SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ સગ ૫ માં માની તમારો નાનો ભાઈ જે સર્વ જગતને માનવા ગ્ય તમારી આજ્ઞાને નહીં સહન કરે તે પછી ઇંદ્રની જેવા પરાક્રમવાળા આપે તેને શિક્ષા આપવી પડશે તેમ કરતાં લોકાચારનો અતિક્રમ ન થવાથી તમને કાપવાદ લાગશે નહીં. મહારાજાએ મંત્રીનું તે વચન સ્વીકાર્યું, તેમને શાસ્ત્ર અને લેકવ્યવહારને અનુસરતી વાણી ગ્રહણ કરવી જોઈએ. પછી નીતિજ્ઞ, દઢ અને વાચાળ, એવા પિતાના સુગ નામના દૂતને શિખામણ આપી બાહુબલિ પ્રત્યે મોકલ્યો. પિતાના સ્વામીની શ્રેષ્ઠ શિક્ષાને દૂતપણાની દીક્ષાની જેમ અંગીકાર કરી રથમાં આરૂઢ થઈ તે સુવેગ તક્ષશિલા નગરી તરફ ચાલ્યા. સારા સૈન્યને પરિવાર લઈ અત્યંત વેગવાળા રથમાં બેસીને જ્યારે તે વિનીતા નગરીની બહાર નીકળ્યો ત્યારે જાણે ભરતપતિની શરીરધારી આજ્ઞા હોય એવો તે જણાવા લાગ્યો. માર્ગે જતાં કાર્યના આરંભમાં વારંવાર વામ (અવળા) દેવને જે હોય તેમ તેનું નામ નેત્ર ફરકવા લાગ્યું; અગ્નિમંડળના મધ્યમાં નાડીને ધમનારા પુરુષની પેઠે તેની દક્ષિણ નાડી રોગ વિના પણ વારંવાર વહેવા લાગી, તોતડું બોલનારની જિહાં જેમ અસંયુક્ત વર્ણમાં પણ ખલના પામે તેમ તેને રથ સરખા માર્ગમાં પણ વારંવાર ખલના પામવા લાગે; તેના ઘોડેસ્વારેએ આગળ જઈ વરેલો પણ જાણે ઉલટો પ્રેરેલો હોય તેમ કૃષ્ણસાર મૃગ (કાળીયાર) તેના દક્ષિણ ભાગથી વામ ભાગ તરફ ગયે; સૂકાઈ ગયેલ કાંટાના વૃક્ષ ઉપર બેસીને ચં ચૂરૂપી શસ્ત્રને પાષાણુની જેમ ઘસતે કાક પક્ષી તેની આગળ કટુસ્વરે બોલવા લાગ્યું તેના પ્રયાણને રોકવાની ઈચ્છાથી દેવે જાણે અર્ગલા નાંખી હોય તેમ લંબાયમાન કૃષ્ણસર્પ તેની આડે ઊતર્યા, જાણે પશ્ચાત વિચાર કરવામાં વિદ્વાન એવા તે સવેગને પાછો વાળો હોય તેમ પ્રતિકૂળ વાયુ તેની આંખો માં રજ નાંખતે વાવા લાગે; અને લોટની કણિક મૂક્યા વિનાના અથવા ફુટી ગયેલા મૃદંગની પેઠે વિરસ શબ્દ કરતો ગધેડો તેની જમણી તરફ રહીને શબ્દ કરવા લાગ્યું. આવા અપશુકનને સુવેગ જાણત હતો તથાપિ તે આગળ ચાલ્ય; કેમકે નિમકહલાલ નોકરી સ્વામીના કાર્યમાં બાણની પેઠે ખલતા પામતા નથી. ઘણાં ગામ, નગર, આકર અને કઈટને ઓળંગતો તે ત્યાંના નિવાસી લોકોને ક્ષણવાર વંટાળીઆની પેઠે દેખાય. સ્વામીના કાર્યને માટે દંડની જેમ પ્રવલે તે વૃક્ષખંડ, સરોવર અને સિંધુના તટ વિગેરેમાં પણ વિશ્રામ લેતે નહોતો. એવી રીતે પ્રયાણ કરતા તે જાણે મૃત્યુની એકાંત રતિભૂમિ હોય તેવી મહા અટવીમાં આવી પહોંચે. રાક્ષસની જેવા ધનુષ તૈયાર કરીને હાથીઓના નિશાન કરનાર અને ચમૂરુ -જાતના મૃગચર્મના બખ્તર પહેરનારા ભિલ લોકોથી તે વ્યાપ્ત હતી, જાણે યમરાજાના સગોત્રી હોય તેવા અમૂરું મૃગ, ચિત્રા, વ્યાઘ, સિંહ અને સરભ વિગેરે ક્રર પ્રાણીઓથી તે ભરપૂર હતી. પરસ્પર વઢતા સર્પો અને નકુળવાળા રાફડાઓથી ભયંકર લાગતી હતી, રીછના કેશ ધારણ કરવામાં વ્યગ્ર એવી નાની ભિલડીએ તેમાં ફરતી હતી. પરસ્પર સંગ્રામ કરીને મહિષે તે અટવીના જીર્ણ વૃક્ષોને ભાંગી નાંખતા હતા, મધ લેનાર પુરુષોએ ઉડાડેલી મધુમક્ષિકાઓને લીધે તે અટવીમાં સંચાર થઈ શકતો નહોતો, તેમજ આકાશ સુધી પહોંચેલા ઊંચા વૃક્ષસમૂહથી સૂર્ય પણ તે અટવીમાં દેખાતો નહોતે. પુણ્યવાન જેમ વિપત્તિને ઉલંઘન કરે તેમ વેગવાળા રથમાં બેઠેલે સુવેગ તે ઘોર અટવી લીલામાત્રમાં ઓળંગી ગયે. ત્યાંથી તે બહલી દેશમાં આવી પહોંચે.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy