SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ૧૪૫ તે દેશમાં માર્ગના અંતર ભાગમાં વૃક્ષ નીચે અલંકાર ધારણ કરેલી અને સ્વસ્થ થઈને બેઠેલી વટેમાર્ગની સ્ત્રીઓ સુરાજ્યપણાને જણાવતી હતી. દરેક ગેકુળે વૃક્ષની નીચે બેઠેલા અને હર્ષિત ગેપાલના પુત્રે ઋષભચરિત્ર ગાતા હતા, જાણે ભદ્રશાળ વનમાંથી લાવીને આરે પણ કર્યા હોય તેવાં ફળવાળાં અને ઘાટાં ઘણું વૃક્ષેથી તે દેશનાં સર્વ ગામડાં અલંકૃત થયેલાં હતાં. ત્યાં દરેક ગામે અને ઘરે ઘરે દાન આપવામાં દીક્ષિત થયેલા ગૃહસ્થ લો કે યાચકની શોધ કરતા હતા. ભારતરાજાથી ત્રાસ પામીને જાણે ઉત્તર ભરતાદ્ધમાંથી આવ્યા હોય એવા અક્ષીણ સમૃદ્ધિવાળા યવન લોકોને કેટલાંએક ગામમાં નિવાસ હતો. ભરતક્ષેત્રના છ ખંડથી જાણે એક જુદે જ ખંડ હોય તેમ તે દેશના લોકો ભરત રાજાની આજ્ઞાને તદ્દન જાણતા જ નહોતા. એવા તે બહલી દેશમાં જ સુવેગ, માર્ગમાં મળતા તે દેશના લોકો કે જેઓ બાહુબલિ સિવાય બીજા રાજાને જાણતા નહોતા અને જેઓ અનાર્તા (પીડારહિત) હતા તેઓની સાથે વારંવાર વાર્તા કરતું હતું. વનમાં તથા પર્વતમાં ફરનારા દુર્મદ અને શિકારી પ્રાણીઓ પણ બાહુબલિની આજ્ઞાથી પાંગળા થઈ ગયા હોય તેવા તે જેતે હતા. પ્રજાના અનુરાગ વચનથી અને મેટી સમૃદ્ધિથી બાહુબલિની નીતિને તે અદ્વૈત માનવા લાગે. એ પ્રમાણે ભરતરાજાના અનુજ બંધુને ઉત્કર્ષ સાંભળવાથી વારંવાર વિચિમત થયેલે સુવેગ પિતાના સ્વામીને સંદેશ સંભારતે તક્ષશિલા નગરી પાસે આવી પહોંચે. નગરીના બહારના ભાગમાં રહેનારા લેકએ સહજ આંખ ઊંચી કરી તેને એક પાંથ તરીકે ક્ષણવાર જે. ક્રીડા ઉદ્યાનમાં ધનુવિધાની ક્રીડા કરનારા સુભટના ભુજાફેટથી તેના ઘેડા ત્રાસ પામી ગયા. આમ તેમ નગરલેકેની સમૃદ્ધિ જોવામાં વ્યગ્ર થયેલા સારથીનું પોતાના કાર્યમાં ધ્યાન નહીં રહેવાથી તેમને રથ ઉમાર્ગગામી થઈ ખલના પામ્યો. બહારનાં ઉદ્યાનવૃક્ષે પાસે જાણે સમસ્ત દ્વીપના ચક્રવર્તીઓના ગજરને એકઠા કર્યા હોય તેવા ઉત્તમ હસ્તીઓને બાંધેલા તેણે જોયા. જાણે જ્યોતિષ્ક દેવતાનાં વિમાનો છોડીને આવ્યા હોય તેવા ઉત્તમ અવડે ઉન્નત અશ્વશાળાએ તેના જોવામાં આવી. ભરતના નાના ભાઈના ઐશ્વર્યના આશ્ચર્યને જોવાથી જાણે શિવેદના થતી હેય તેમ મસ્તકને ધુણાવતા તે દૂતે તક્ષશિલા નગરીમાં પ્રવેશ કર્યો. જાણે અહમિંદ્ર હોય તેવા સ્વછંદ વૃત્તિવાળા અને પિતા પોતાની દુકાનો ઉપર બેઠેલા ધનાઢય વણિકને જેતે જે તે રાજદ્વારે આવ્યે. જાણે સૂર્યના તેજને છેદી લઈને બનાવ્યા હોય તેવા ચળકતા ભાલાઓને ધારણ કરનારા પાળાઓનું સૈન્ય તે રાજદ્વાર પાસે ઉભેલ હતું. કોઈ ઠેકાણે ઈશ્નપત્રના અગ્રભાગ જેવી બરછીઓ લઈને ઉભેલા પાળાઓ, જાણે શૌર્યરૂપી વૃક્ષે પલ્લવિત થયાં હોય તેવાં શેભતાં હતાં. જાણે એકદંતા હાથીઓ હોય તેવા પાષાણને ભંગ કરવામાં પણ અભંગ લોઢાના મુદ્દાને ધારણ કરનારા સુભટ કઈ ઠેકાણે ઊભા હતા જાણે ચંદ્રના ચિડ્ડનવાળી વિજા ધારણ કરેલ હોય તેમ ઢાલ સહિત તલવારને ધારણ કરનારા પ્રચંડ શક્તિવાળા વીરપુરુષોના સમૂહથી તે રાજ દ્વાર શંભી રહ્યું હતું. કેઈ ઠેકાણે ઘરથી નક્ષત્રગણ સુધી બાણને ફેંકનારા અને શબ્દાનુસારે વીંધનારા બાણાવળી પુરુષ બાણનાં ભાથાં પૃષ્ટભાગે રાખીને અને હાથમાં કાલપૃષ્ઠ ધનુષ્ય ધારણ કરીને ઊભા હતા. જાણે દ્વારપાળ હોય તેમ તેની બંને બાજુએ ઊંચી ઈંઢ રાખીને રહેલા બે હસ્તીઓથી તે રાજ્યદ્વાર દૂરથી ભયંકર જણાતું હતું. આવું તે નરસિંહનું સિંહદ્વાર (અઢાર) જોઈને સુવેગનું મન વિસ્મય
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy