SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ૧૭૯ થી તેના સરોવરનું જળ તરંગિત થયેલું હતું. કોઈ ઠેકાણે સોગઠાબા રમતા, કે ઠેકાણે પાનગોષ્ટી કરતા અને કઈ ઠેકાણે પણિત (પણ) બાંધતા યક્ષોથી તેના મધ્ય ભાગમાં કોલાહલ થઈ રહ્યો હતો. તે પર્વત ઉપર કોઈ ઠેકાણે કિન્નરોની સ્ત્રીઓ, કેઈ ઠેકાણે ભિલ્લલોકોની સ્ત્રીઓ અને કઈ ઠેકાણે વિદ્યાધરની સ્ત્રીઓ ક્રીડાનાં ગીત ગાતી હતી, કઈ ઠેકાણે પાકેલાં દ્રાક્ષફળ ખાઈ ઉન્મત્ત થયેલા શુક પક્ષીઓ શબ્દ કરતા હતા, કેઈ ઠેકાણે આમ્રના અંકુર ખાવાથી ઉન્મત્ત થયેલી કોકિલાઓ પંચમ સ્વર કરતી હતી, કેઈ ઠેકાણે કમલતંતુના આસ્વાદથી ઉન્મત્ત થયેલા હસે મધુર શબ્દ કરતા હતા, કેઈ ઠેકાણે સરિતાના તટમાં મદવાળા થયેલા ક્રૌંચ પક્ષીઓના ટંકાર શબ્દ થતા હતા, કેઈ ઠેકાણે નજીક રહેલા મેઘથી ઉન્માદ પામેલા મયૂરોનો કેકા શબ્દ થતો હતો, અને કોઈ ઠેકાણે ફરતા સારસ પક્ષીએના શબ્દો સંભળાતા હતા. એથી તે ગિરિ મનોહર લાગતો હતો. કોઈ ઠેકાણે રાતાં અશોકવૃક્ષોનાં પત્રથી જાણે કસુંબી વસ્ત્રવાળો હોય, કેઈ ઠેકાણે તમાલ, તાલ અને હિંતાલના વૃક્ષોથી જાણે શ્યામ વસ્ત્રવાળો હોય, કેઈ ઠેકાણે સુંદર પુષ્પવાળાં ખાખરાનાં વૃક્ષોથી જાણે પીળા વસ્ત્રવાળે હોય અને કોઈ ઠેકાણે માલતી અને મલિકાના સમૂહથી જાણે શ્વેત વસ્ત્રવાળ હોય એવે તે પર્વત જણાતો હતો. આઠ જન ઊંચો હોવાથી તે આકાશ જેટલે ઊંચે લાગતો હતો. એવા તે અષ્ટાપદ પર્વત ઉપર ગિરિના જેવા ગરિષ્ઠ જગતગુરુ આરૂઢ થયા. પવનથી ખરતાં પુષ્પોથી અને નિર્ઝરણુના જળથી એ પર્વત જગત્પતિ પ્રભુને અર્થે પાદ્ય આપતો હોય તે જાતે હતો. પ્રભુના ચરણથી પવિત્ર થયેલે એ પર્વત, પ્રભુને જન્મસ્નાત્રથી પવિત્ર થયેલા મેથ્વી પિતાને ન્યૂન માનતો નહોતો. હર્ષ પામેલા કોકિલાદિકના શબ્દના મિષથી જાણે તે પર્વત જગત્પતિના ગુણ ગાતે હોય એવો જણાતો હતે. તે પર્વત ઉપર વાયુકુમારદેવોએ એક પ્રદેશમાંથી માર્જન કરનારા સેવકોની જેમ ક્ષણવારમાં તૃણુ–કાષ્ઠાદિક દૂર કર્યું અને મેઘકુમારે એ પાણીને વહેનારા પાડાની જેવાં વાદળાં વિકુવીને સુગંધી જળથી તે ભૂમિ ઉપર સિંચન કર્યું. પછી ત્યાં દેવતાઓએ વિશાળ એવી સુવર્ણ રત્નની શિલાઓથી દર્પણના તળની જેવું સપાટ પૃથ્વીતળ બાંધી લીધું. તેની ઉપર વ્યંતર દેવતાઓએ ઈદ્રધનુષના ખંડની જેવા પંચવણ પુષ્પની જાનુપ્રમાણ વૃષ્ટિ કરી અને જમના નદીના તરંગની શેભાને ગ્રહણ કરનારાં વૃક્ષનાં આદ્રપત્રોનાં ચારે દિશાએ તોરણ બાંધ્યાં. ચારે બાજુ સ્તંભની ઉપર બાંધેલાં મકરાકૃતિ તરણે સિંધુના બંને તટમાં રહેલા મગરની શોભાને અનુસરતાં શુભતાં હતાં. તેના મધ્યમાં જાણે ચાર દિશાઓની દેવીના રૂપનાં દર્પણ હોય તેવાં ચાર છત્રો તથા આકાશગંગાના ચપળ તરંગેની ભ્રાંતિને આપનારા પવને તરંગિત કરેલો વજપ શેતો હતો. તે તેરણાની નીચે રહેલા મેતીના સ્વસ્તિક “ સર્વ જગતનું અહીં મંગળ છે” એવી ચિત્રલિપિના વિભ્રમને કરાવતા હતા. દેવા ભમિતળ ઉપર વૈમાનિક દેવતાઓએ રત્નાકરની શોભાના સર્વસ્વ જે રત્નમય ગઢ કર્યો અને તે ગઢ ઉપર માનુષેત્તર પર્વતની સીમા ઉપર રહેલી ચંદ્રસૂર્યનાં કિરણોની માળા જેવી માણેકના કાંગરાની પંક્તિઓ રચી. પછી જ્યોતિષપતિ દેવતાઓએ વલયાકારે કરેલું હેમાદ્રિ પર્વતનું શિખર હોય તેવો નિર્મળ સુવર્ણને મધ્યમ ગઢ કર્યો અને તેના ઉપર રનમય કાંગરા કર્યા તેમાં પ્રેક્ષકોનાં પ્રતિબિંબ પડવાથી જાણે ચિત્રવાળા હોય તેવા તે કાંગરાઓ જણાતા હતા. તે પછી ભવનપતિએ એ કુંડલાકારે થયેલા શેષનાગના શરીરના ભ્રમને આપના છેલો રૂપાનો ગઢ કર્યો અને તેની ઉપર ક્ષીરસાગરના તટના જળ ઉપર રહેલી ગરૂડની શ્રેણી હોય તેવી સુવર્ણના કાંગરાની શ્રેણી કરી. પછી જેમ અયોધ્યા
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy