SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ૧૪૧ છે અને જેમાં તમારી સેવા કરે છે તેઓ ગીથી પણ અધિક છે. તે વિશ્વને પ્રકાશ કરનાર સૂર્ય ! પ્રતિદિવસ નમસ્કાર કરનારા જે પુરુષનાં મસ્તકમાં તમારા ચરણનખનાં કિરણ આભૂષણરૂપ થાય છે તે પુરુષોને ધન્ય છે! હે જગત્પતિ ! તમે કોઈનું કાંઈ પણ સામ વચનથી કે બળથી ગ્રહણ કરતા નથી, તથાપિ તમે ગૌલોકયચક્રવતી છે. તે સ્વામિન્ ! સર્વ જળાશયેના જળમાં ચંદ્રના પ્રતિબિંબની જેમ તમે એક જ સર્વ જગના ચિત્તમાં રહેલા છો. હે દેવ ! તમારી સ્તુતિ કરનાર પુરુષ સર્વને સ્તુતિ કરવા ગ્ય થાય છે, તમને પૂજનાર સર્વને પૂજવા ચોગ્ય થાય છે અને તમને નમસ્કાર કરનાર સર્વને નમસ્કાર કરવા એશ્ય થાય છે, તેથી તમારી ભક્તિ મોટા ફળવાળી કહેવાય છે. દુઃખરૂપી દાવાનળથી તપ્ત થયેલા જનોમાં તમે મેઘ સમાન છે અને મેહાંધકારથી મૂઢ થયેલા જનેને તમે દીપક સમાન છે. માર્ગમાં છાયા વૃક્ષની જેમ રાંકના, સમર્થના, મૂર્ખના અને ગુણીજનના એક સરખા ઉપકારી છો.” આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી ભ્રમરની પેઠે પ્રભુના ચરણકમળમાં પોતાની દષ્ટિ રાખી સર્વ એકઠા થઈ વિજ્ઞપ્તિ કરવા લાગ્યા–“હે સ્વામિન્ ! આપે મને અને ભરતને રેગ્યતા પ્રમાણે જુદા જુદા દેશના રાજ્ય વહેચી આપેલાં છે. અમે તે તે રાજ્યથી સંતુષ્ટ થઈને રહીએ છીએ, કારણ કે સ્વામીએ બતાવેલી મર્યાદા વિનયી લોકોને અનુäવ્ય છે; પરંતુ હે ભગવન્ ! અમારા મોટા ભાઈ ભરત પોતાના રાજ્યથી અને હરણ કરેલા બીજાનાં રાજ્યોથી પણ જળથી વડવાનળની જેમ હજી સંતેષ પામતા નથી. જેમ બીજા રાજાઓનાં રાજ્ય તેણે ખેંચી લીધાં, તેમ અમારાં રાજ્યને પણ ખુંચવી લેવાને તે ઈચ્છે છે. એ ભરત રાજા અપર રાજાઓની પેઠે અમારી પાસે પણ પોતાના દૂત મોકલી આજ્ઞા કરે છે કે તમે રાજ્યને છોડી દે અથવા મારી સેવા કરે. હે પ્રભુ ! પોતાને મોટે માનનારા ભારતના વચનમાત્રથી અમે નપુંસકની જેમ તાતે આપેલા રાજ્યને કેમ છેડી દઈએ? તેમજ અધિક સદ્ધિમાં ઈચ્છારહિત એવા અમે તેની સેવા પણ કેમ કરીએ? જે અતૃપ્ત માણસ હોય તે જમાનને નાશ કરનારી પરસેવા અંગીકાર કરે છે. રાજ્ય છેડવું નહીં અને સેવા કરવી નહી ત્યારે યુદ્ધ કરવું એ સ્વતઃસિદ્ધ થાય છે; તથાપિ આપને પૂછયા સિવાય અમે કાંઈ પણ કરવાને સમર્થ નથી.” પુત્રોની આવી વિજ્ઞપ્તિ સાંભળી જેમના નિર્મળ કેવળજ્ઞાનમાં સર્વ જગત સંક્રાંત થયેલ છે એવા કૃપાળુ ભગવાન આદીશ્વરે તેઓને આ પ્રમાણે આજ્ઞા કરી-“હે વત્સ ! પુરુષત્રતધારી વીર પુરુષોએ તો અત્યંત દ્રોહ કરનારા વૈરીવર્ગની સાથે જ યુદ્ધ કરવું જોઈએ. રાગ, દ્વેષ, મેહ અને કષાયે જીવોને સેંકડો જન્માંતરમાં પણ અનર્થ આપનારા શત્રુઓ રાગ સદગતિએ જવામાં લોઢાની શંખલા સમાન બંધનકારક છે, ષ નરકાવાસમાં નિવાસ કરવાને બળવાન જમાનરૂપ છે, મેહ સંસારસમુદ્રની ઘુમરીમાં નાખવાને પણરૂપ છે અને કષાય અગ્નિની જેમ પોતાના આશ્રિત જનનું દહન કરે છે, તે માટે અવિનાશી ઉપાયરૂપ અસ્ત્રોથી નિરંતર યુદ્ધ કરીને પુરુષ એ તે વૈરીને જીતવા અને સત્યશરણભૂત ધમની સેવા કરવી, જેથી શાશ્વત આનંદમય પદની પ્રાપ્તિ સુલભ થાય. આ રાજ્યલક્ષમી અનેક યોનિમાં પાત કરાવનારી, અતિ પીડા આપનારી, અભિમાનરૂપ ફળવાળી અને નાશવંત છે. હે પુત્રે ! પૂર્વે સ્વર્ગનાં સુખથી પણ તમારી તૃષ્ણા પૂરી થઈ નથી તે અંગારા કરનારની પેઠે મનુષ્ય સંબંધી ભેગથી તે તે કેમ જ પૂરી થાય ? અંગારા કરનારને સંબંધ આ પ્રમાણે-- ૧. પણ-પ્રતિજ્ઞા (મોહે એવી પ્રતિજ્ઞા કરી છે કે સર્વ પ્રાણીઓને સંસારરૂપ ઘુમરીમાં નાખવા). ૨. પાડનારી. ૩. કેયલા.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy