SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ સર્ગ ૪ થો આવી રીતે ભગવંતને તવી નમસ્કાર કરી ભરતેશ્વર ઇશાન ખૂણમાં યોગ્ય સ્થાને બેઠા. પછી સુંદરી, ભગવાન્ વૃષભધ્વજને વાંદી અંજલિ જોડી ગદ્દગદ્દ અક્ષરવાળી ગિરાથી બેલી–હે જગત્પતિ ! આટલા કાળ સુધી હું આપને મનથી જતી હતી પણ આજે તે ઘણા પુણ્યથી અને ભાગ્યેાદયથી આપના પ્રત્યક્ષ દર્શન થયા છે. આ મૃગતૃષ્ણા જેવા મિથ્યા સુખવાળા સંસારરૂપી મરૂદેશમાં અમૃતના દ્રહ જેવા તમે લોકોને પુણ્યથી જ પ્રાપ્ત થયા છે. હે જગન્નાથ ! આપ મમતારહિત છે તે પણ જગત ઉપર તમે વાત્સલ્ય રાખે છો, નહીં તે આ વિષમ દુઃખના સમુદ્રથી તેને કેમ ઉદ્ધાર કરે ! હે પ્રભુ! મારી બેન બ્રાહ્મી, મારા ભત્રીજા અને તેમના પુત્ર એ સર્વ તમારા માર્ગને અનુસરી કૃતાર્થ થયા છે; ભરતના આગ્રહથી મેં આટલે કાળ વ્રત ગ્રહણ ન કર્યું તેથી હું પોતે ઠગાઈ છું. હે વિશ્વતારક! હવે મને દીનને તમે તારો; આખા ઘરમાં ઉદ્યોત કરનાર દીપક ઘડાને શું ઉદ્યોત નથી આપતે? આપે છે જ, માટે હે વિશ્વનું રક્ષણ કરવામાં વત્સલ! આપ પ્રસન્ન થાઓ અને સંસારસમુદ્રને તરવામાં વહાણ સમાન દીક્ષા મને આપો.” સુંદરીનાં એવાં વચન સાંભળી “હે મહાસ! તને શાબાશ છે” એમ કહી સામાયિક સૂત્રોચ્ચારપૂર્વક પ્રભુએ તેને દીક્ષા આપી પછી તેને મહાવ્રતરૂપી વૃક્ષોના ઉદ્યાનમાં અમૃતની નીક જેવી શિક્ષામય દેશના આપી, એટલે જાણે મોક્ષ પ્રાપ્ત થયો હોય એમ માનતી તે મન સાધ્વી મેટાએની પાછળ વ્રતિનીગણ (સાધ્વીઓના સમૂહ) ની મધ્યમાં બેડી. પ્રભુની દેશના સાંભળી તેમના ચરણકમળને નમી મહારાજા ભરતપતિ હર્ષ પામી અયોધ્યા નગરીમાં ગયા. ત્યાં પિતાના સર્વ સ્વજનેને જોવાની ઇચ્છાવાળા મહારાજાને અધિકારીઓએ જે આવ્યા તેને બતાવ્યા અને ન આવ્યા તેમને સંભારી આપ્યા. પછી પોતાના ભાઈઓ જેઓ અભિષેકઉત્સવમાં પણ આવ્યા નહોતાં તેમને બોલાવવાને ભરત રાજાએ એક એક દૂત મોકલ્યો. દૂતોએ જઈ તેમને કહ્યું--તમે રાજ્યની ઈચ્છા કરતા હો તો ભરત રાજાની સેવા કરે.' દૂતોના કહેવાથી તેઓ સર્વે વિચાર કરી બોલ્યા-પિતાએ અમને તથા ભરતને રાજ્ય વહેંચી આપેલું છે તે ભારતની સેવા કરવાથી તે અમને અધિક શું કરશે ? શું તે કાળ આ કાળને રોકી શકશે? શું દેહને પકડનારી જરા રાક્ષસીને તે નિગ્રહ કરશે? શું પીડાકારી વ્યાધિરૂપી વ્યાધિને મારી શકશે ? અથવા શું ઉત્તરોત્તર વધતી જતી તૃષ્ણાને ચૂર્ણ કરશે? જો આવી જાતનું સેવાનું ફળ આપવાને ભરત સમર્થ ન હોય તે સર્વ સામાન્ય મનુષ્યપણામાં કોણ કોને સેવવા યોગ્ય છે ? તેને ઘણું રાજ્ય હોવા છતાં પણ તેટલાથી અસંતોષી હોવાને લીધે પિતાના બળથી જે અમારા રાજ્ય ગ્રહણ કરવાની ઈચ્છા કરે તો અમે પણ એક પિતા જ પુત્ર છીએ, તેથી હે દૂતો ! અમે પિતાજીને વિદિત કર્યા સિવાય તમારા સ્વામી કે જે અમારો મોટે ભાઈ છે. તેની સાથે યુદ્ધ કરવાને ઉત્સાહ ધરતા નથી.” એ પ્રમાણે દૂતોને કહી ઋષભદેવજીના તે (૯૮) પુત્ર અષ્ટાપદ પર્વત ઉપર સમવસરણની અંદર બિરાજેલા ઋષભસ્વામીની પાસે ગયા. ત્યાં પ્રથમ ત્રણ પ્રદક્ષિણા કરી પરમેશ્વરને તેમણે પ્રણામ કર્યા. પછી મસ્તકે અંજલિ જેડી તેઓ નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ! દેવતાઓ પણ તમારા ગુણોને જાણી શકતા નથી તે તમારી સ્તુતિ કરવાને બીજુ કોણ સમર્થ થાય ? તથાપિ બાળકની જેવી ચપળતાવાળા અમે તમારી સ્તુતિ કરીએ છીએ. જેઓ હંમેશાં તમને નમસ્કાર કરે છે તેઓ તપસ્વીથી પણ અધિક
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy