SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૨ જો ઘર વિગેરે ચિતરવાને માટે અને લોકોની વિચિત્ર ક્રીડાના હેતુથી તે કૃતાર્થ પ્રભુએ ચિત્રકાર પણ ઉત્પન્ન કર્યા, લાકોને માટે વસ્ત્ર બનાવવા સારુ પ્રભુએ વિંદા (વણકરા) ની રચના કરી, કેમકે તે વખતે સ કલ્પવૃક્ષને ઠેકાણે પ્રભુ એક જ કલ્પવૃક્ષ હતા. લોકોને કેશ નખની વૃદ્ધિથી પીડિત થતા જોઇને તે જગત્પિતાએ નાપિત ( વાલદ) પણ બનાવ્યા. તે પાંચ શિલ્પા (કુ ંભકાર, ચિત્રકાર, વાંકી, વણકર, નાપિત )–દરેકના વીશ વીશ ભેદ થવાથી લેાકેામાં સરિતાના પ્રવાહની પેઠે સેક્સ પ્રકારે પ્રવર્ત્ય, અર્થાત્ સા શિલ્પા પ્રગટ થયા. લોકોની આજીવિકાને માટે તૃણુહર, કાષ્ઠાહર, કૃષિ અને વ્યાપાર વિગેરે કર્મ ભગવંતે ઉત્પન્ન કર્યા અને જગતની વ્યવસ્થારુપી નગરીના જાણે ચતુષ્પથ હોય તેવા સામ દામ, ભેદ અને દડ એ ચાર ઉપાયની કલ્પના કરી, જ્યેષ્ઠ પુત્રને બ્રહ્મ (મૂળમત્ર) કહેવું જોઇએ એવા ન્યાયથી જ હોયની તેમ ભગવાને પેાતાના મોટા પુત્ર ભરતને બહેાંતેર કળા શીખવી. ભરતે પણુ પાતાના બીજા સહેાદરાને તથા અન્ય પુત્રને તે કળાએ સમ્યક્ પ્રકારે શીખવી. કેમકે પાત્રને શીખવેલી વિદ્યાશત શાખાવાળી થાય છે, માહુબલિને પ્રભુએ હસ્તી, અશ્વ, સ્ત્રી અને પુરુષના અનેક પ્રકારના ભેદવાળા લક્ષણાનું જ્ઞાન આપ્યું. બ્રાહ્મીને જમણા હાથવડે અઢાર લિપિ બતાવી અને સુંદરીને ડાબા હાથથી ગણિત બતાવ્યું. વસ્તુએનાં માન, ઉન્માન, અવમાન તેમજ પ્રતિમાન પ્રભુએ બતાવ્યા અને મણિ વિગેરે પરાવવાની કળા પણ પ્રવર્તાવી. તેમની આજ્ઞાથી વાદી અને પ્રતિવાદીના વ્યવહાર રાજા, અધ્યક્ષ અને કુળગુરુની સાક્ષીથી પ્રવવા લાગ્યા. હસ્તી વિગેરેની પૂજા, ધનુર્વેદ તથા વૈદકની ઉપાસના, સગ્રામ, અર્થશાસ્ત્ર, મધ, ઘાત, વધ અને ગેાકી વિગેરે ત્યારથી પ્રવર્ત્તવા લાગ્યા અને ‘ આ માતા, આ પિતા, આ ભાઈ, આ સ્ત્રી, આ પુત્ર, આ ઘર અને આ ધન મારુ” એવી મમતા લેાકેાને વિષે ત્યારથી શરૂ થઈ. પ્રભુને વિવાહ વખતે અલકાર વડે અલંકૃત અને વજ્રવર્ડ પ્રસાધિત કરેલા જોયા હતા, ત્યારથી લાકોએ પણ પોતાને વસ્ત્રવાળા તથા આભૂષણવાળા કરવાના પ્રચાર કર્યા. પ્રભુએ કરેલુ. પ્રથમ પાણિગ્રહણ જોઇને અદ્યાપિ લેાકેા પણ તે જ પ્રમાણે પ્રાણિગ્રહણ કરે છે. કેમકે મોટા લાકોએ કલા-પ્રવર્તાવેલા માર્ગ નિશ્ચળ થાય છે. પ્રભુના વિવાહથી પ્રાર’ભીને દત્તકન્યા એટલે ખીજાએ આપેલી કન્યા સાથે પરણવુ શરૂ થયું અને ચુડા, ઉપનયન, વેડા વિગેરેની પ્રથા પણ ત્યારથી જ શરૂ થઈ. આ સર્વ ક્રિયાએ સાવદ્ય છે, તેા પણ પેાતાનુ કબ્ય જાણનાર પ્રભુએ લેાકેાની અનુકપાથી તે સર્વે પ્રવર્તાવી. તેમની આમ્નાયથી પૃથ્વી ઉપર અદ્યાપિ સુધી સર્વ કળા વિગેરે પ્રવર્તે છે, તેને અર્વાચીન બુદ્ધિવાળા વિદ્વાને એ શાસ્રરૂપે બાંધેલ છે. સ્વામીની શિક્ષાવડે સ લેાક દક્ષ થયા, કેમકે ઉપદેશ વિના મનુષ્યા પણ પશુની પેઠે આચર્ણ કરે છે, ८० વિશ્વની સ્થિતિરૂપી નાટકના સૂત્રધાર એવા પ્રભુએ ઉગ્ર, ભાગ, રાજન્ય અને ક્ષત્રીય એવા ચાર ભેદથી લેાકાના કુળાની રચના કરી. ઉગ્ર દંડના અધિકારી એવા આરક્ષક પુરુષો તે ઉગ્ર કુળવાળા, ઇન્દ્રને જેમ ત્રાયસ્રશ દેવતાએ તેમ પ્રભુના મંત્રી વિગેરે તે ભાગકુળવાળા, પ્રભુની સમાન વયવાળા મિત્રા તે રાજન્ય કુળવાળા અને બાકી અવશેષ રહેલા પુરુષો તે ક્ષત્રિય થયા. એવી રીતે પ્રભુ, વ્યવહાર નીતિની નવીન સ્થિતિ રચીને નવાઢા સ્ત્રીની પેઠે નવીન રાજ્યલક્ષ્મી ભાગવવા લાગ્યા. વૈદ્ય જેમ વ્યાધિવાળા માણસના રોગની ચિકિત્સા કરીને તેને યાગ્ય ઔષધ આપે તેમ દંડ કરવા લાયક લોકોને તેઓના અપરાધ પ્રમાણે દંડ (શિક્ષા ) આપવાનુ` પ્રભુએ નિર્માણ કર્યું. દંડથી ભય પામેલા લાકો ચારી
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy