SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ લુ ૧૨૫ અનાથની જેમ પરાજય પામેલી પોતાની સેનાને જોઇ, રાજાની આજ્ઞાની પેઠે કાપે સેનાપતિ સુષેણુને ઉશ્કેર્યા. તેનાં નેત્ર તથા મુખ લાલચાળ થઈ ગયાં અને ક્ષણવારમાં મનુષ્યરૂપે જાણે અગ્નિ હોય તેમ તે દુનિરીક્ષ્ય થઈ ગયા. રાક્ષસપતિની પેઠે સર્વ પૌનિકેના ગ્રાસ કરવાને માટે પોતે તૈયાર થઈ ગયા. અંગમાં ઉત્સાહ આવવાથી તેનું સુવર્ણ - મય કવચ ઘણું તડાતડ થઇને પહેરાયું અને તેથી તે જાણે ખીજી ત્વચા હાય તેવું શાભવા લાગ્યું. કવચ પહેરીને સાક્ષાત્ જય હાય એવા તે સુષેણ સેનાપતિ કમલાપીડ નામના ઘેાડા ઉપર આરૂઢ થયેા. તે ઘેાડા એશી અંશુલ ઊ ંચા હતા, નવાણું આંગળ વિશાલ હતા, એકસે ને આંઠ આંગળ લાંખા હતા, ખત્રીશ આંગળીની ઊંચાઇમાં નિર'તર તેના માથાના ભાગ રહેતા હતા, ચાર આંગળના તેના ખાહુ હતા, સેાળ આંગળની તેની જા હતી, ચાર આંગળના ગાઠણ હતા અને ચાર આંગળ ઊ'ચી ખરીએ હતી. ગાળાકાર અને વળેલા તેના મધ્યભાગ હતા, વિશાળ, જરા નમેલા અને પ્રસન્નતા પમાડનાર પૃષ્ઠભાગથી તે શાભતા હતા, હિરાગળ વસ્ત્રના તંતુ હોય તેવા કોમળ રૂવાટાથી તે યુક્ત હતા, શ્રેષ્ઠ એવા દ્વાદશ આવસહિત હતા, શુદ્ધ લક્ષણોથી લક્ષિત હતા અને સારી રીતે યૌવન પ્રાપ્ત થયેલા પોપટનાં પીછાં જેવી લીલી તેની કાંતિ હતી. કદી પણ તેના ઉપર ચાબૂકના પાત થયા નહોતા અને સ્વારના ચિત્ત પ્રમાણે તે ચાલનારા હતા. રત્ન અને સુવર્ણમય લગામના મિષથી જાણે લક્ષ્મીએ પોતાના હાથથી તેને આલિંગિત કર્યા હોય તેવા તે જણાતા હતા. તેના ઉપર સુવર્ણની ઘુઘરમાળ મધુર સ્વરથી ખણખણતી હતી, તેથી જાણે અંદર મધુકરના મધુર ધ્વનિવાળી કમલની માળાઓની અર્ચિત કરેલા હોય તેવા તે જણાતા હતા. પંચવણના મણિએથીમિશ્ર સુવર્ણાલંકારનાં કિરણાવડે અદ્વૈતરૂપની પતાકાના ચિહ્નથી અંકિત હેાય તેવુ તેનુ' મુખ હતુ', મ'ગળના તારાથી અકિ'ત આકાશની પેઠે સુવર્ણ કમળનુ તેને તિલક હતું અને એ બાજુ ધારણ કરેલા ચામરાથી જાણે ખીજા કણ ને ધારણ કરતા હોય તેવા તે લાગતા હતા. ચક્રીના પુણ્યથી ખેચાઈ આવેલા ઇંદ્રના ઉચ્ચ શ્રવા હોય તેવા તે શેાભતા હતા. વાંકા પગલાં મૂકવાથી તેના ચરણુ લીલાથી મૂકાતા હોય તેવા જણાતા હતા. બીજી મૂર્ત્તિથી જાણે ગરૂડ હોય અથવા મૂર્ત્તિમાન જાણે પવન હેાય તેવા તે એક ક્ષણમાં સા યેાજનને ઉલ્લંઘન કરવાનું પરાક્રમ બતાવનારા હતા. કર્દમ, જળ, પાષાણુ, કાંકરા અને ખાડાથી વિષમ એવા મહાસ્થલી તથા ગિરિગુફા વિગેરે દુર્ગમ સ્થળેા ઉતરવામાં તે સમર્થ હતા. ચાલતી વખતે તેના ચરણુ પૃથ્વીને સહજ અડતા હતા તેથી જાણે તે આકાશમાં ચાલતા હોય તેમ જણાતા હતા. તે બુદ્ધિવાન અને નમ્ર હતા, પાંચ પ્રકારની ગતિથી તેણે શ્રમને જીત્યા હતા અને કમલના જેવા તેને શ્વાસ સુગધી હતા. એવા ઘેાડા ઉપર બેસીને સેનાપતિએ યમરાજની જેમ જાણે શત્રુઓનું પાનુ હાય તેવુ' ખડ્ગરત્ન ગ્રહણ કર્યું .. તે ખડ્ગ પચાસ આંગળ લાંબું હતું. સાળ આંગળ વિસ્તારમાં હતું, અદ્ધ આંગળ જાડું હતું અને સુવર્ણ તથા રત્નમય તેનું સ્થાન હતું. મ્યાનમાંથી તેણે બહાર કાઢેલુ હતુ. તેથી કાંચળીથી મુક્ત થયેલા સર્પ જેવું તે જણાતું હતુ. તીક્ષ્ણ ધારવાળુ, જાણે બીજું વજ્ર હાય તેવું, દૃઢ અને વિચિત્ર કમલાની શ્રેણી જેવા સ્પષ્ટ વર્ણથી તે શેાભતું હતું. એ ખડૂગ ધારણ કરવાથી જાણે પાંખાવાળા ગરૂડ હાય અથવા કવચધારી કેશરીસિંહ હોય એવા તે સેનાપતિ જણાવા લાગ્યા. આકાશમાં થતી વીજળી જેવી ચપલતાથી ખડૂગને ફેરવતા તેણે રણભૂમિમાં અશ્વને હંકાર્યા. જલકાંત મણિ જેમ જળને ફાડે (વિભાગ કરે) તેમ રિપુદળને ફાડતા (તેમાં ભંગાણ પાડતા) સેનાપતિ ઘેાડાની સાથે રણાંગણમાં દાખલ થયા.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy