SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ સ ૫ મા જેવા શે।ભવા લાગ્યા. જાણે મોટા ભાઇના પરાક્રમથી અંતઃકરણમાં ચમત્કાર પામ્યા હોય તેમ તે ઘાતની વેદનાથી બાહુબલિ મસ્તક ધુણાવવા લાગ્યા અને આત્મારામ યાગીની પેઠે ક્ષણવાર તેણે કાંઈ પણ સાંભળ્યુ નહીં. પછી સરિતાના તટના સુકાઈ ગયેલ કાદવમાંથી જેમ હાથી નીકળે તેમ સુન...દાનાં પુત્ર તરતજ પૃથ્વીમાંથી બહાર નીકળ્યા અને લાક્ષારસની જેમ દૃષ્ટિપાતથી જાણું તર્જના કરતા હોય તેમ તે અમર્ષાગ્રણી પોતાના ભુજદ’ડને અને દંડને જોવા લાગ્યા. પછી તક્ષશિલાપતિ બાહુબલિ તક્ષક નાગની જેવા દુઃ પ્રેક્ષ્ય દડને એક હાથ વડે ભમાવવા લાગ્યા. અતિ વેગથી તેણે ભમાવેલા તે દંડ રાધાવેધમાં ફરતા ચક્રની શાભાને ધારણ કરતા હતા. કલ્પાંતકાળના સમુદ્રના આવર્તમાં ભ્રમણ કરતા મત્સ્યાવતારી કૃષ્ણની જેમ ભ્રમણ કરતા તે ઇડને જોઇ, જોનારા લોકોનાં ચક્ષુને પણ ભ્રમ થઈ જતા હતા. સૈન્યના સર્વ લોક અને દેવતાએ તે વખતે શંકા કરવા લાગ્યા કે બાહુખલિના હાથમાંથી દંડ પડતાં જો તે ઉડી જશે તા સૂર્યને કાંસાના પાત્રની પેઠે ફાડી નાંખશે, ચંદ્રમ'ડળને ભારડ પક્ષીના ઇંડાની જેમ ચૂર્ણ કરી નાંખશે, તારાગણેાને આમળાના ફળની પેઠે પાડી નાંખશે, વૈમાનિક દેવતાના વિમાનોને પક્ષીના માળાની પેઠે ઉડાડી દેશે, પર્યંતનાં શિખરોને રાફડાની જેમ ભાંગી નાંખશે, મેટાં વૃક્ષેાને નાની કુંજના તૃણુસમૂહની જેમ પેષણ કરી નાંખશે અને પૃથ્વીને કાચી માટીના ગાળાની પેઠે ભેદી નાંખશે.’ આવી શકાથી સર્વે એ જોયેલા તે દડ તેણે ચક્રીના મસ્તક ઉપર માર્યા, તે મોટા દડાઘાતથી ચક્રવતી, મુગળે ઠોકેલા ખીલાની જેમ પૃથ્વીમાં કંઠ સુધી પેસી ગયા અને તે સાથે તેના સૈનિકે પણ ‘જાણે અમારા સ્વામીને આપેલ વિવર અમને આપો એમ ચાચતા હોય ' તેમ ખેદ પામી પૃથ્વી ઉપર પડયા. રાહુએ ત્રસેલા સૂર્યની જેમ ચક્રી ભૂમિમગ્ન થયા ત્યારે આકાશમાં દેવતાઓના અને પૃથ્વી ઉપર મનુષ્યના માટા કાલાહલ થયા. જેનાં નેત્ર મીચાઇ ગયાં છે અને મુખ શ્યામ થઈ ગયું છે એવા ભરતપતિ જાણે લજ્જા પામ્યા હોય તેમ ક્ષણવાર પૃથ્વીની અંદર સ્થિર રહ્યા અને પછી તરતજ રાત્રિને અંતે સૂર્ય જેમ તીવ્ર અને દેદીપ્યમાન થઈ બહાર નીકળે તેમ તેઓ પૃથ્વીમાંથી બહાર નીકળ્યા. તે સમયે ચક્રીએ વિચાર્યું કે ‘ અંધ શ્રુગટીએ જેમ સર્વ પ્રકારની ધૃતક્રીડામાં પરાજિત થાય. તેમ આ બાહુબલિએ મને સર્વ પ્રકારના યુદ્ધમાં પરાજિત કર્યા છે, તેથી ગાયે ભક્ષણ કરેલ ધ્રો અને ઘાસ વિગેરે જેમ ધરૂપે દોનારના ઉપયાગમાં આવે છે; તેમ મારું સાધેલું આ ભરતક્ષેત્ર શુ બાહુબલિના ઉપયોગને માટે થશે ? એક મ્યાનમાં એ તલવારની જેમ આ ભરતક્ષેત્રમાં સમકાળે બે ચક્રવર્તી આ કયારે પણ જોયા નથી અને સાંભળ્યા પણ નથી; ખરશૃંગની પેઠે દેવતાઓથી ઈંદ્ર છતાય અને રાજાએથી ચક્રવતી જીતાય એવું પૂર્વે કાઇવાર સાંભળ્યું નથી; ત્યારે શું બાહુબલિએ જીતેલા હું પૃથ્વીમાં ચક્રવતી નહી થાઉ અને મારાથી નહીં જીતાયેલા અને વિશ્વથી પણ ન જીતી શકાય એવા તે ચક્રવતી થશે?' એવી રીતે ચિ'તા કરનાર ચક્રીના હાથમાં ચિંતામણિની જેવા યક્ષરાજાઓએ ચક્ર આરોપણ કર્યું. તેના પ્રત્યયથી પોતાને વિષે ચક્રીપણું માનનારા ચક્રવત્તી વટાળીએ જેમ કમળની રજને આકાશમાં ભમાવે તેમ ચક્રને આકાશમાં ભમાવવા લાગ્યા. જવાળાઓની જાળથી વિકરાળ એવું તે ચક્ર જાણે અકાળે કાળાગ્નિ હોય, જાણે બીજો વડવાનળ હોય, જાણે અકસ્માત વાનળ હોય, જાણે ઊંચા ઉલ્કાપુ જ હાય, જાણે પડતુ રિવિખ’બ હોય અને જાણે વીજળીના ગાળા ભમતા હાય તેવું જણાવા લાગ્યું. ચક્રવર્તીએ પ્રહારને માટે ભમાવેલું તે ચક્ર જોઇને મનસ્વી બાહુબલિ પેાતાના મનમાં વિચારવા લાગ્યા
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy