SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ સર્ગ ૫ મે હે સર્વજ્ઞ? હું પિતાની અજ્ઞતા દૂર કરી આપની સ્તુતિ કરું છું કારણ કે દુર્વાર એવી આપની ભક્તિ અને વાચાળ કરે. હે આદિ તીર્થેશ ! તમે જય પામે છે. તમારા ચરણનખની કાંતિએ સંસારરૂપી શત્રુથી ત્રાસ પામેલા પ્રાણીઓને વજપંજરરૂપ થાય છે. હે દેવ! તમારા ચરણકમળને જોવા માટે રાજહંસની જેમ જે પ્રાણીઓ દૂરથી પણ પ્રતિદિવસ આવે છે તેમને ધન્ય છે ? શીતથી પિડીત થયેલા જેમ સૂર્યને શરણે જાય તેમ આ ઘર સંસારના દુઃખથી પીડિત થયેલા વિવેકી પર હંમેશા એક આપને જ શરણે આવે છે. હે ભગવન્! પિતાના અનિમેષ નેત્રથી જેઓ તમને હર્ષ પૂર્વક જુએ છે તેઓને પરલેકમાં અનિમેષ(દેવ)પણું દુર્લભ નથી. હે દેવ ! રેશમી વસ્ત્રનું અંજનથી થયેલું માલિન્ય જેમ હૃધવડે લેવાથી જાય તેમ પુરુષના કર્મમળ તમારી દેશનારૂપી વારી (પાણી)થી નાશ પામે છે. હે સ્વામિન્ ! હંમેશાં મનાથ એવું આપનું નામ જપાય તો તે જાપ કરનારને સર્વ સિદ્ધિના આકર્ષણ મંત્રરૂપ થાય છે. હે પ્રભે ! તમારી ભક્તિરૂપી બખ્તર ધારણ કર્યું હોય તે તે માણસને વજ ભેદી શકતું નથી અને ત્રિશળ છેદતું નથી.” એવી રીતે ભગવંતની સ્તુતિ કરી, જેના સર્વ મરાય વિકસ્વર થયા છે એ તે નૃપશિરોમણિ પ્રભુને નમસ્કાર કરી દેવગૃહની બહાર નીકળે. પછી વિજયલક્ષમીના વિવાહને માટે જાણે કંચુક હોય તેવું સુવર્ણ અને માણિયથી મંડિત કરેલું વજનું કવચ ધારણ કર્યું. ઘાટા પરવાળાના સમૂહથી જેમ સમુદ્ર શેભે તેમ દેદીપ્યમાન કવચથી તે શેભવા લાગ્યું. પછી તેણે પર્વતના શિંગ ઉપર રહેલા અબ્રમંડપની પેઠે શોભતુ શિરસ્ત્રાણ શિર ઉપર ધારણ કર્યું. મેટા સર્પગણથી વ્યાપ્ત એવા પાતાળવિવર જેવા જણાતા, લેઢાના બાણથી પૂરેલા બે ભાથાએ તેણે પૃષ્ઠભાગે બાંધ્યા અને યુગાંતકાળે ઉગેલા ચમરાજના દંડ જેવું ધનુષ તેણે પિતાના વામ ભુજદંડમાં ધારણ કર્યું. એવી રીતે તૈયાર થયેલા બાહુબલિ રાજાને સ્વસ્તિવાચક પુરુષે “સ્વસ્તિ (કલ્યાણ) થાઓ, એમ આશિષ આપવા લાગ્યા, ગેત્રની વૃદ્ધ સ્ત્રીઓ “જીવે છે એમ કહેવા લાગી. વૃદ્ધ આપ્તજને “આનંદમાં રહો, આનંદમાં રહો” એમ કહેવા લાગ્યા અને ભાટચારણે ચિરં જય, ચિર જય” એમ ઊંચે સ્વરે બોલવા લાગ્યા. પછી સ્વર્ગપતિ જેમ મેરુ ઉપર આરૂઢ થાય તેમ એવી રીતના શુભ શબ્દ સાંભળતે, મહાભુજ બાહુબલિ આરે હકના હસ્તનું અવલંબન ગ્રહણ કરીને ગજપતિ ઉપર આરૂઢ થયે. - આ તરફ પુણ્યબુદ્ધિ ભરત મહારાજા પણ શુભલક્ષમીના કેશાગાર જેવા પિતાના દેવાલયમાં પધાર્યા. ત્યાં મેટા મનવાળા તે મહારાજાએ આદિનાથની પ્રતિમાને દિ મૂવિજયમાંથી લાવેલા પદ્મદ્રાડાદિ તીર્થોના જળવડે સ્નાન કરાવ્યું, ઉત્તમ કારીગર જેમ મણિનું માર્જન કરે, તેમ દેવદૂષ્યવસ્ટથી તેણે તે અપ્રતિમ પ્રતિમાનું માર્જન કર્યું; પિતાના નિર્મળ ચશથી પૃથ્વીની જેમ હિમાચળકુમાર વિગેરે દેવે એ આપેલા શીષચંદનથી તે પ્રતિમાને વિલેપન કર્યું, લક્ષમીના સદનરૂપ કમળ જેવા વિકસ્વર કમળથી તેણે પૂજામાં નેત્રસ્તંભનની ઔષધિરૂપ આંગી રચી; ધુમ્રવલ્લીથી જાણે કસ્તુરીની પત્રાવલિ આલેખતા હોય તેમ પ્રતિમાની પાસે તેણે ધૂપ કર્યો અને પછી જાણે સર્વ કર્મરૂપી સમિધને ઉત્કટ અગ્નિકુંડ હોય તેવી પ્રદીપ્ત દીપકવાળી આરતી ગ્રહણ કરી તે રાજદીપકે પ્રભુની આરાત્રિક કરીછેવટે નમસ્કાર કરી, મસ્તકે અંજલિ જેડી, આ પ્રમાણે સ્તુતિ કરી:- હે જગન્નાથ! હું અજ્ઞાન છું, છતાં પોતાને વિષે ગ્યપણું માનતે તમારી સ્તુતિ કરું છું. કારણ કે બાળકની અવ્યક્ત વાણી પણ ગુરુજનની પાસે યુક્ત જ ગણાય છે. હે દેવ ! સિદ્ધરસના
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy