલા હતા. જેમ સૂર્ય દરેક સાગરમાં અને દરેક સરેવરમાં કમલને પ્રબોધ (પ્રફુલિત) કરે, તેમ એ મહારમાં દરેક ગામ અને દરેક શહેરમાં ભવ્યજનોને પ્રતિબંધ કરતા હતા. આવી રીતે વિચરતા ભગવાન ઋષભદેવજી એકદા અષ્ટાપદ પર્વતે આવ્યા. - અત્યંત તપણાને લીધે જાણે શરદઋતુનાં વાદળાંને એક ઠેકાણે કપેલે ઢગલે હેય, ઠરી ગયેલા ક્ષીરસમુદ્રને લાવી મૂકેલ લાકૂટ હોય અથવા પ્રભુના જન્માભિષેક વખતે ઇંદ્ર વક્રિય કરેલા ચાર વૃષભના રૂપમાંહેનો ઊંચા શિંગવાળા એક વૃષભ હોય એવો તે ગિરિ જણાતું હતું. નંદીશ્વર દ્વીપમાંહેની પુષ્કરિણી (વાવડી) માં રહેલા દધિમુખ પ્રર્વતેમાંથી આવેલ જાણે એક પર્વત હોય, જંબુદ્વીપરૂપી કમલને જાણે એક બિસખંડ ( નાળ ) હોય અને પૃથ્વીને જાણે વેત રત્નમય ઊંચે મુગટ હોય તે તે પર્વત શોભતે હતો. નિર્મળ તથા પ્રકાશવાળો હોવાથી દેવગણે તેને હમેશાં જળથી સ્નાન કરાવતા હોય અને વસ્ત્રોથી જાણે લુંછતા હોય તે તે જણાતો હતો. વાયુએ ઉડાડેલા કમલના રણએવડે તેના નિર્મળ સ્ફટિક મણિના તટને સ્ત્રીઓ નદીના જળ જે દેખતી હતી. તેના શિખરના અગ્રભાગમાં વિશ્રામ લેવાને બેઠેલી વિદ્યાધરની સ્ત્રીઓને તે વૈતાઢય અને શુદ્રહિમાલયનું સમરણ કરાવતા હતા. સ્વર્ગ ભૂમિનું જાણે અંતરીક્ષ દર્પણ હય, દિશાઓનું અતુલ્ય હાસ્ય હોય અને ગૃહનક્ષત્રને નિર્માણ કરવાની મૃત્તિકાનું અક્ષય સ્થળ હોય એ તે જાતે હતો. તેનાં શિખરના મધ્ય ભાગમાં કીડાથી ઢાંત થયેલા મૃગ બેઠેલા હતા, તેથી તે અનેક મૃગલાંછન ( ચંદ્ર )ના વિભ્રમને બતાવતો હતો. નિર્ઝરણાંની પંક્તિએથી જાણે નિર્મળ અર્ધ વસ્ત્રને છોડી દેતો હોય અને સૂર્યકાંત મણિઓનાં પ્રસરતાં કિરણોથી જાણે ઊંચી પતાકાવાળો હોય તે તે શોભતો હતો. તેના ઊંચા શિખરનાં અગ્ર ભાગમાં સૂર્ય સંક્રમ થતો, તેથી તે સિદ્ધકની મુગ્ધ સ્ત્રીઓને ઉદયાચલનો ભ્રમ આપતો હતો. જાણે મયૂરપત્રથી રચેલાં મોટાં છત્ર હોય તેવાં અતિ આપવવાળાં વૃક્ષોથી તેમાં નિરંતર છાયા થઈ રહી હતી. ખેચરની સ્ત્રીઓ કૌતુકથી મૃગનાં બચ્ચાંઓનું લાલનપાલન કરતી હતી, તેથી હરણીઓના ઝરતા દૂધવડે તેનું સર્વ લતાવના સિંચાતું હતું. કદળીપત્રના અર્ધા વસ્ત્રવાળી શબરીઓના નૃત્યને જોવાને માટે ત્યાં નગરની સ્ત્રીઓ નેત્રની શ્રેણી કરીને રહેતી હતી. રતિથી શ્રાંત થયેલી સર્પિણીઓ ત્યાં વનને મંદ મંદ પવન પીતી હતી. તેના લતાવનને પવનરૂપી નટે ક્રીડાથી નચાવ્યું હતું. કિનની સ્ત્રીઓ પતિના આરંભથી તેની ગુફાઓને મંદિરરૂપ કરતી હતી અને અપ્સરાઓના સ્નાન કરવાના ધસારા + અહીં સુધીના સર્વ અતિશય દેવકૃત છે.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy