SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ૧૫૯ સ્પર્શથી જેમ લેતું સુવર્ણ બની જાય તેમ તમારે આશ્રય કરનાર પ્રાણી ભારેકમી હોય તે પણ સિદ્ધિપદને પામે છે. તે સ્વામિન્ ! તમારું ધ્યાન કરનાર, તમારી સ્તુતિ કરનાર અને તમારું પૂજન કરનાર પ્રાણીઓ જ પિતાનાં મન, વચન અને કાયાનું ફળ પ્રાપ્ત કરે છે અને તેઓ જ ધન્ય છે. હે પ્રભો ! પૃથ્વીમાં વિહાર કરતાં ભૂમિ પર પડેલા એવી તમારી ચરણરેણુઓ, પુરુષના પાપરૂપી વૃક્ષને ઉમૂલન કરવામાં હાથીઓની માફક આચરણ કરે છે. હે નાથ ! સ્વાભાવિક મેહે કરીને જન્માંધ થયેલા સંસારી પ્રાણીઓને વિવેકરૂપી લેચન આપવાને તમે એક સમર્થ છે. જેમ મનને મેરુ આદિ કંઈ દૂર નથી તેમ તમારા ચરણકમળમાં ભ્રમરની પેઠે આચરણ કરનારા પુરુષોને લેકાગ્ર કાંઈ દૂર નથી. હે દેવ ! મેઘના જળથી જેમ જંબૂવૃક્ષનાં ફળ ગળી જાય, તેમ તમારી દેશનારૂપી વારી (પાણી)થી પ્રાણીઓના કર્મરૂપી પાશ ગળી જાય છે. હે જગન્નાથ ! હું તમને વારંવાર પ્રણામ કરીને એટલું જ યાચું છું કે તમારા પ્રસાદથી તમારે વિષે સમુદ્રના જળની જેમ મારી ભક્તિ અક્ષય રહો.” એવી રીતે આદિનાથની સ્તુતિ કરી, નમસ્કાર કરી ચક્રવતી ભક્તિ સહિત દેવગૃહની બહાર નીકળ્યા. પછી વારંવાર શિથિલ કરીને રચેલું કવચ હર્ષથી ઉચ્છવાસ પામેલા અંગમાં તેમણે ધારણ કર્યું. માણિકયની પૂજાથી દેવપ્રતિમા શોભે તેમ દિવ્ય અને મણિમય એવું કવચ અંગ ઉપર ધારણ કરવાથી તેઓ શોભવા લાગ્યા. જાણે બીજે મુગટ હોય તેવું, મધ્યમાં ઊંચું અને છત્રની જેવું વર્તુલાકાર સુવર્ણ-રત્નનું શિરસ્ત્રાણ તેમણે પહેર્યું. સર્પની જેવા અત્યંત તીક્ષ્ય બાણથી ભરેલા બે ભાથાં તેણે પૃષ્ઠભાગ ઉપર બાંધ્યા અને ઈદ્ર જેમ જુરોહિત ધનુષને ગ્રહણ કરે તેમ તેમણે શત્રુઓમાં વિષમ એવું કાલપૃષ્ઠ ધનુષ પિતાના વામ કરમાં ગ્રહણ કર્યું. પછી સૂર્યની જેમ અન્ય તેજસ્વીના તેજને ગ્રાસ કરનારા, ભદ્ર ગજેદ્રની જેમ લીલાથી પદન્યાસ આરોપનારા, સિંહની જેમ શત્રુઓને તૃણ સમાન ગણનારા, સર્પની જેમ દુર્વિષહ દષ્ટિથી ભય આપનારા અને ઈન્દ્રની જેમ બંદિરૂપ દેવોએ સ્તુતિ કરેલા ભરતરાજા નિસ્તંદ્ર ગજેન્દ્ર ઉપર આરૂઢ થયા. કલ્પવૃક્ષની જેમ યાચકને દાન આપતા, હજાર નેત્રવાળા ઈદ્રની જેમ ચિતરફથી પિતાના સૈન્યને આવેલું જેતા, રાજહંસ કમળનાળને ગ્રહણ કરે તેમ એકેક બાણને ગ્રહણ કરતા, વિલાસી રતિવાર્તા કરે તેમ રણની વાર્તા કરતા અને ગગનમધ્યમાં આવેલા સૂર્યની જેવા મેટા ઉત્સાહ અને પરાક્રમવાળા તે બંને ઋષભપુત્ર પિતપોતાના સૈન્યની માધ્યમાં આવ્યા. તે સમયે પોતપોતાના રસૈન્યની મધ્યમાં રહેલા ભરત અને બાબલિ જબૂદ્વીપની મધ્યે રહેલા મેરુ પર્વતની શોભાને ધારણ કરતા હતા. તે બંને સૈન્યના અંતરમાં રહેલી મધ્ય પૃથ્વી નિષધ અને નીલવંત પર્વતના મધ્યમાં રહેલી મહાવિદેહ ક્ષેત્રની ભૂમિ જેવી જણાતી હતી. કલ્પાંત સમયમાં જેમ પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર સામસામાં વૃદ્ધિ પામે, તેમ બંને સૈન્ય પંક્તિરૂપે થઈને સામસામા ચાલવા લાગ્યા હતા. સેતુબંધ જેમ જળના પ્રવાહને રેકે, તેમ પંક્તિ બહાર નીકળીને ચાલતા પદાતિઓને રાજાના દ્વારપાળ વારતા હતા. તાલવડે એક સંગીતમાં વર્તનારા નાટકીઆઓની જેમ સુભટે રાજાની આજ્ઞાથી સરખાં પગલાં મૂકીને ચાલતા હતા. તે શૂરવીરે પોતાના સ્થાનને ઉલ્લંઘન કર્યા સિવાય ચાલતા હતા, તેથી બંને તરફની સેના જાણે એક શરીરવાળી હોય તેમ શોભતી હતી. વીર સુભટે પૃથ્વીને રથના લેહમય મુખવાળા ચક્રથી ફાડતા હતા, તેઢાની કેદાળી જેવી તીર્ણ અશ્વોની ખરીઓથી બદતા હતા, લોઢાના અર્ધ ચંદ્રો હોય તેવી ઊંટની ખરીઓથી
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy