SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ૧ વિગેરે (અપરાધ) કરતા નહી કેમકે દંડનીતિ છે તે સર્વે અન્યાયરૂપ સપને વશ કરવામાં જાગુંલીમંત્ર સમાન છે. સુશિક્ષિત લોક જેમ પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહીં, તેમ કોઈ કોઈનાં ક્ષેત્ર, ઉદ્યાન અને ઘર વિગેરેની મર્યાદાને ઉલ્લંઘન કરતા નહોતા. વરસાદ પણ પિતાની ગર્જનાના મિષથી જાણે પ્રભુના ન્યાયધમને વખાણતા હોય તેમ ધાન્યની નિષ્પત્તિને માટે પોતાના કાળને અનુસરીને વરસતો હતો. ધાન્યના ક્ષેત્રોથી હતા. ધાન્યના ક્ષેત્રથી, ઈક્ષુદંડના વાડાથી અને ગોકુળથી આકુળ થયેલ જનપદ (દેશ) પિતાની ઋદ્ધિથી શોભતા હતા અને તેઓ સ્વામીની ઋદ્ધિને સૂચવતા હતા. પ્રભુએ સર્વ લોકોને ત્યાજ્ય અને ગ્રાહ્યના વિવેકથી જાણીતા કર્યા; તેથી આ ભરતક્ષેત્ર ઘણું કરીને વિદેડક્ષેત્રની તુલ્ય થઈ પડયું. એવી રીતે નાભિના પુત્ર ઋષભદેવે રાજ્યાભિષેક પછી પૃથ્વીને પાલન કરવા માં ત્રેસઠ લક્ષ પૂવ ઉલંઘન કર્યા. એક વખતે કામદેવે નિવાસ કરેલો વસંત માસ આવતાં, પરિવારનાં અનુરોધથી પ્રભુ ઉદ્યાનમાં આવ્યાં. ત્યાં જાણે દેહધારી પુષ્પમાસ હોય તેવા પુષ્પના આભરણથી ભૂષિત થયેલા પ્રભુ પુષ્પના વાસગૃહમાં બેઠા. તે વખતે પુષ્પ અને માકંદના મકરંદથી ઉન્મત્ત થયેલા ભ્રમરે ગુંજારવ કરતા હતા, તેથી જાણે વસંતલક્ષમી પ્રભુને આવકાર આપતી હોય તેમ જણાતું હતું. પંચમ સ્વરનો ઉચ્ચાર કરનારા કેકિએ જાણે પૂર્વ રંગને આરંભ કર્યો છે એમ જાણીને મલયાચલને પવન નટ થઈને લતારૂપી નૃત્ય બતાવતો હતો. મૃગલાર્ચના પિતાના કામુક પુરુષની પેઠે કુરબક, અશોક અને બકુલના વૃક્ષને આલિંગન, ચરણઘાત અને મુખને આસવ આપતી હતી. તિલક વૃક્ષ પોતાની પ્રબળ ખુશબેથી મધુકોને પ્રમાદિત કરીને યુવાન પુરુષની ભાલસ્થલીની પેઠે વનસ્થલીને શોભાવતું હતું. જેમ કોદરી સ્ત્રી પોતાના પુષ્ટ સ્તનના ભારથી નમી જાય તેમ લવલી વૃક્ષની લતા પિતાના પુષ્પગુચ્છના ભારથી નમી ગઈ હતી. ચતુર કામી પુરુષ મંદ મંદ આલિંગન કરે તેમ મલયાનિલે આમ્રલતાને મંદ મંદ આલિંગન કરવા માંડયું હતું. લાકડીવાળા પુરુષની પેઠે કામદેવ જાબું-કદંબ-આઝચંપક-આસોપાલવરૂપ યષ્ટિથી પ્રવાસી લોકોને મારવાને સમર્થ થવા લાગ્યો હતો. નવીન પાડલ પુષ્પના સંપર્કથી સુગધી થયેલ મલયાચલને પવન તેવા જ જળની પેઠે સર્વને હર્ષ આપતો હતો, મકરંદ રસથી અંદર સારવાળું મહુડાનું વૃક્ષ મધુપાત્રની પેઠે પ્રસરતા ભ્રમરાઓથી કલકલ શબ્દવડે આકુળ થતું હતું. ગોલિકા અને ધનુષ્યને અભ્યાસ કરવાને કામદેવે કદંબ પુષ્પના મિષથી જાણે ગલિકા તૈયાર કરી હોય એમ જણાતું હતું, ઈચ્છાપૂર્તિ જેને પ્રિય છે એવી વસંતઋતુએ વાસંતીલતાને ભ્રમર રૂપી પાંથને માટે મકરંદરસની એક પરબ જેવી બનાવી હતી. જેના પુષ્પના આમની સમૃદ્ધિ ઘણી દુર છે એવા સિધુવારના વૃક્ષે નાસિકા માં વિશ્વની પેઠે પેસી પ્રવાસીઓને માટે મોહ ઉત્પન્ન કરતા હતા. વસંતરૂપી ઉદ્યાનપાળે ચંપક વૃક્ષોમાં જડેલા ભ્રમરે રક્ષકેની પેઠે નિઃશંક થઈને ભમતા હતા. સ્ત્રી પુરુષોને જેમ યૌવન શોભા આપે તેમ વસંતઋતુ ઉત્તમ અને અનુત્તમ એવા વૃક્ષ અને લતાઓને શોભા આપતી હતી. જાણે મોટા પર્વમાં વસંતને અર્થ આપવાને ઉત્સુક થઈ હોય તેમ મૃગલોચનાઓ પુષ્પ ચુંટવાનો આરંભ કરતી હતી. તેમને પુષ્પ ચુંટવામાં જાણે એવી પણ બુદ્ધિ થઈ હોય કે આપણે હાજર થતાં કામદેવને બીજા (પુષ્પના) આયુધની શી જરૂર છે? પિતાના પુષ્પો ચુંટાયાં એટલે તેમના વિયોગરૂપી પીડાએ પીડિત થયેલી વાસંતીલતા જાણે સુંદર ભ્રમરાઓના ૧. પોપકારાર્થે વાવ, કૂવા, પરબ વિગેરે કરાવવા તે, - ૧૧
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy