SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ સગ` ૫ મા ભેદતા હતા, વા જેવી પાનીવાળા પાયદળથી ખુદતા હતા, ક્ષુરપ્ર ખાણ જેવી મહિષ અને સાંઢડાની ખરીએથી ખંડન કરતા હતા અને મુદ્દગળની જેવા હાથીએાના ચરણથી ચૂર્ણ કરતા હતા. અંધકારના જેવા રજસમૂહથી તેઓ આકાશને આચ્છાદન કરતા હતા અને સૂર્યકિરણ જેવા ચળકતા શસ્ત્રાસ્ત્રથી ચાતરફ પ્રકાશ કરતા હતા. પાતાના ઘણા ભારથી તેઓ કૂર્માંની પીઠને કલેશ પમાડતા હતા, મહાવરાહની ઉન્નત દાઢને નમાવતા હતા અને શેષનાગની કૃષ્ણાના આપને શિથિલ કરતા હતા. સર્વ દિગ્ગજોને જાણે કુબ્જ કરતા હાય તેવા તેએ જણાતા હતા અને સિંહનાદથી બ્રહ્માંડરૂપ પાત્રને ઊંચી રીતે નાદવાળું કરતા હતા, કરાસ્ફોટના ઉત્કટ અવાજથી જાણે બ્રહ્માંડને ફાડતા હોય તેમ જણાતા હતા, પ્રસિદ્ધ ધ્વજાઓના ચિહ્નથી ઓળખીને પરાક્રમી પ્રતિવીરાનાં નામ ગ્રહણ કરી તેનું વર્ણન કરતા હતા અને અભિમાની તેમજ શૌય શાળી વીરા પરસ્પર યુદ્ધને માટે ખેલાવતા હતા. આવી રીતે અને સૈન્યના અગ્રવીરો અગ્રવીરા સાથે એકઠા થયા. મગર મગરની જેમ હાથીવાળા હાથીવાળાની સામે આવ્યા, તરગ તરંગની જેમ અવારા અશ્વારની સામે આવ્યા, વાયુ વાયુની જેમ રથી પુરુષારથી પુરુષોની સામે આવ્યા અને પતે પ`તની જેમ પાયદળા પાયદળની સામે આવ્યા. એ પ્રમાણે સવ વીરા ભાલા, તલવાર, મુગર અને દંડ વિગેરે આયુધો પરસ્પર મેળવી ક્રોધ સહિત એક બીજાની નજીક આવ્યા. તેવામાં ત્રૈલોકયના નાશની શંકાથી સભ્રમ પામેલા દેવતાએ આકાશમાં એકઠા થયા અને ‘અરે ! આ અને ઋષભપુત્રોને પેાતાના જ બે હાથની જેમ સામસામે કેમ સંઘર્ષ થાય છે ?' એમ વિચારી તેઓએ બંને તરફના સૈનિકોને કહ્યું -‘જ્યાં સુધી અમે તમારા અને પક્ષના મનસ્વી સ્વામીને બેધ કરીએ ત્યાં સુધીમાં કોઇ યુદ્ધ કરે તે તેને ઋષભદેવજીની આજ્ઞા છે,’ તેને ત્રણ જગતના સ્વામીની આજ્ઞા દેવાથી બંને તરફના સૈનિકા જાણે ચિત્રમાં આલેખ્યા હોય તેમ સ્થિર થઈ ગયા અને ‘ આ દેવતાએ બાહુબલિની તરફના છે કે ભરતની તરફના છે ?' એમ ચિંતવન કરવા લાગ્યા. કાય નાશ ન પામે અને લેાકનુ' કલ્યાણ થાય એમ વિચારતા દેવતા પ્રથમ ચક્રીની પાસે આવ્યા. ત્યાં ‘જય જય’ શબ્દપૂર્વક આશિષ આપીને મંત્રીઓની જેમ યુક્તિપૂર્ણાંક વચનથી પ્રિય ખેલનારા દેવતાએ આ પ્રમાણે મેલ્યા. હે નરદેવ ! ઇંદ્ર જેમ પૂદેવ (દૈત્ય) ના જય કરે, તેમ તમે છ ખંડ ભરતક્ષેત્રના સર્વ રાજાઓને જય કર્યાં તે સારું' કર્યું છે. હે રાજેદ્ર ! પરાક્રમ અને તેજથી સ રાજારૂપ મૃગામાં શરભની જેવા તમારા પ્રતિસ્પી કેાઇ નથી. જળકુંભનું મથન કરવાથી જેમ માખણની શ્રદ્ધા પૂરતી નથી તેમ તમારી રણશ્રદ્ધા હજી પૂર્ણ થઇ નથી, તેટલા માટે તમે પોતાના ભ્રાતાની સાથે યુદ્ધના આરંભ કર્યાં છે; પરંતુ તે પેાતાના હાથથી પેાતાના જ બીજા હાથને તાડન કરવા જેવુ છે. મેાટા હાથીને મોટા વૃક્ષની સાથે ગંડ– સ્થળનુ ઘણુ કરવામાં તેના ગ'ડસ્થળની ખુજલી જેમ કારણભૂત છે, તેમ ભાઈની સાથે યુદ્ધ કરવામાં તમારી ભુજાની ખુજલી એ જ કારણભુત છે; પરંતુ વનના ઉન્મત્ત હસ્તીઆનુ' તાકાન જેમ વનના ભંગ માટે થાય છે, તેમ તમારી ભુજાની આ ક્રીડા જગતના પ્રલય માટે થવાની છે. માંસભક્ષી મનુષ્યે ક્ષણિક રસપ્રીતિને માટે જેમ પક્ષીસમૂહના સૌહાર કરે, તેમ તમે ક્રીડામાત્રને માટે આ વિશ્વને સંહાર શા માટે આર બ્યા છે? ચંદ્રમાંથી જેમ અગ્નિની વૃષ્ટિ થવી ઉચિત નથી, તેમ જગત્રાતા અને કૃપાળુ ઋષભદેવસ્વામીથી જન્મ પામેલા તમને આ ઉચિત નથી, હું પૃથ્વીરમણ ! સ`ચમી પુરુષ જેમ સ`ગથી વિરામ
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy