SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લુ ૧૭૭ થોડીવારે કિપલ પુનઃ મરીચ પાસે આવી કહેવા લાગ્યા- શું તમારી પાસે જેવા તેવા પણ ધર્મ નથી ? જો ન જ હાય તેા પછી તેના વ્રત પણ કેમ કહેવાય?' આ વખતે મરીચિએ વિચાર્યુ કે દૈવયેાગે આ કોઈ મારે લાયક મળી આવ્યા જણાય છે. ઘણે કાળે સરખે સરખાના યાગ થયા છે; માટે હું જે સહાયરહિત છું તેને એ સહાયરૂપ થાએ !' આમ વિચારી તેમણે કહ્યું-ત્યાં પણ ધં છે ને અહીં પણ ધર્મ છે.' તેના આ એક દુર્ભાષણ (ઉત્સૂત્ર ભાષણ)થી તેણે કાટાનુકાટી સાગરોપમપ્રમાણ ઉત્કટ સંસાર વધાર્યા. પછી તેણે કપિલને દીક્ષા આપી પાતાના સહાયક કર્યાં. ત્યારથી પરિવ્રાજકપણાનું પાખ’ડ શરૂ થયું. વિશ્વાપકારી ભગવાન શ્રીઋષભદેવજી ગ્રામ, ખાણ, નગર, દ્રોણુમુખ, કર્બટ, પત્તન, મડબ, આશ્રમ અને ખેડાએથી પરિપૂર્ણ પૃથ્વીમાં વિચરતા હતા. વિહાર સમયમાં પાતાની ચારે દિશાએ સવાસેા યાજન સુધી લેાકેાના વ્યાધિનું નિવારણ કરવાથી વર્ષાઋતુના મેઘની જેમ જગજજતુએને શાંતિ પમાડતા હતા; રાજા જેમ અનીતિના નિવારણથી પ્રજાને સુખ આપે તેમ મૂષક, શુક્ર વિગેરે ઉપદ્રવ કરનારા જીવાની અપ્રવૃત્તિથી સર્વનુ રક્ષણ કરતા હતા; અધકારના ક્ષયથી સૂર્યની જેમ પ્રાણીઓનાં નૈમિત્તિક અને શાશ્ર્વત વૈર શાંત કરવાથી સને પ્રસન્ન કરતા હતા; પ્રથમ સર્વ રીતે સ્વસ્થ કરનારી વ્યવહારપ્રવૃત્તિથી જેમ લેાકસમૂહને આનંદ પમાડયા હતા તેમ વિહારની પ્રવૃતિથી સર્વાંને આનંદ પમાડતા હતા; ઔષધથી અજીણુ અને અતિ ક્ષુધાને નાશ કરે તેમ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના ઉપદ્રવનેા નાશ કરતા હતા; અ`તઃશલ્યની જેમ સ્વચક્ર અને પરચક્રના ભય દૂર થવાથી તત્કાળ પ્રસન્ન થયેલા લોકો તેમને આગમન ઉત્સવ કરતા હતા અને માંત્રિક પુરુષ જેમ ભૂત રાક્ષસથી રક્ષા કરે તેમ સ`હારકારક ધાર દુર્ભિક્ષથી સની રક્ષા કરતા હતા. આવા ઉપકારથી એ મહાત્માની સર્વ લેાકેા સ્તુતિ કરતા હતા, જાણે અંદર ન સમાવાથી બહાર આવેલી અનત જ્યાતિ હોય તેવું અને સૂર્ય મંડળને જીતનારુ' ભામ’ડળ તેઓએ ધારણ કર્યું... હતું; #આગળ ચાલતા ચક્રથી જેમ ચક્રવર્તી શેાલે તેમ આકાશમાં આગળ ચાલતા અસાધારણ તેજવાળા ધર્મચક્રથી તે શાભતા હતા; સ કા જય કરવાથી ઊંચા જયસ્તંભ જેવા નાની નાની હજારા ધ્વજાઓથી યુક્ત એક ધર્મ ધ્વજ તેઓની આગળ ચાલતા હતા; જાણે તેમનુ પ્રયાણાચિત કલ્યાણમ'ગળ કરતા હોય તેવા પેાતાની મેળે જ નિર્ભર શબ્દ કરતા દિવ્ય દુ.દુભિ તેમની આગળ વાગતા હતા; જાણે પેાતાના યશ હોય તેવા આકાશમાં રહેલા પાદપીઠ સહિત સ્ફટિક રત્નનાં સિંહાસનથી તેએ શેાભતા હતા; દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણ કમલ ઉપર રાજસની જેમ લીલા સહિત તે ચરણન્યાસ કરતા હતા; જાણે તેમના ભયથી રસાતલમાં પેસી જવને ઈચ્છતા હોય તેમ નીચા મુખવાળા થયેલા તીક્ષ્ણ દડરૂપ કંટકથી તેમના પરિવાર આશ્લિષ્ટ થતા નહાતા; જાણે કામદેવને સહાય કરવાના પાપનુ પ્રાયશ્ચિત કરવાને ઇચ્છતી હોય તેમ * અહીથી તીર્થ''કરના અતિશય સબંધી વન છે. * તીર્થંકર વિચરે તેની ચાતરફ સવાસેા યેાજન સુધી ઉપદ્રવકારી રાગની શાંતિ થાય, પરસ્પરના વૈરના નાશ થાય, ધાન્યાદિને ઉપદ્રવકારી જતુ ન થાય, મરકી વિગેરે ન થાય, અતિવૃષ્ટિ ન થાય, દુભિક્ષ ન પડે, સ્વચક્ર તે પરચક્રનેા ભય ન થાય એ તથા પ્રભુના મસ્તકની પાછળ ભામંડળ રહે એ દેવળજ્ઞાનના પ્રગટ થવાથી થતા અગીયાર અતિશયમાંહેના અતિશય છે. ૨૩
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy