SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ સ ૬ ઠ્ઠો કરીશ.’’ એવી રીતે પાતાની બુદ્ધિથી પેાતાનું લિંગ (વેશ) કલ્પી, તેવા વેશ ધારણ કરી મરીચિ સ્વામીની સાથે વિહાર કરવા લાગ્યા. ખચ્ચર જેમ ઘેાડા કે ગધેડા કહેવાય નહી', પણ ખ'નેના અંશથી ઉત્પન્ન થયેલ છે, તેમ મરીચિ મુનિ પણ નહીં અને ગૃહસ્થ પણ નહી', પણ અનેના અશવાળા નવીન વેષધારી થયા. હંસામાં કાક પક્ષીની જેમ મહિષ એમાં વિકૃત વેશવાળા મરીચને જોઈ ઘણા લેાકેા કૌતુકથી તેને ધમ પૂછવા લાગ્યા. તેના ઉત્તરમાં તે મૂળ–ઉત્તર ગુણવાળા સાધુધર્મના જ ઉપદેશ કરતા, અને એમ કહેતાં પાતે એ પ્રમાણે કેમ નથી આચરતા ?” એમ કેાઇ પૂછતું તો તેમાં પેાતાની અશક્તિ જણાવતા. એ પ્રમાણે પ્રતિબોધ આપતાં કોઇ ભવ્ય જીવ દીક્ષા લેવાની ઇચ્છા બતાવે તેા તેને તે પ્રભુની પાસે મેાકલતા હતા અને એનાથી પ્રતિબાધ પામીને આવનારા એ ભવ્ય પ્રાણીઓને નિષ્કારણ ઉપકાર કરવામાં સમાન ભગવાન ઋષભદેવજી પાતે દીક્ષા આપતા હતા. એમ પ્રભુની સાથે વિહાર કરતાં એ મરીચિને એક દિવસ કાષ્ઠના ઘુણાની જેમ મહાઉત્કટ રોગ ઉત્પન્ન થયા. અવલખનથી ભ્રષ્ટ થયેલા કપિની પેઠે વ્રતથી ભ્રષ્ટ થયેલા એ મરીચિની તેના ચૂંથવાળા સાધુઓએ પ્રતિપાલના કરી નહી, એટલે ઇક્ષુને વાડો જેમ રક્ષક વિના ડુક્કરાદિકથી વધારે ખાધા પામે, તેમ ઉપચાર વિના મરિચિને એ રોગ અધિક પીડાકારી થયા. માટા અરણ્યમાં સહાય રહિત પુરુષની જેમ ઘાર રાગમાં પડેલે મરીચિ પાતાના મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યા- ‘અહા ! મારે આ ભવમાં જ કોઇ અશુભ કર્મ ઉદય આવ્યું જણાય છે, જેથી મારા પોતાના સાધુઓ પણ પરની જેમ મારી ઉપેક્ષા કરે છે; પરંતુ ઘુવડ પક્ષી દિવસે જોઇ શકે નહી. તેમાં જેમ પ્રકાશ કરનારા સૂર્યંના દોષ નથી, તેમ મારે વિષે પણ એ અપ્રતિચારી સાધુઓને કાંઇ પણ દોષ નથી; કારણ કે ઉત્તમ કુળવાળા જેમ મ્લેચ્છની સેવા કરે નહીં, તેમ સાવદ્ય કર્માંથી વિરમેલા તે સાધુએ સાવદ્ય કર્મ કરનારા મારી વૈયાવૃત્ય કેમ કરે ? વળી તેએની પાસે મારે વૈયાવૃત્ય કરાવવી એ યુક્ત પણુ નથી; કેમકે તે વ્રતભંગ કરવાથી થયેલા મારા પાપની વૃદ્ધિને માટે થાય તેવી છે. હવે તેા મારા ઉપચારને માટે કેાઇ મારી જેવ મદ ધર્મવાળા પુરુષની શેાધ કરું, કારણ કે મૃગની સાથે મૃગ જ યુક્ત છે.' એવી રીતે વિચાર કરતાં કેટલેક કાળે મરીચિ રગનિ ક્ત થયા. ખારી જમીન પણ કાઈ કાળે સ્વયમેવ સારી થઈ જાય છે. અન્યદા મહાત્મા ઋષભવામી વિશ્વના ઉપકાર કરવામાં વર્ષાઋતુના મેઘ સમાન દેશના આપતા હતા ત્યાં કપિલ નામે કોઈ દુર્ભાગ્ય રાજપુત્રે આવીને ધમ સાંભળ્યે ચક્રવાકને ચાંદનીની જેમ, ઘુવડને દિવસની જેમ, ક્ષીણ ભાગ્યવાળા રાગીને ઔષધની જેમ, વાયુ રોગવાળાને શીતળ પદાર્થની જેમ અને બકરાને મેઘની જેમ તેને પ્રભુના કહેલા ધ રચ્યા નહી', તેથી બીજા પ્રકારના ધર્મને સાંભળવાની ઈચ્છાવાળા એ કપિલે આમતેમ ષ્ટિ ફેરવી, એટલે સ્વામીના શિષ્યેામાં વિલક્ષણ વેશવાળા મરીચિને તેણે જોયા. એટલે ખરીદ કરનારના ખળક જેમ મોટી દુકાન પરથી નાની દુકાને જાય, તેમ ખીજા ધર્મને સાંભળવાની ઈચ્છાવાળા કપિલ સ્વામીની પાસેથી ઉડ્ડી મરીચિની આગળ આવ્યા. તેણે મરીચિને ધ માગ પૂછયે એટલે તેણે કહ્યું–અમારી પાસે ધર્મ નથી, જો ધર્મના અર્થી હા તેા સ્વામીના જ આશ્રય કરો.' મરીચિનાં એવાં વચન સાંભળી કપિલ પાછા પ્રભુની પાસે આવ્યા અને અગાઉ પ્રમાણે દેશના સાંભળવા લાગ્યા. તેના ગયા પછી મરીચિએ વિચાયુ –અહે ! સ્વક દૂષિત એવા આ પુરુષને સ્વામિના ધર્માં રૂા નહીં! ગરીબ ચાતકને સપૂર્ણ સાવરથી પણ શું થાય?’
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy