SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ સર્ગ ૪ થે - સુષેણે મારે ચલાવવાથી કેટલાએક શત્રુઓ મૃગની પેઠે ત્રાસ પામી ગયા, કેટલાએક પૃથ્વી ઉપર પડેલા સસલાની પેઠે આંખો મીંચીને બેસી રહ્યા, કેટલાએક રહિત જાતનાં પશુની જેમ ખેદ પામી ત્યાં જ ઊભા રહ્યા અને કેટલાએક વાંદરાની પેઠે વિષમ સ્થળે ચડી ગયા, વૃક્ષના પત્રની પેઠે કેઈનાં અસ્ત્રો પડી ગયા, યશની પેઠે કોઇનાં છત્રો પતિત થયાં, મંત્રથી સ્તબ્ધ કરેલા સર્પોની પેઠે કોઇના અો સ્થિર થઈ ગયા અને જાણે અપરિચિત માણસ હોય તેમ કોઈ પિતાના માણસોની પણ વાટ જોવા રહ્યા નહીં, સર્વ શ્લેષ્ઠ પિતાના પ્રાણ લઈને દશે દિશામાં નાસી ગયા. જળના પૂરથી જેમ વૃક્ષ તણાઈ જાય તેમ સુષેણરૂપી જળના પૂરથી નિર્બળ થઈ તેઓ ઘણું જન સુધી તણાઈને ચાલ્યા ગયા. પછી કાગડાની પેઠે તેઓ એકઠા થઈ, ક્ષણવાર વિચારી, આતુર બાળકે જેમ માતા પાસે જાય તેમ મહાનદી સિંધુ સમીપે આવ્યા અને જાણે મૃત્યુનાન કરવાને ઉદ્યત થયા હોય તેમ તેને કિનારે વેલમાં સંથારા કરીને તેઓ બેઠા. ત્યાં તેઓએ નગ્ન અને ઉત્તાન થઈને મેઘમુખ વિગેરે નાગકુમાર નિકાયને પોતાના કુળદેવતાને મનમાં ધારણ કરી અષ્ટમ તપ કર્યો. અષ્ટમ તપની પ્રાંતે જાણે ચક્રીન તેજથી ભય લાગ્યો હોય તેમ નાગકુમાર દેવતાનાં આસન કંપાયમાન થયાં. અવધિજ્ઞાનવડે ફેરછ લોકોને તેવી રીતે આ થયેલા જોઈ પીડાથી દુઃખ પામતા પિતાની જેમ તેમની આગળ આવીને તેઓ પ્રગટ થયા. આકાશમાં રહી તેઓએ કિરાત લોકોને કહ્યું--તમને મન ઈચ્છિત કયા અર્થની ઇચ્છા છે. તે કહે.” આકાશમાં રહેલા તે મેઘમુખ નાગકુમારેને જોઈ જાણે ઘણું તૃષિત હોય તેમ તેઓએ મસ્તક ઉપર અંજલિ જોડીને કહ્યું- પૂર્વે કેઈએ પણ આક્રાંત નહીં કરેલા અમારા દેશમાં હમણાં આ કેઈ આવે છે તે પાછો ચાલ્યો જાય તેમ કરે.” દેએ કહ્યું – કિરાતે ! આ ભરત નામે ચક્રવર્તી રાજા છે. ઇંદ્રની પેઠે તે દેવ. અસુર અને મનુષ્યથી પણ અજેય છે. ટાંકણાથી ગિરિના પાષાણ જેમ અભેદ્ય હોય છે તેમ પૃથ્વીમાં ચક્રવતી રાજા મંત્ર, તંત્ર, વિષ, અસ્ત્ર અને વિદ્યાઓથી અગોચર હોય છે તથાપિ તમારા આગ્રહથી અમે તેને ઉપદ્રવ કરશું.' એમ કહીને તેઓ અદશ્ય થયા. ક્ષણવારમાં જાણે પૃથ્વીમાંથી ઉછળીને સમુદ્રા આકાશમાં આવ્યા હોય તેમ કાજળની જેવા શ્યામ કાંતિવાળા મેઘ ગગનમાં ઉત્પન્ન થયા. વિદ્યરૂપી તજનીથી ચક્રવર્તીની સેનાને તિરસ્કાર કરતા હોય અને ઉત્કટ ગજેનાથી વારંવાર આક્રશ કરી તેનું અપમાન કરતા હોય તેવા તે જણાવા લાગ્યા. સેનાને ચૂર્ણ કરવાને તેટલા પ્રમાણુવાળી ઊંચે આવેલી વજશિલાના જેવા મેઘ, મહારાજાની છાવણી ઉપર તત્કાળ ચડી આવ્યા અને જાણે લોઢાના અગ્રભાગ હોય, જાણે બાણ હોય તથા જાણે દંડ હોય તેવી ધારાથી તે વર્ષવા લાગ્યા. મહીતલ તરફ મેઘના જળથી પૂરાઈ ગયું અને તેમાં રથ નાવની જેવા તથા હાથી વિગેરે મગરમચ્છની જેવા જણાવા લાગ્યા. સૂર્ય જાણ કઈ ઠેકાણે ચાલ્યા ગયે હોય અને પર્વતે જાણે ક્યાંક નાસી ગયા હોય તેમ મેઘના અંધકારથી કાળરાત્રિના જે દેખાવ થઈ ગયે. તે વખતે પૃથ્વી ઉપર અંધકારત્વ અને જળત્વ થઈ રહ્યું, તેથી જાણે એક વખતે યુગ્મધર્મો પ્રવર્તતા હોય તેમ જણાવા લાગ્યું. આવી અરિષ્ટકારક વૃષ્ટિને જોઈ ચક્રવર્તીએ પ્રિય ભૂત્યની જેમ સ્વહસ્તથી ચર્મરત્નને સ્પર્શ કર્યો. ઉત્તર દિશાના પવનવડે મેઘ વૃદ્ધિ પામે તેમ ચક્રીના હસ્તથી સ્પર્શ થયેલું ચર્મરત્ન બાર યોજન વૃદ્ધિ પામ્યું. સમુદ્રના મધ્યમાં રહેલી જમીન હોય તેમ જળની ઉપર રહેલા ચર્મરત્ન ઉપર મહારાજા સર્વ સન્ય સહિત રહ્યા. પછી પરવાળાથી ક્ષીરસમુદ્ર શેભે તેમ સુંદર કાંતિવાળી સુવર્ણની નવાણું
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy