SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ૧૨૧ રહેલા પ્લેચ્છોની સર્વ જાતને જીતી લીધી. પ્રૌઢ પ્રતાપના અનિવાર્ય પ્રસારવાળા તે સેનાનીએ ત્યાંથી આગળ ચાલીને સૂર્ય જેમ સર્વ આકાશને આક્રાંત કરે તેમ કચ્છ દેશની સઘળી ભૂમિને આક્રાંત કરી. સિંહ જેમ આખી અટવીને દબાવે તેમ આખા નિષ્ફટને દબાવીને તે કચ્છ દેશની સરખી ભૂમિમાં સ્વસ્થ થઈને રહ્યા. પતિની પાસે જેમ સ્ત્રીઓ આવે તેમ ત્યાં પ્લેરછ દેશના રાજાઓ ભક્તિથી ભેટે લઈને સેનાપતિ પાસે આવવા લાગ્યા. કેઈએ સુવર્ણગિરિના શિખર જેવડા સુવર્ણ રત્નોના રાશિ આપ્યા, કેઈએ ચલાયમાન વિંધ્યાદ્રિના જેવા હસ્તિઓ આપ્યા, કેઈએ સૂર્યના અશ્વને ઉલંઘન કરનારા અધો આપ્યા અને કોઈએ અંજનથી રચેલા દેવરથ જેવા રથ આપ્યા. બીજુ પણ જે જે સારરૂપ હતું તે સર્વ તેને અર્પણ કર્યું, કેમકે પર્વતમાંથી નદીએ આકર્ષણ કરેલાં ૨ો પણ અનુક્રમે રત્નાકરમાં જ આવે છે. એવી રીતે ભેટ આપીને તેઓએ સેનાપતિને કહ્યું“આજથી અમે તમારી આજ્ઞા પાળનારા થઈ તમારા ભૂત્યની પેઠે પોતપોતાના દેશમાં રહીશું.” સેનાનીએ તેમને યથાયોગ્ય સત્કાર કરીને વિદાય કર્યા અને પોતે પૂર્વની પેઠે સુખેથી સિંધુ નદી પાછો ઉતર્યો. જાણે કીર્તિરૂપી વલ્લીને દેહદ હોય તે સ્વેચ્છો પાસેથી આણેલે તે સર્વદંડ તેણે ચક્રીની પાસે લાવીને મૂક્યા. કૃતાર્થ એવા ચક્રીએ પ્રસાદપૂર્વક સત્કાર કરી વિદાય કરેલે સેનાની હર્ષ પામતો પિતાના આવાસમાં આવ્યું, અહીં ભરતરાજા અયોધ્યાની પેઠે સુખમાં રહેતા હતા; કેમકે સિંહ જ્યાં જાય ત્યાં તેનું સ્થાન જ છે. એક દિવસે તેમણે સેનાપતિને બોલાવી આજ્ઞા કરી કે “તમિસ્રા ગુફાનાં - બારણું ઉઘાડે.” નરપતિની તે આજ્ઞાને માળાની પેઠે મસ્તકે ચડાવી તરત જ સેનાની ગુફાદ્વાર પાસે આવીને રહ્યો. તમિસ્રાને અધિષ્ઠાયક દેવ કૃતમાલાનુ મનમાં સ્મરણ કરી તેણે અષ્ટમ તપ કર્યો, કેમકે સર્વ સિદ્ધિઓ તપોભૂલ છે. પછી સેનાપતિ સ્નાન કરી, વેત વસ૩૫ પાંખને ધારણ કરી સરોવરમાંથી રાજહંસ નીકળે તેમ નાનભવનમાંથી નીકળે અને સુવર્ણના લીલા કમલની પેઠે સુવર્ણનું ધૂપીયુ હાથમાં લઈ તમિસાના દ્વાર પાસે આવ્યો. ત્યાં રહેલા કપાટને જોઈ તેણે પ્રથમ પ્રણામ કર્યો, કેમકે શકિતવંત એવા મહંત પુરુષે પ્રથમ સામભેદને પ્રયોગ જ કરે છે. ત્યાં વૈતાઢય પર્વત પર સંચાર કરતી વિદ્યાધરોની સ્ત્રીઓને સ્તંભન કરવામાં ઔષધરૂપ એ મહદ્ધિક અષ્ટાહૂિનકા ઉત્સવ કર્યો અને માંત્રિક જેમ મંડળને આલેખ કરે તેમ સેનાનીએ અખંડ તાંદુલથી ત્યાં અષ્ટમંગલિક આલેખ્યા. પછી ઈદ્રના વજની પેઠે તેણે શત્રુઓને નાશ કરનારું ચક્રીનું દંડરત્ન પિતાના હાથમાં ગ્રહણ કર્યું અને કપાટને હણવાની ઈચ્છાવાળે તે સાત આઠ પગલાં પાછો હઠ, કેમકે હાથી પણ પ્રહાર કરવાની ઈચ્છાથી કાંઈક પાછો ઓસરે છે. પછી સેનાનીએ તે દંડરત્નથી કપાટને ત્રણ વખત તાડન કર્યું અને વાજિંત્રની પેઠે તે ગુફાને ઉચે પ્રકારે ગજાવી મૂકી. તત્કાળ વૈતાઢય પર્વતનાં ગાઢ રીતે મીંચેલા જાણે લેચન હોય તેમ ગાઢ રીતે બંધ કરેલાં તે વજનિર્મિત કપાટ (બારણાં) ઉઘડી ગયાં. દંડના તાડનથી ઉઘડતાં તે કમાડ જાણે ઊંચે સ્વરે આક્રંદ કરતાં હોય તેમ તડતડાટ શબ્દ કરવા લાગ્યા. ઉત્તર દિશાના ભરતખંડના જયપ્રસ્થાન મંગળરૂપ તે કમાડ ઉઘાડવા સંબંધીને વૃત્તાંત સેનાનીએ ચક્રવતીને વિદિત કર્યો, એટલે હસ્તીરત્ન ઉપર આરૂઢ થઈ પ્રૌઢ પરાકમવાળા મહારાજાએ ચંદ્રની પેઠે તમિસ્રા ગુફામાં પ્રવેશ કર્યો. ૧૬
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy