SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ૧૬૯ મૃત્યુ પમાડવા સુધીનો વિગ્રહ થાય છે ? આ મારે છ બંધુ જે નહીં જીવે તે પછી મારે પણ જીવવાથી સયું.” એવી રીતે ચિંતવતો અને નેત્રાવ્યુજળથી તેને સિંચન કરતો બાહુબલિ પોતાના ઉત્તરીયવસ્ત્રને પંખારૂપ કરી ભરતરાચને પવન નાંખવા લાગ્યા. આખરે બંધુ તે બંધુ જ છે. ક્ષણવારે સંજ્ઞા પ્રાપ્ત થતાં જાણે સૂઈને ઊઠયા હોય તેમ ચક્રવર્તી બેઠા થયા, એટલે દાસની પેઠે આગળ ઉભેલા બાહુબલિ તેના જેવામાં આવ્યા. તે વખતે બંને બાંધવે નીચું મુખ કરીને રહ્યા. અહો ! મેટા પુરુષોને જય અને પરાજ્ય એ બંને લજ્જાને માટે થાય છે ! પછી ચક્રવત્ત જરા પાછા હઠડ્યા, કેમકે યુદ્ધની ઇચ્છાવાળા પુરુષનું એ લક્ષણ છે. બાહુબલિએ વિચાર્યું કે “ અદ્યાપિ આર્યભરત કોઈ પ્રકારનું યુદ્ધ કરવાને ઇચ્છે છે, કારણ કે માની પુરુષ જીવે ત્યાં સુધી જરા પણ માને મૂક્તા નથી, પરંતુ ભ્રાતૃહત્યાથી મને મોટે અવર્ણવાદ પ્રાપ્ત થશે તે જન્માંતે પણ વિરામ પામશે નહીં.” એમ બાહુબલિ ચિંતવે છે તેવામાં યમરાજની જેમ ચક્રવત્તએ દંડ ગ્રહણ કર્યો. ચૂલિકાથી જમ પર્વત શોભે અને છાયામાર્ગથી જેમ આકાશ શોભે તેમ ઉગામેલા દંડથી ચક્રવત્તી શેભવા લાગ્યા. ધૂમ્રકેતુના ભ્રમને કરાવતા એ દંડને ભરતરાજાએ ક્ષણવાર આકાશમાં ભમાડ્યો અને પછી યુવાન સિંહ જેમ પોતાના પુચ્છને પૃથ્વી ઉપર પછાડે તેમ તેણે તે દંડવડે બાહુબલિના મસ્તક ઉપર પ્રહાર કર્યો. સહ્યાદ્રિ પર્વત સાથે મહાસમુદ્રની વેલા અથડાવાથી શબ્દ થાય તેમ તે દંડના ઘાતથી મોટે ધ્વનિ ઉત્પન્ન થયે. એરણ ઉપર રહેલા લોઢાને જેમ લોઢાને ઘણું ચૂર્ણ કરે, તેમ તે પ્રહારથી બાહુબલિના મસ્તકનો મુગટ ચૂર્ણ થયે અને પવને હલાવેલા વૃક્ષના અગ્રભાગથી પુષ્પ ખરી પડે તેમ તે મુગટના રત્નખંડ પૃથ્વી ઉપર ખરી પડયા. તે પ્રહારથી ક્ષણવાર બાહુબલિનાં નેત્ર મીંચાઈ ગયાં. અને તેના ઘેર નિર્દોષથી લેકસમૂહ પણ તે થઈ ગયે, પછી નેત્ર ઉઘાડીને બાહુબલિએ સંગ્રામના હાથીની પેઠે લેઢાને ઉદંડ દંડ ગ્રહણ કર્યો. તે વખતે “આ શું મને પાડી નાખશે ?' એવી શંકા આકાશને અને “આ શું મને ઉખેડી નાંખશે ?” એવી શંકા પૃથ્વીને થવા લાગી. પર્વતના અગ્રભાગના રાફડામાં રહેલા સર્પોની જેમ બાહુબલિની મુષ્ટિમાં તે વિશાળ દંડ શુભ હતો દૂરથી યમરાજને બોલાવવાનું જાણે સંજ્ઞા વસ્ત્ર (વાવટો ) હોય તેવા લેહદંડને તે ભમાવવા લાગ્યા. લાકડીથી બીજાનૂની પેઠે તે દંડથી બહલીપતિએ ચક્રીને હૃદય ઉપર નિર્દયપણે ઘા કર્યો. ચકીનું બખ્તર જે કે ઘણું મજબૂત હતું, તો પણ તે પ્રહારથી માટીના ઘડાની પેઠે ચૂરેચૂરા થઈ ગયું. બખ્તર રહિત થયેલા ચક્રી વાદળરહિત સૂર્યની જેવા અને ધૂમાડા વિનાના અગ્નિ જેવા જણાવા લાગ્યા. સાતમી મદાવસ્થાને પ્રાપ્ત થયેલા હસ્તીની જેમ ભરતરાજા ક્ષણવાર વિહ્વળ થઈને કાંઈ પણ ચિંતવી નહીં'. થોડીવારે સાવધ થઈ પ્રિય મિત્રની જેમ બાહુના પરાક્રમને અવલંબી, ફરીથી દંડ ઉગામી તેઓ બાહુબલિ તરફ દેડડ્યા. દાંતવડે હોઠ પીસીને અને ભ્રકુટી ચઢાવીને ભયંકર થયેલા ભરતરાયે વડવાનળ અગ્નિના આવર્તની જેમ દંડને ઘણે ભમાવ્યું અને કલ્પાંતકાળને મેઘ વિદ્યદંડથી પર્વતને તાડન કરે તેમ બાહુબલિના મસ્તકમાં તાડન કર્યો લેઢાની એરણમાં વમણિની જેમ તે ઘાથી બાહુબલિ જાનું સુધી પૃથ્વીમાં ખેંચી ગયા. જાણે પોતાના અપરાધથી ભય પામ્યા હોય તે તે ચક્રીને દંડ વજસાર જેવા બાહુબલિ ઉપર પ્રહાર કરીને વિશીર્ણ થઈ ગયા. જાનુ સુધી પૃથ્વીમાં મગ્ન થયેલા તે, પૃથ્વીમાં અવગાઢ થયેલા પર્વતની જેવા અને પૃથ્વીની બહાર નીકળવાને અવશેષ રહેલા શેષનાગની ૨૨
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy