SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ૧૨૩ ઉઘડતી વખતે “સરરર એ શબ્દ કરવા લાગ્યાં તેથી જાણે ચક્રીના સૌન્યને સરણ(ગમન) ની પ્રેરણા કરતા હોય તેમ જણાતાં હતાં, ગુફાના પડખાની ભીંતે સાથે તે કમાડ આલિંગન કરીને રહ્યાં તેથી જાણે પૂર્વે નહીં થયેલી બે ભેગળો હોય તેવાં દેખાવા લાગ્યા. પછી સૂર્ય જેમ વાદળાના મધ્યમાંથી નીકળે તેમ પ્રથમ ચક્રવતી આગળ ચાલનાર ચક્ર ગુફામાંથી નીકળ્યું અને પાતાલના વિવરમાંથી જેમ બલીદ્ર નીકળે તેમ પાછળ પૃથ્વીપતિ ભરત નીકળ્યા. પછી વિધ્યાચળની ગુફાની જેમ તે ગુફામાંથી નિઃશંકપણે લીલાયુક્ત ગમન કરતા ગજે દ્રો નીકળ્યા, સમુદ્રમાંથી નીકળતા સૂર્યના અશ્વને અનુસરતા સુંદર અને સારી રીતે ચાલતા નીકળ્યા. ધનાઢય લોકેના તબેલામાંથી નીકળતા હોય તેમ પિતાના શબ્દોથી ગગનને ગજાવતા રથ નીકળ્યા, અને સ્ફટિક મણિના રાફડામાંથી જેમ સર્પો નીકળે તેમ વૈતાઢય પર્વતની તે ગુફાના મુખમાંથી બળવાન પાયદલ પણ નીકળ્યું. એવી રીતે પચાસ જન વિસ્તારવાળી તે ગુફાને ઉલ્લંઘન ફરી મહારાજા ભરતેશે ઉત્તર ભરતાદ્ધનો વિજય કરવાને ઉત્તર ખંડમાં પ્રવેશ કર્યો. તે ખંડમાં “આપાત” નામને દુર્મદ ભિલ્લો વસતા હતા. જાણે ભૂમિ ઉપર રહેલા દાનવો હોય તેવા તેઓ ધનાઢય, પરાક્રમી અને પ્રકાશવંત હતા. અનેક મોટી હવેલીઓ, શયન, આસન અને વાહનો તથા ઘણું સોનું રૂપું હોવાથી તેઓ કુબેરના ગોત્રી હોય તેવા જણાતા હતા. તેઓ બહોળા કુટુંબી અને ઘણું દાસના પરિવારવાળા હતા અને દેવતાઓના ઉદ્યાનમાં રહેલા વૃક્ષોની પેઠે કેઈથી તેમને પરાભવ થતું ન હતું. મેટા શકટને ભાર વહન કરનાર મેટા બળદની જેમ તેઓ નિરંતર અનેક યુદ્ધમાં પોતાની બળશક્તિ વાપરતા. જ્યારે યમરાજની પેઠે ભરતપતિએ તેમના ઉપર બળાત્કારે ચડાઈ કરી ત્યારે તેઓને સૂચવનારા ણઘા ઉત્પાત થવા માંડયા. ચાલતા ચક્રવતીના સૈન્યના ભારથી જાણે પીડિત થઈ હોય તેમ ગૃહઉદ્યાનને કંપાવતી પૃથ્વી કંપવા લાગી; ચક્રવતના દિગંતવ્યાપી પ્રૌઢ પ્રતાપવડે હોય તેમ દિશાઓમાં દાવાનળ જેવા દાહ થવા લાગ્યા; ઊડતી ઘણી રજથી દિશાઓ પુમ્પિણી (રજસ્વલા) સ્ત્રીઓની પેઠે અનાલોકપાત્ર (નહીં જોવા લાયક પાત્ર) જેવી થઈ પડી, કૂર અને દુઃશ્રવ નિર્દોષ કરનારા મગરો જેમ સમુદ્રમાં પરસ્પર અથડાય તેમ તેવા દુષ્ટ પવને પરસ્પર અથડાતા વધવા લાગ્યા; આકાશમાંથી ચોતરફ ઉંભાડીઆની પેઠે સર્વ લેચ્છ વ્યાધ્રોને ક્ષેભ થવાને કારણરૂપ ઉલ્કાપાત થવા લાગ્યા; ક્રોધ કરીને ઉઠેલા યમરાજના જાણે પૃથ્વી ઉપર હસ્તાઘાત પડતા હોય તેવા ભયંકર ઘોષવાળા વજ-નિર્ધાત થવા લાગ્યા અને જાણે મૃત્યુની લક્ષમીનાં છત્ર હોય તેવા કાકપક્ષિઓના મંડળ આકાશમાં સ્થાને સ્થાને ભમવા લાગ્યા. છે. આ તરફ સુવર્ણનાં કવચ, ફરસી અને પ્રાસનાં કિરણોથી આકાશમાં રહેલા સહસ્ત્રકિરણવાળા સૂર્યને કેટી કિરણવાળા કરનારા, ઉદંડ એવા દંડ, દંડ અને મુદગરથી આકાશને ઉન્નત કરનારા વજાઓમાં રહેલા વ્યાઘ, સિંહ અને સર્પોના ચિત્રોથી આકાશચારી સ્ત્રીઓને ત્રાસ પમાડનારા અને મોટા હાથીઓના ઘટારૂપી મેઘથી દિશાઓના મુખભાગને અંધકારવાળા કરનારા ભરતરાજા આગળ વધવા લાગ્યા. તેમના રથના અગ્રભાગમાં રહેલા મગરના મુખ યમરાજના મુખથી સ્પર્ધા કરતા હતા અવની ખરીઓના ઘાતથી જાણે પૃથ્વીને ફેડતા હોય અને જયવાજિંત્રના ઘોર અવાજથી જાણે આકાશને ફેડતા હોય તેવા તે જણાતા હતા અને આગળ ચાલનારા મંગળના તારાથી સૂર્ય જેમ ભયંકર લાગે તેમ આગળ ચાલનાર ચક્રથી તે ભયંકર લાગતા હતા.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy