SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ પાંચમે. એકદા ભરતેશ્વર સુખપૂર્વક સભામાં બેઠા હતા તે વખતે સુષેણ સેનાપતિએ નમસ્કાર કરીને કહ્યું: “હે મહારાજ ! દિવિજ્ય કર્યો તે પણ મદન્મત્ત હસ્તી જેમ આલાનસ્તંભ પાસે આવે નહીં તેમ તમારું ચક્ર હજી નગરીમાં પેસતું નથી.” - ભરતેશ્વર બેલ્યાઃ સેનાપતિ ! છ ખંડ ભરતક્ષેત્રમાં અદ્યાપિ ક વીર પુરુષ મારી આજ્ઞા સ્વીકારતો નથી ?' ' ત્યારે મંત્રીએ કહ્યું: “સ્વામિન્ ! હું જાણું છું કે આપ મહારાજાએ શુદ્રહિમાલય સુધી આખું ભરતક્ષેત્ર જીતી લીધું છે, દિવિજ્ય કરી આવેલા તમારે જીતવા ગ્ય કેણ અવશેષ રહેલે હોય? કારણ કે ફરતી ઘંટીમાં પડેલા ચણામાંથી એક પણ દાણે દળાયા વિના અવશેષ રહેતો નથી; તથાપિ નગરીમાં પ્રવેશ નહીં કરતું ચક્ર, “ અદ્યાપિ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર કેઈ ઉન્મત્ત પુરુષ જીતવા યોગ્ય રહ્યો છે એમ સૂચવે છે. હું પ્રભુ ! દેવતાઓને પણ દુજેય કોઈ પુરુષ તમારે જીતવા ગ્ય રહેલે હું જતો નથી, પણ અરે ! મારા જાણવામાં આવ્યું કે વિશ્વમાં એક દુજેય પુરુષ આપે જીતવા ગ્ય રહ્યો છે. એ ઋષભસ્વામીને જ પુત્ર અને આપનો નાનો ભાઈ બાહુબલિ છે. તે મહાબળવાનું અને બળવંત પુરુષોના બળને નાશ કરનાર છે. એક તરફ જેમ સર્વ અસ્ત્ર અને એક તરફ વા તેમ એક તરફ સર્વ રાજાઓ અને એક તરફ બાહુબલિ છે. જેમ તમે ષભદેવછના લોકોત્તર પુત્ર છે તેમ તે પણ તેવા છે. જ્યાં સુધી તમે તેમને જીત્યા નથી ત્યાં સુધી કોઈને જીત્યા નથી. આ ષખંડ ભારતમાં આપની જે કોઈ લેવામાં આવતું નથી, તો પણ તેને જય કરવાથી આપને અત્યંત ઉત્કર્ષ થવાને. એ બાહુબલિ જગતને માનવા ગ્ય તમારી આજ્ઞા માનતા નથી, તેથી તેને સાધ્યા સિવાય જાણે લજા પામ્યું હોય તેમ ચક્ર નગરમાં પ્રવેશ કરતું નથી. રોગની જેમ અ૫ શત્રુની પણ ઉપેક્ષા કરવી ઘટે. નહીં, માટે હવે વિલંબ કર્યા વિના તેને જય કરવાનો યત્ન કરો.” ' મંત્રીનું એવું વચન સાંભળી દાવાનળ અને મેઘની વૃષ્ટિ વડે પર્વતની જેમ તત્કાળ કેપ અને શાંતિથી આલિષ્ટ થઈ ભરતેશ્વર આ પ્રમાણે છેલ્યા : “એક તરફ નાનો ભાઈ આજ્ઞા સ્વીકારતા નથી તે લજાકારી છે અને બીજી તરફ નાના ભાઈ સાથે યુદ્ધ કરવું તે મને બાધાકારી છે. જેની આજ્ઞા પિતાના ઘરમાં નથી ચાલતી તેની આજ્ઞા બહાર પણ ઉપહાસ્યકારી છે. તેમ નાના ભાઈના અવિનયની અસહનતા તે પણ અપવાદરૂપ છે. ગર્વ પામેલાને શિક્ષા કરવી જોઈએ એ રાજધર્મ છે અને ભાઈઓમાં સારી રીતે રહેવું જોઈએ એ પણ વ્યવહાર છે; આ પ્રમાણે હું ખરેખરા સંકટમાં આવી પડ્યો છું.” અમાત્યે કહ્યું : “મહારાજ ! આપનું તે સંકટ આપના મહત્ત્વથી તે અનુજ બંધુ જ ટાળશે; કારણ કે મોટા ભાઈએ આજ્ઞા આપવી અને નાના ભાઈએ તે પાળવી એ અચાર સામાન્ય ગૃહસ્થોમાં પણ પ્રવર્તે છે, માટે આપ તે નાના ભાઈને સંદેશે કહેના૨ દૂત મોકલી લોકરુતી પ્રમાણે આજ્ઞા કરે. હે દેવ ! કેશરીસિંહ જેમ પલાણને સહન ન કરે તેમ વીર
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy