SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ સર્ગ ૫ મે રહેલા સૂર્ય, ચંદ્રની જેવા તેઓ શોભતા હતા. ધ્યાન કરનાર યેગીઓની જેમ ઘણું વખત સુધી નિશ્ચળ લોચન કરીને બંને વીર સ્થિર રહ્યા. છેવટે સૂર્યનાં કિરણોથી આક્રાંત થયેલા નીલકમલની પેઠે ઋષભસ્વામીના જ્યેષ્ઠ પુત્ર ભરતનાં નેત્ર મીંચાઈ ગયાં અને છ ખંડ ભરતને જય કરવાથી થયેલી મોટી કીર્તિ મહારાજા ભરતનાં નેત્રોએ પાણી મૂકવાની પેઠે અશજળના મિષથી મૂકી દીધી હોય તેમ જણાયું. પ્રાત:કાળે વૃક્ષો ધ્રુજે તેમ મસ્તક ધુણાવતા દેવતાઓએ તે વખતે બાહુબલિ ઉપર પુષ્પવૃષ્ટિ કરી. સૂર્યોદય વખતે પક્ષીઓની પેઠે, બાહુબલિને વિજય થવાથી સમજશાદિ વીરોએ મેટા હર્ષથી કોલાહલ કર્યો. કીર્તિ રૂપી નર્તકીએ જાણે નૃત્યનો આરંભ કર્યો હોય તેમ ઉદ્યત થયેલા બાહુબલિના સૈનિકોએ જયવાજીંત્ર વગાડયાં. ભરતરાયના સુભટો જાણે મૂચ્છ પામ્યા હોય, જાણે સૂતા હોય અથવા જાણે ગાતુર હોય તેમ મંદ પરાક્રમી થયા. અંધકાર અને પ્રકાશવાળા મેપર્વતના બંને પાસાની જેમ બંને સિન્યો ખેદ અને હર્ષથી યુક્ત થયા. તે સમયે બાહુબલિએ ચક્રીને કહ્યું-હું કાતાલીય ન્યાયની પેઠે જ છું એમ ન બેલશે; જે તમારા મનમાં એમ હોય તે વાણીથી પણ યુદ્ધ કરે.” બાહુબલિનું એવું કથન સાંભળી પગથી ચંપાયેલા સપની પેઠે અમર્ષયુક્ત થયેલા ચક્રીએ કહ્યું-“એ રીતે પણ ભલે તમે જીતવાળા થાઓ !” પછી ઈશાન ઈંદ્રને વૃષભ નાદ કરે, સૌધર્મ ઈંદ્રને હસ્તી ગર્જના કરે અને મેઘ જેમ સ્વનિત શબ્દ કરે, તેમ ભરતરાજાએ મેટ સિંહનાદ કર્યો. મોટી નદીના બંને બાજુના તટમાં જળના પૂરની જેમ તે સિંહનાદ આકાશમાં ચોતરફ વ્યાપી ગયે અને જાણે યુદ્ધ જેવા આવેલા દેવતાઓના વિમાનને પાડતે હોય, આકાશમાંથી ગ્રહ, નક્ષત્ર અને તારાને જાણે બ્રશ કરતે હોય, કુળપર્વતનાં ઊંચાં શિખરોને ચલાયમાન કરતો હોય અને જળરાશિના જળને જાણે ઉછાળતા હોય તેવા તે નાદ જણાવા લાગ્યું. તે સિંહનાદ સાંભળવાથી દુષ્ટ બુદ્ધિવાળા પુરુષે ગુરુની આજ્ઞા ન માને તેમ રથના ઘોડાઓ રાશને પણ ન ગણવા લાગ્યા; પિશન લેક સદ્દવાણીને ન માને તેમ હસ્તીઓ અંકુશને ન માનવા લાગ્યા; કફ રોગવાળ કડવા પદાર્થોને ન જાણે તેમ ઘેડાઓ લગામને ન જાણુવા લાગ્યા; વિટપુરુષે લજજાને ગણે નહીં તેમ ઉટે નાસિકાની નાથને ગણવા લાગ્યા નહીં અને ભૂતાવિષ્ટની જેમ ખચ્ચરે પોતાની ઉપર પડતા ચાબખાઓના પ્રહારને પણ માનવા લાગ્યા નહીં. એ પ્રમાણે ભારતચક્રીએ કરેલા સિંહનાદથી ત્રાસ પામીને કઈ સ્થિર રહી શકયું નહીં. તે પછી બાહુબલિએ ઘણે ભયંકર સિંહનાદ કર્યો. તે અવાજ સાંભળીને સર્પો, નીચે ઉતરતા ગરડની પાંખના અવાજની બુદ્ધિથી પાતાળમાંથી પણ પાતાળમાં પેસી જવાને ઇચ્છતા હોય તેવા થઈ ગયા. સમુદ્રની મધ્યમાં રહેલા જળજંતુઓ તે સિંહનાદ સાંભળવાથી સમુદ્રમાં પ્રવેશ થએલા મંદરાચલના મંથન શબ્દની શંકાથી ત્રાસ પામવા લાગ્યા. કુળપર્વતે તેને સાંભળીને વારંવાર ઇદ્ર મૂકેલા વજીના શબ્દના ભ્રમથી પિતાના ક્ષયની આશંકા કરીને કંપવા લાગ્યા. મૃત્યુલેકવાસી સર્વ મનુષ્ય તે શબ્દ સાંભળી, કલ્પાંત કાળે પુષ્કરાવૉ મૂકેલા વિદ્યુતધ્વનિના ભ્રમથી પૃથ્વી ઉપર આમતેમ આળોટવા લાગ્યા. અને દેવતાઓ દુઃશ્રવ શબ્દ સાંભળી અકાળે પ્રાપ્ત થએલા દૈત્યોના ઉપદ્રવ સંબંધી કેલાહલના ભ્રમથી આકુળવ્યાકુળ થવા લાગ્યા. એ દુઃશ્રવ સિંહનાદ જાણે લેકનાલિકાની સાથે સ્પર્ધા કરતું હોય તેમ અધિક અધિક વધવા લાગ્યો. બાહુબલિને સિંહનાદ સાંભળીને ભરતરાજાએ ફરીથી મૃગલીની જેમ દેવતાઓની સ્ત્રીઓને ત્રાસ પમાડનારે સિંહનાદ કર્યો. જાણે મધ્યલેકને ક્રીડાવડે ભય કરનારા હોય તેમ ચકી અને બાહુબલિએ અનુક્રમે
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy