SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૪ થે કોઈ અંગારા કરનાર પુરુષ જળની મસક લઈને નિર્જળ અરણ્યમાં અંગાર કરવાને માટે ગયે. ત્યાં મધ્યાહ્નના અને અંગારાના તાપથી ઉત્પન્ન થયેલી તૃષાથી તે આક્રાંત થયે તેથી સાથે લાવેલી મસકનું સર્વ જળ પી ગયે; તે પણ તેની તૃષા શાંત થઈ નહીં, એટલે તે સૂઈ ગયે. સ્વપ્રમાં જાણે તે ઘેર ગયે અને ઘરની અંદર રહેલા કલશ, ગોળા અને ગાગર વિગેરેનું સર્વ જળ પી ગયો, તથાપિ અગ્નિને તેલની પેઠે તેની તૃષા શાંત થઈ નહીં એટલે એણે વાવ, કૂવા અને સરોવરનું જળ પીને શોષણ કર્યું, તેવી જ રીતે સરિતા અને સમુદ્રનું જળપાન કરી તેનું પણ શેષણ કર્યું તે પણ નારકીના જીની તૃષાવેદનાની જેમ તેની તૃષા ત્રુટી નહીં. પછી દેશના ફૂપમાં જઈને રજજુથી દર્શને પૂળો બાંધી જળને માટે તેમાં નાંખે; આત્ત માણસ શું ન કરે ? કૂવામાં જળ બહુ ઊંડું હતું તેથી દર્ભને પૂળ કૂવામાંથી કાઢતાં મધ્યમાં જ જળ ઝમી ગયું તે પણ ભિક્ષુક તેલનું પોતું નીચવીને ખાય તેની પેઠે તે તેને નીચોવીને પીવા લાગ્યા; પણ જે તૃષા સમુદ્રના જળથી પણ ત્રુટી નહીં તે પૂળાના નીચલા જળથી કેમ તૂટે? તે પ્રમાણે તમારી પણ સ્વર્ગના સુખથી નહી છિન્ન થયેલી તૃષ્ણા રાજ્યલકમીથી કેમ છેદાશે? માટે હે વત્સ ! વિવેકી એવા તમેએ અમંદ આનંદમાં ઝરારૂપ અને મોક્ષ પ્રાપ્તિનું કારણ એવું સંયમરૂપી રાજ્ય ગ્રહણ કરવું ઘટે છે.” આવાં સ્વામીનાં વચન સાંભળીને તે અઠ્ઠાણું પુત્રોને તત્કાળ સંવેગરંગ ઉત્પન્ન થયે અને તે જ વખતે ભગવંતની પાસે તેમણે દીક્ષા લીધી. “અહો ! કેવું આમનું હૈય! કેવું સવ અને કેવી ધરાચબદ્ધિ !” એમ ચિંતવન કરતા દૂતોએ આવીને તે સર્વ વૃત્તાંત ચક્રીને નિવેદન કર્યો. પછી તારાઓની જ્યોતિને જેમ જ્યોતિપતિ (ચંદ્ર) સ્વીકાર કરે, અગ્નિઓના તેજને જેમ સૂર્ય સ્વીકાર કરે અને સર્વ પ્રવાહના જળને સમુદ્ર સ્વીકાર કરે તેમ તેમનાં રાજ્ય ચક્રવતીએ સ્વીકાર્યા. 8888888888888888888888888888888888888889 8 इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये प्रथमपर्वणि भरतचक्रोत्पत्तिदिगविजयराज्याभिषेकसोदर्य વ્રતકળીર્તનો નામ વાર્થ સઃ ક | ટERESS888888888988 38232888888888 ૧. નદી. ૨. મારવાડના.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy