SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ૧૨૭ હજાર શલાકાથી શુભતું, નાળવડે કમળની પેઠે ત્રણ તથા ગ્રંથી રહિત અને સરલપણાથી શોભતા સુવર્ણદંડથી સુંદર અને જળ, આતપ, પવન અને રજથી રક્ષણ કરવાને સમર્થ એવા છત્રરત્નને રાજાએ સ્પર્શ કરવાથી તે પણ ચર્મરત્નની પેઠે વૃદ્ધિ પામ્યું. તે છત્રના દંડની ઉપર અધિકારનો નાશ કરવા માટે રાજાએ અત્યંત તેજવડે સૂર્ય જેવું મણિરત્ન આરોપિત કર્યું. છત્રરત્ન અને ચર્મરત્નને સંપુટ તરતા ઈડાની જે ભવા લાગ્યું ત્યાંથી લાકમાં બ્રહ્માંડની ક૯૫ના ઉત્પન્ન થઈ. હિરત્નના પ્રભાવથી તે ચર્મ રતનમાં સારા ક્ષેત્રની પેઠે સવારે વાવેલા ધાન્ય સાયંકાળે ઉત્પન્ન થાય છે; ચંદ્ર સંબંધી પ્રાસાની પેઠે તેમાં પ્રાત:કાળે વાવેલા કુષ્માંડ, પાલક્ય અને મુળા વિગેરે સાયંકાળે નિષ્પન્ન થાય છે; અને પ્રાત:કાળે વાવેલા કદલી વિગેરે ફળવૃક્ષે પણ મહપુરુષને આરંભો જેમ ફળિભૂત થાય છે તેમ સાયંકાળે ફલિભૂત થાય છે. તેમાં રહેલા લે કે પૂર્વોક્ત ધાન્ય, શાક અને ફળનું ભજન કરીને હર્ષ પામતા અને ઉદ્યાનમાં ક્રીડા કરવા જઈને રહેલા હોય તેમ કટકને શ્રમ પણ જાણતા નહોતા. જાણે મહેલમાં રહ્યા હોય તેમ મર્યલોકના ચર્મરત્ન અને છત્રરત્નની મધ્યમાં પરિવાર સહિત સ્વસ્થપણે રહેવા લાગ્યા. એવી રીતે તેમાં રહેતાં કલ્પાંતકાળની પેઠે અશાંત વર્ષતા એવા નાગકુમાર દેવતાઓએ સાત અહોરાત્ર વીતાડ્યા. પછી “આ. કોણ પાપી મને આવો ઉપસર્ગ કરવાને ઉદ્યત થયો છે?? એવો રાજાના મનમાં થતો વિચાર જાણીને મહાપરાક્રમી અને સદા સમીપ રહેનારા સોળ હજાર ચશ્નો તૈયાર થયા, ભાથા બાંધીને પોતાનાં ધનુષે અધિજ્ય કર્યા અને જાણે ક્રોધરૂપી અગ્નિથી શત્રુઓને બાળવાને ઇચ્છતા હોય તેવા થઈને નાગકુમારની પાસે આવી કહેવા લાગ્યા “અરે રાંકડાઓ ! તમે અજ્ઞાનીની પેઠે પૃથ્વીના પતિ આ ભરત ચક્રવતીને જાણતા નથી ? અખિલ વિશ્વથી અજેય આ રાજાને કરેલો ઉપદ્રવ મોટા પર્વતમાં દંતપ્રહાર કરવાથી કષ્ટ પામતા હાથીની પેઠે તમને જ આપત્તિને અર્થે થશે, તેમ છતાં પણ મસ્કુણની પેઠે તમે અહીંથી શીધ્ર ચાલ્યા જાઓ, નહીં તે તમારું પૂર્વે નહીં જોયેલું એવું અપમૃત્યુ થશે. ” એ પ્રમાણે સાંભળીને આકુળવ્યાકુળ થયેલા તે મેઘમુખ નાગકુમારોએ ઈદ્રજાલિક જેમ ઇદ્રજાળને સંહરી લે તેમ ક્ષણવારમાં મેઘબળને સંહરી લીધું અને “તમે ભરત રાજાને શરણ થાઓ” એવું કિરાત લોકોને કહી પોતાને સ્થાનકે ગયા. દેવતાનાં વચનથી ઈરછાભગ્ન થયેલા મ્લેચ્છ લે કે અન્ય શરણુહિત થવાથી શરણને ચગ્ય એવા ભરતરાજાને શરણે ગયા. જાણે સર્પની ફણ ઉપરથી લઈ લઈને એકઠા કર્યા હોય તેવા મણિઓ, જાણે મેરુપર્વતને સાર હોય તેવા સુંદર સુવર્ણન રાશિ અને અધરત્નના પ્રતિબિંબ હોય તેવા લાખ અ તેઓ એ ભરતપતિને ભેટ કર્યા. પછી મસ્તકે અંજલિ જોડી ચારુવચનગર્ભિત વાણીથી જાણે બંદીજનોના સહોદર હોય તેમ ઊંચે સ્વરે કહેવા લાગ્યા–“હે જગત્પતિ ! હે અખંડ પ્રચંડ પરાક્રમી ! તમે વિજય પામે ! છ ખંડ પૃથ્વીમંડળમાં તમે ઈંદ્ર જેવા છો. હે રાજા ! અમારી પૃથ્વીના કિલારૂપ વૈતાઢય પર્વતનું મોટું ગુફાદ્વાર તમારા સિવાય બીજો કોણ ઉઘાડવાને સમર્થ છે? હે વિજયી રાજા ! આકાશમાં જતિશ્વકની જેમ જળની ઉપર આખા સૈન્યનો પડાવ રાખવાને તમારા સિવાય બીજો કોણ સમર્થ છે? હે સ્વામિ! અદ્દભુત શક્તિને લીધે તમે દેવતાઓથી પણ અજેય છે એવું અમે હવે જાણ્યું છે, માટે અમારો અજ્ઞને સર્વ અપરાધ ક્ષમા કરે. હે નાથ ! નવીન જીવન આપનાર તમારા હસ્તને અમારી પીઠ ઉપર આરોપણ કરે! આજથી અમે તમારી આજ્ઞામાં જ વર્તશું. કૃતજ્ઞ એવા મહારાજાએ તેમને પોતાને આધીન કરી તેમને સત્કાર
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy