SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ 'ર પર્વ ૧ લું ૧૫૭શ્રેણિને સંપર્ક કરવાથી કઠોર થયેલા હસ્તીઓના દાંતને પોતાની ભુજાની જેમ પૂજવા લાગ્યા, કઈ જાણે પ્રાપ્ત થનારી જયલક્ષ્મીના વાસગૃહ હોય તેવી પતાકાના સમૂહવાળી અંબાડીએ હાથી ઉપર આજે પણ કરવા લાગ્યા, “આ શુકન છે” એમ બેલી કેટલાએક સુભટો કસ્તુરીની જેમ ગંડસ્થળમાંથી તત્કાળ નીકળેલા હાથીના મદથી તિલક કરવા લાગ્યા. કઈ અન્ય હસ્તિના મદગંધથી ભરપૂર એવા વાયુને પણ નહીં સહન કરનારા, મનની જેવા મહાદુર્ધર હાથીઓની ઉપર ચડવા લાગ્યા. સર્વે મહાવતો જાણે રણોત્સવના શુંગારવસ્ત્ર હોય તેવાં સુવર્ણનાં કડાંઓ હાથીઓને પહેરાવવા લાગ્યા અને તેમના સુંઢથી ઊંચી નાળ નીલકમલની લીલાને ધારણ કરનારા લોઢાના મુદુગરે પણ લેવરાવવા લાગ્યા અને કેટલાએક મહાવતે જાણે યમરાજના દાંત હોય તેવી કાળા લેઢાની તીણ કોશ હસ્તી. ઓના દાંત ઉપર આરોપવા લાગ્યા. એ વખતે રાજાના અધિકારીઓ તરફથી આજ્ઞા થઈ કે-સૈન્યની પાછળ અાથી ભરેલાં ઊંટ અને શકટે શીઘ લઈ જાઓ, અન્યથા હસ્તલાઘવવાળા વીર સુભટને અસ્ત્રો પૂરાં પડશે નહીં; બખ્તરથી લાદેલાં ઊંટે પણ લઈ જાવ, કારણકે અત્રુટિત રણકર્મમાં પ્રવર્તેલા વીરપુરુષોના અગાઉથી પહેરેલા બખ્તરે ત્રુટી જશે ! રથી પુરુષની પાછળ બીજા તૈયાર કરેલા રથ લઈ જાઓ; કારણકે વજથી પર્વતની પેઠે શસ્ત્રોથી રથ ભાંગી જશે. પ્રથમના અધો થાકી જાય તે યુદ્ધમાં વિદ્ધ ન થવા માટે બીજા સેંકડો અ અશ્વારની પછવાડે જવાને તૈયાર કરો. એક એક મુગટબંધ રાજાની પછવાડે જવાને બીજા હાથીઓ તૈયાર રાખે; કેમકે એક હાથથી તેમને સંગ્રામમાં નિર્વાહ થશે નહી. દરેક સૈનિકની પાછળ જળને વહેનારા મહિષે તૈયાર રાખે, કારણકે રણને પ્રયાસરૂપ ગ્રીષ્મઋતુથી તપેલા સુભટને તે ચાલતી પરબ જે થઈ પડશે. ઔષધિપતિ (ચંદ્ર) ના ભંડાર જેવી અને હિમગિરિના સાર જેવી તાજી ત્રણસંહણી ઔષધિઓની ગુણ ઉપડો. આવી રીતના તેમના કોલાહલથી રણવાજીંત્રોના શબ્દરૂપ મહાસમુદ્ર વૃદ્ધિ પા. તે સમયે તરફથી થતા તુમુલ શબ્દોથી જાણે શબ્દમય હોય અને આયુધની ફુરણાથી જાણે લેહમય હોય તેવું સર્વ વિશ્વ થઈ ગયું. જાણે પૂર્વે નજરે જોયેલ હોય તેમ પ્રાચીન પુરુષના ચરિત્રનું સ્મરણ કરાવનારા, વ્યાસની જેમ રણનિર્વાહના ફલને કહેનાર અને નારદઋષિની જેમ વીરસુભટોને ઉદ્દીપન કરવાને માટે સામે આવેલા શત્રવીરોને વારંવાર આદર સહિત વખાણનારા ચારણભાટે, દરેક હાથીએ, દરેક રથે અને દરેક ઘડે, પર્વ દિવસની પેઠે રણમાં ઉત્તરાલ થઈને અનાકૂલપણે ફરવા લાગ્યા. અહીં બાહુબલિ રાજા સ્નાન કરી દેવપૂજા કરવાને માટે દેવાલયમાં ગયા. મહંત પુરુષ કયારે પણ કાર્યના વ્યવસાયમાં મુંઝાઈ જતા નથી. દેવમંદિરમાં જઈ જન્માભિષેક સમયે ઈદ્રની જેમ તેણે ઋષભસ્વામીની પ્રતિમાને સુગંધી જળથી ભક્તિપૂર્વક સ્નાન કરાવ્યું. પછી નિકષાય અને પરમ શ્રાદ્ધ એવા તેણે દિવ્ય ગંધકષાયી વસ્ત્રથી મનની જેમ શ્રદ્ધાપૂર્વક તે પ્રતિમાનું માર્જન કર્યું અને તે પછી જાણે દિવ્ય વસ્ત્રમય ચળકની રચના કરતા હોય તેમ ચક્ષકદ્દમથી વિલેપન કર્યું. સુગંધીથી દેવવૃક્ષનાં પુષ્પની માળાની જાણે સહેદરા હોય તેવી વિચિત્ર પુષ્પોની માળાથી તેણે જિનપ્રતિમાનું અર્ચન કર્યું. સુવર્ણ ના ધૂપિઆમાં તેણે દિવ્ય ધૂપ કર્યો. તેના ધુમાડાથી જાણે નીલકમળમય પૂજા રચતા હોય તેમ જણાવા લાગ્યું. પછી મકરરાશિમાં આવેલા સૂર્યની જેમ ઉત્તરાસંગકરી પ્રકાશ માન આરાત્રિકને પ્રતાપની જેમ ગ્રહણ કરી આરતી ઉતારી, પ્રાંત અંજલિ જોડી, આદિ ભગવાનને પ્રણામ કરી, તેણે ભક્તિપૂર્વક આ પ્રમાણે સ્તુતિ કરી –
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy