SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ સર્ગ ૪ થો પ્રવેશ કરતા નરપતિએ ચાર અંગુલ પ્રમાણુવાળું અને સૂર્યના જેવું પ્રકાશમાન મણિરત્ન ગ્રહણ કર્યું. તે એક હજાર યક્ષેએ અધિષ્ઠિત કરેલું હતું. શિખાબંધીની પેઠે મસ્તક ઉપર તે રત્નને ધારણ કર્યું હોય તે તિર્યંચ દેવતા અને મનુષ્ય સબંધી ઉપસર્ગો થતા નથી. વળી તે રત્નના પ્રભાવથી અંધકારની જેમ સમગ્ર દુઃખ નાશ પામે છે અને શસ્ત્રના ઘાની પેઠે રેગનું પણ નિવારણ થાય છે. સવર્ણકંભ ઉપર જેમ સુવર્ણનું ઢાંકણું રાખે તેમ રિપુનાશક રાજાએ તે રત્ન હસ્તીના દક્ષિણ કુંભસ્થળ ઉપર રાખ્યું. વળી પાછળ ચાલતી ચતુરંગ સેના સહિત ચકાનુસારે કેશરીસિંહની જેમ ગુફામાં પ્રવેશ કરનાર નરકેશરી ચક્રીએ ચાર અંગુલ પ્રમાણુવાળું બીજું કાંકિણીરત્ન પણ ગ્રહણ કર્યું. તે સૂર્ય, ચંદ્ર અને અગ્નિના જેવી કાંતિવાળું હતું. અધિકરણી જે સંસ્થાને (આકારે) હતું, સહસ્ર યક્ષેએ અધિષ્ઠિત કરેલું હતું. આઠ સેનૈયા જેવડું પ્રમાણમાં હતું, છંદલ(પત્ર) વાળું હતું, બાર હાંસવાળું હતું, સરખા તળીઓવાળું હતું અને માન, ઉન્માન તથા પ્રમાણ વડે યુક્ત હતું, તેને આઠ કણિકા હતી અને બાર જન સુધી અંધકાર દૂર કરવામાં તે સમર્થ હતું. ગુફાની બંને બાજુએ એક એક જનને અંતે ગોમૂત્રિકોને આકારે તે કાંકિણીરત્નથી અનુક્રમે મંડળોને આલેખતા ચક્રવત ચાલવા લાગ્યા. તે દરેક મંડળ પાંચશે ધનુષ વિસ્તારવાળા, એક જનમાં પ્રકાશકારક અને સંખ્યાએ ઓગણપચાસ થયા. જ્યાં સુધી મહીતલ ઉપર કલ્યાણચંતા ચક્રવર્તી જીવે છે ત્યાં સુધી તે ગુફા ઉઘાડા દ્વારવાળી રહે છે અને તે મંડળ પણ પ્રકાશિત રહે છે. ચક્રરત્નને અનુસરીને ચાલનારા ચક્રવતીની પાછળ ચાલનારી તેની સેના મંડળના પ્રકાશથી અખલિતપણે ચાલવા લાગી. સંચાર કરતી ચક્રવતીની સેનાથી તે ગુફા અસુરાદિના સૈન્યથી રત્નપ્રભાના મધ્યભાગ જેવી શોભવા લાગી. મનિદંડ (રવૈયા) થી મંથની (ગળી) ઘોષ કરે તેમ સંચાર કરતા ચમ્મચક્રથી તે ગુફા મુદ્દામ ઘેાષ કરવા લાગી. કેઈના પણ સંચાર વિનાને ગુફામાર્ગ રથવડે ચલાવાળો થવાથી અને અની ખરીથી તેના કાંકરાઓ ઉખડી જવાથી નગરમાગ જેવો થઈ ગયે. સેનાના લકથી તે ગુફા લોકનાળિકાની જેમ તિરસ્ક્રીનપણુને પામી. અનુક્રમે તમિસા ગુફાના મધ્યભાગમાં અવશ્વ ઉપર રહેલી કટીમેખલાની જેવી ઉમેગ્ના અને નિમગ્ના નામે બે નદીઓ સમીપે ચક્રી આવી પહે "દક્ષિણ અને ઉત્તર ભરતાદ્ધમાંથી આવતા લોકોને માટે નદીઓના મિષથી વૈતાઢય પર્વતે બે આજ્ઞારેખા કરી હોય તેવી તે નદીએ દેખાતી. તેમાંની ઉત્પનામાં પથ્થરની શિલા પણ બિકાની પેઠે તરે છે અને નિમગ્નામાં તુંબિકા પણ શિલાની પેઠે ડૂબી જાય છે. બંને સરિતા તમિજા ગુફાની પૂર્વ ભિત્તિમાંથી નીકળે છે અને પશ્ચિમ ભિત્તિનો મધ્યમાં થઈને સિંધુ નદીની અંદર મળી જાય છે. તે નદી એ ઉપર જાણે વૈતાઢય કુમારદેવની વિશાળ એકાંત શમ્યા હોય તેવી વાદ્ધકિરને એક નિર્દોષ પાજ બાંધી. તે પાજ વાદ્ધકિરને ચણવારમાં તૈયાર કરી; કેમકે ગેહાકાર કલ્પવૃક્ષની જેટલા પણ તેને વિલંબ લાગતો નથી. તે પાજ ઉપર સારી રીતે સાંધા કરેલા પાષાણે બાંધી લીધા તેથી જાણે આખી પાજ એક પાષાણુથી ઘડી હોય તેવી શોભવા લાગી. હાથની પેઠે સરખા તળિયાવાળી અને વજની પેઠે ઘણું મજબૂત હોવાથી તે પાજ ગુફાદ્વારનાં બે કમાડથી નિર્માણ કરી હોય તેમ જણાતું હતું. પદવિધિની પેઠે સમર્થ ચક્રવતી તે દુસ્તર સરિતાઓ સૌન્ય સહિત સુખે ઉતર્યા. સૌન્યની સાથે ચાલતા મહારાજા અનુક્રમે ઉત્તર દિશાના મુખ જેવા ગુફાના ઉત્તર દ્વાર પાસે આવી પહોંચ્યા. તેનાં બંને કમાડ જાણે દક્ષિણ દ્વારના કમાડને નિર્દોષ સાંભળીને ભય પામ્યા હોય તેમ તત્કાળ પોતાની મેળે જ ઉઘડી ગયાં. તે કમાડે.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy