SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સ છો. હવે ભગવાન ઋષભસ્વામીના શિષ્ય પોતાના નામની જેમ એકાદશ અંગને ભણનારા, સાધુગુણે સહિત, સ્વભાવથી સુકુમાર અને હસ્તિપતિની સાથે કલભની જેમ નિર'તર સ્વામી સાથે વિચરનાર ભરતપુત્ર મરીચિ ગ્રીષ્મૠતુમાં સ્વામીની સાથે વિહાર કરતા હતા એક દિવસ મધ્યાહ્ન સમય હાવાથી જાણે લુહારાએ ધમેલી હોય તેમ ચાતરફ માર્ગની રજ સૂર્યનાં કિરણથી તપી ગઇ હતી અને જાણે અદૃશ્ય થયેલી અગ્નિની જવાળાએ હોય તેવા ઘણા ઉષ્ણુ વટાળીઆથી સર્વ માર્ગ ખીલાઈ ગયા હતા. તે સમયે અગ્નિથી તપેલા જરા આ ઇંધણાની જેમ મસ્તકથી તે ચરણ સુધી તેના દેહ પસીનાની ધારાથી ભરપૂર થઇ ગયા હતા. જળથી છાંટેલા શુષ્ક ચ`ના ગધની પેઠે પસીનાથી આદ્ર થયેલાં વસ્ત્રાને લીધે તેના અંગ ઉપરના મળનો દુઃસહ ગંધ છૂટતા હતેા. તેના ચરણુ ખળતા હતા તેથી તપેલા ભાગમાં રહેલા નકુળની જેવી સ્થિતિ તે બતાવતા હતા અને ગરમીને લીધે તે તૃષાક્રાંત થયા હતા. એ પ્રસ`ગે અકળાઇને મરીચિ મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યા-અહા ! કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપી સૂર્યચંદ્રવર્ડ મેરુપર્યંત સમાન અને ત્રણ જગતના ગુરુ એવા ઋષભસ્વામીના હું પૌત્ર છું, તેમજ અખંડ ખંડ સહિત મહીમડળના ઇંદ્ર અને વિવેકના અદ્વિતીય નિધિરૂપ ભરતરાજાના હું પુત્ર છું. વળી ચતુર્વિધ સંઘની સમક્ષ ઋષભસ્વામીના પાસે પંચમહાવ્રતના ઉચ્ચારણપૂર્વક મે' દીક્ષા લીધી છે, તેથી રણમાંથી વીરપુરુષને ભાગી જવું જેમ યુક્ત નથી; તેમ આ સ્થાનથી ગલિત થઇ લજજાવડે મારે ઘરે જવુ તે યુક્ત નથી; પર`તુ મોટા પર્વતની પેઠે દુહ એવા આ ચારિત્રરૂપી ભારને એક મુહૂત માત્ર પણ વહન કરવાને હું સમર્થ નથી-મારાથી ચારિત્રવ્રત પાળવુ મુશ્કેલ છે અને તે છેાડીને ઘેર જતાં કુળની મલિનતા થાય છે; તેથી એક તરફ નદી અને બીજી તરફ સિ ́હ જેવા ન્યાયમાં હું આવી પડ્યો છુ. પણ અહા ! મેં જાણ્યું કે પર્વત ઉપર જેમ કેડીના માર્ગ હાય તેમ આ વિષમ માર્ગમાં પણ એક સુષમ માર્ગ છે. તે આ પ્રમાણે : “ આ સાધુએ મનદંડ, વચનદંડ અને કાયદંડને જીતનારા છે અને હું તે તેથી જીતાયેલા છું માટે હુ ત્રિડી થઈશ. એ શ્રમણા કેશને લાચ અને ઇન્દ્રિયાના જય કરી મુંડ થઈને રહે છે અને હું ક્ષૌરથી મુંડન કરાવી શિખાધારી થઇશ, એએ સ્થૂલ અને સૂક્ષ્મ પ્રાણીઓના વધાદિકથી વિરત થયેલા છે અને હું ફક્ત સ્થૂલ પ્રાણીએને વધ કરવાથી વિરત થઇશ. એ મુનિએ કિચન થઈને રહે છે અને હુ સુવ મુદ્રાદિક રાખીશ. એ ઋષિઓએ ઉપાનના ત્યાગ કરેલા છે અને હું ઉપાનને ધારણ કરીશ. એએ અઢાર હજાર શીલના અ`ગા યુક્ત શિયળવડે અતિ સુગંધી છે અને હું તેથી રહિત હાવાને લીધે દુધવાળા છું, તેથી ચંદનાદિકને ગ્રહણ કરીશ. એ શ્રમણા માહ રહિંત છે અને હું માહથી આવૃત્ત છું, તેથી તેના ચિહ્નરૂપ છત્રને મસ્તક ઉપર ધારણ કરીશ. એ નિ:કષાય હાવાથી શ્વેત વસ્ત્રને ધરનારા છે અને હુ કષાયથી કલુષ હેાવાને લીધે તેની સ્મૃતિને માટે કષાયલાં વસ્ત્ર ધારણ કરીશ. એ મુનિઓએ પાપથી ભય પામી ઘણા જીવવાળા ચિત્ત જળના ત્યાગ કર્યા છે, પણ હું તે પરિમિત જળથી સ્નાન અને પાન
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy