SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ પર્વ ૧ લું સિંહનાદ કર્યા. તેમ કરતાં કરતાં અનુક્રમે હાથીની શુંઢની જેમ અને સર્પના શરીરની જેમ ભરતરાજાના સિંહનાદન શબ્દ જૂન થતું ગયે અને નદીને પ્રવાહની પેઠે તેમજ સજજનના સ્નેહની પિઠે બાહુબલિનો સિંહનાદ અધિક અધિક વધતો ગયો. એવી રીતે શાસ્ત્ર સંબંધી વાગ્યુદ્ધમાં પણ વાદી જેમ પ્રતિવાદીને જીતે, તેમ વીર બાહુબલિએ ભરતરાજાને જીતી લીધા. પછી બહયુદ્ધને માટે એ બંને બાંધવે બદ્ધકક્ષ હાથીઓની જેમ બદ્ધપરિકર થયા. તે વખતે ઉછળેલા સમુદ્રની જેમ ગર્જના કરતે બાહુબલિનો સુવર્ણની છડીને ધારણ કરનારે મુખ્ય પ્રતિહાર બોલ્યો– “હે પૃથ્વી ! વજના ખીલા જેવા પર્વતોને અવલંબન કરી અને સર્વ બળને આશ્રય કરી તું સ્થિર થા. હે નાગરાજ ! તરફથી પવનને ગ્રહણ કરીને તેમજ તેનું રૂંધન કરીને પર્વતની જેમ દઢ થઈ તમે પૃથ્વીને ધારણ કરે. હે મહાવરાહ ! સમુદ્રના કાદવમાં આળેટી પૂર્વશ્રમને દૂર કરી પુન: તાજે થઈ પૃથ્વીને ઉત્કંગમાં રાખ. હે કૃમ ! તારા વિજાની જેવા અંગને ચોતરફથી સંકેચી, પૃષ્ઠ દઢ કરી પૃથ્વીને વહન કર. હે દિગ્ગજો ! પૂર્વની જેમ પ્રમાદથી અથવા મદથી નિદ્રાને ન ધારણ કરતાં સર્વ રીતે સાવધાન થઈને વસુધાને ધારણ કરે. કારણ કે આ વાસાર બાહુબલિ વજસાર બાહુવડે ચક્રીની સાથે મલ્લયુદ્ધ કરવાને ઊઠે છે.” પછી તત્કાળ વીજળીના પાતથી તાડિત થયેલા પર્વતના શબ્દની જેવા એ બંને મહામલે પરસ્પર પોતાના હાથનો આસ્ફાટ કરવા લાગ્યા. લીલાથી પદન્યાસ કરતા અને કુંડળને ચલિત કરતા તેઓ સામસામા ચાલવા લાગ્યા. તે વખતે જાણે ધાતકીખંડથી આવેલ બંને બાજુ સૂર્ય-ચંદ્રવાળા બે ક્ષુદ્રમે હોય તેવા તેઓ જણાવા લાગ્યા. બે બળવાન્ હસ્તીઓએ મદમાં આવી પોતાના દાંતને સામસામા ભટકાવે, તેમ તેઓ બંને પોતાના હાથ પરસ્પર ભટકાવવા લાગ્યા. ક્ષણવાર જોડાઈ જતા અને ક્ષણવાર જુદા પડતા તે બંને વીર જાણે ઉદંડ પવને પ્રેરેલા બે મોટા વૃક્ષે હોય તેવા હતા. દુર્દિનમાં ઉન્મત્ત થયેલા સમુદ્રની જેમ તેઓ ક્ષણવારમાં ઊછળતા હતા અને ક્ષણવારમાં નીચે પડતા હતા. જાણે નેહથી હોય તેમ ક્રોધથી દોડીને તે બંને મહાભુજ અંગે અંગથી એક બીજાને દબાવીને આલિંગન કરતા હતા અને કર્મને વશથી પ્રાણીની જેમ યુદ્ધવિજ્ઞાનને વશ થઈને તેઓ કોઈ વખત નીચા અને કઈ વખત ઊચા જતા હતા. જળમાં રહેલા સંસ્યની પેઠે વેગથી વારંવાર પરિવર્તન થયા કરવાથી તેઓને જોનારા લોકે આ નીચે કે આ ઊંચે એમ જાણી શકતા નહોતા. મોટા સર્ષની જેમ તેઓ એક બીજાને બંધનરૂપ થઈ જતા હતા અને ચપળ વાનરની જેમ પાછા તત્કાળ છૂટા પડી જતા હતા. વારંવાર પૃથ્વી ઉપર આળટવાથી તે બંને ધૂલિધુસર થઈ ગયા, તેથી જાણે ધૂલિમરવાળા હસ્તી હોય તેવા જણાતા હતા. ચાલતા પર્વતની જેવા તેઓનો ભાર સહન ન કરી શકવાથી, પૃથ્વી તેમના ચરણઘાતકના અવાજના મિષથી જાણે રાડો પાડતી હોય તેવી જણાતી હતી. છેવટે ક્રોધ પામેલા અને તીવ્ર પરાક્રમવાળી બાહુબલિએ, શરભ જેમ હાથીને ગ્રહણ કરે તેમ પિતાના હાથથી ચક્રીને ગ્રહણ કર્યા અને હાથી શુંટવડે પશુને ઉડાડે તેમ તેને આકાશમાં ઉડાડયા. અહે ! બળવંતેમાં પણ બળવંતને સગ (ઉત્પત્તિ) નિરવધિ છે, ધનુષથી બાણની જેમ અને યંત્રથી છડેલા પાષણની જેમ ભરતરાજા ગગનમાગે ઘણે દૂર ગયા. ઈ મૂકેલા વજની જેમ ત્યાંથી નીચે પડતા ચક્રીથી ભય પામીને સંચામદશ સર્વ ખેચર
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy