SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ સર્ગ ૫ મે પલાયમાન થઈ ગયા અને બંને સેનામાં તે વખતે હાહાકાર થઈ રહ્યો; કારણ કે મોટા પુરુષોને આપત્તિ આવતાં કોને દુ:ખ ન થાય ? તે વખતે બાહુબલિ ચિંતા કરવા લાગ્યા કે “અરે! મારા બળને ધિક્કાર છે, મારા બાહુને ધિક્કાર છે, સહસા કામ કરનારા એવા મને ધિક્કાર છે, અને આવા કૃત્યની ઉપેક્ષા કરનારા બંને રાજ્યના મંત્રીઓને પણ ધિક્કાર છે; અથવા આવી નિંદા કરવાની હાલ શી જરૂર છે? હમણું તે જ્યાં સુધીમાં આ મારે અગ્રબંધુ પૃથ્વીપીઠ ઉપર પડીને કણકણ વિશીર્ણ થઈ ન જાય ત્યાંસુધીમાં આકાશમાંથી પડતાં તેને હુ ઝીલી લઉં. એમ વિચારી તેણે પોતાની બંને ભુજા પસારી, તેને નીચે શસ્યારૂપ કરી. ઊર્ધ્વબાહ કરીને રહેલા વ્રતપુરુષની જેમ ઊંચા હાથ કરીને રહેલા બાહુબલિ, ક્ષણવાર સૂર્ય સન્મુખ જોઈ રહેનાર તપસ્વીની પેઠે ભારતની સન્મુખ જોઈ રહ્યા. જાણે ઉડવાને ઇચ્છતા હોય તેમ પગના અગ્રભાગ ઉપર ઊભા રહીને તેણે કંદુકની લીલાવત્ ઉપરથી પડતા ભરતરાજાને ઝીલી લીધા. તે વખતે બન્ને સેનાને ઉત્સર્ગ અને અપવાદ માર્ગની જેમ ચક્રીન ઊંચે ઉછળવાથી ખેદ અને તેમના રક્ષણથી હર્ષ થયા. ભાઈનું રક્ષણ કરવાથી જણાઈ આવેલા ઋષભદેવજીના નાના પુત્રના વિવેકથી લોકે વિદ્યા, શીલ અને ગુણની જેમ તેના પરાક્રમને પણ વખાણવા લાગ્યા અને દેવતાઓ ઉપરથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. એવા વીરવ્રતને ધારણ કરનારા પુરુષને તેથી પણ શું ? તે વખતે ધૂમ્ર અને જવાળાવડે જેમ અગ્નિ જેડાય તેમ ભરતરાજા તે બનાવથી ખેદ અને કપથી જોડાઈ ગયા. તે સમયે લજજાથી પોતાનું મુખ નમ્ર કરી, મોટા ભાઈનું વૈલયાપણું હરવા માટે બાહુબલિ ગદ્દગદાક્ષરે બોલ્યા- હે ભરતપતિ ! હે મહાવીર્ય ! હે મહાભુજ ! તમે ખેદ ન કરે. કદાચિત્ દેવગે વિજયી પુરુષને પણ કઈ વિજય કરે છે, પરંતુ આટલાથી મેં તમને જીત્યા નથી અને હું વિજયી પણ નથી. આ મારો વિજય હુ ઘુણાક્ષરન્યાયવત્ માનું છું. હે ભુવનેશ્વર ! હજુ સુધી તમે એક જ વાર છો; કેમકે દેવતાઓએ મંથન કર્યા છતા પણ સમુદ્ર તે સમુદ્ર જ કહેવાય છે, તે કાંઈ વાપિકા થઈ જાય નહીં. હે પખંડ ભરતપતિ ! ફાળથી ભ્રષ્ટ થયેલા વાઘની જેમ તમે થોભાઈ કેમ રહ્યા છો ? પોતાના રણકમને માટે તૈયાર થાઓ.” - ભરતે કહ્યું:–“આ મારે ભુજદંડ મુષ્ટિને તૈયાર કરી પોતાના દોષનું માર્જન કરશે.” એમ કહી ફણીધર ફણાને ઉપાડે તેમ મુષ્ટિ ઉપાડી કેપથી તામ્ર નેત્ર કરી ચક્રવત્તએ તત્કાળ બાહુબલિ સામે દોટ મૂકી અને જેમ હાથી પોતાના દાંત વડે દરવાજાના કમાડને પ્રહાર કરે તેમ તે મુષ્ટિવડે બાહુબલિની છાતીમાં પ્રહાર કર્યો. અસત્ પાત્રમાં દાનની જેમ, બધિર પુરુષને કર્ણજાપની જેમ, ચાડી આના સત્કારની જેમ, ખારી જમીનમાં મેઘવૃષ્ટિની જેમ, અરણ્યમાં સંગીતની જેમ અને બરફસમૂહમાં અગ્નિની જેમ, બાહુબલિની છાતીમાં કરેલ તે મુષ્ટિપ્રહાર વ્યર્થ થયે. ત્યારપછી “આ શું અમારી ઉપર ક્રોધ પામે છે ?' એવી આશંકાવડે દેવતાઓએ જોયેલ સુનંદા પુત્ર મુષ્ટિ ઉપાડી ભારતની સામે ચાલ્યો અને મહાવત જેમ અંકુશવડે હાથીના કુંભસ્થળમાં પ્રહાર કરે, તેમ તે મુષ્ટિથી તેણે ચક્રીના ઉરસ્થળમાં પ્રહાર કર્યો. હાથી પર્વતની જેમ તે પ્રહારથી વિહ્વળ થઈ ભરતપતિ મૂરછ પામી પૃથ્વી ઉપર પડી ગયા. પતિના પડવાથી કુલાંગનાની જેમ તેમના પડવાથી ભૂમી કંપાયમાન થઈ અને બાંધવના પડવાથી બાંધવની જેમ પર્વતે ચલાયમાન થયા. પિતાના મોટા ભાઈને એવી રીતે મૂર્શિત થયેલા જોઈ બાહુબલિ મનમાં ચિંતવન કસ્વા લાગ્યાક્ષત્રિીઓને વીરવ્રતના આગ્રહમાં આ શું કુસ્વભાવ હશે કે જેથી પોતાના ભ્રાતાને પણ
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy