SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લુ ૭૯ માટે, શરીરને વિષે ઉત્તમાંગ (શિર ) ની જેમ સેનાના ઉત્કૃષ્ટ અંગરૂપ હસ્તીએ ગ્રહણ કર્યા; સૂના ઘેાડાની જાણે સ્પર્ધા કરતા હોય તેવા ઊ ગ્રીવાવાળા ઊંચી જાતના ઘેાડાઓ પ્રભુએ ધારણ કર્યા; પૃથ્વીમાં રહેલા જાણે વિમાન હોય તેવા સુશ્લિષ્ટ કાષ્ઠાથી ઘડેલા સુંદર રથા નાભિનંદને પાતે રચાવ્યા; ચક્રવત્તીના ભવમાં એકત્ર કરે તેમ જેના સત્વની ભલે પ્રકાર પરીક્ષા કરી છે એવી પાયદલ સેના પણ નાભિપુત્રે એકઠી કરી; નવીન સામ્રાજ્યરૂપી મહેલના જાણે સ્તંભ હોય તેવા બલવાન સેનાપતિ પ્રભુએ નિમ્યા અને ગાય, બળદ, 'ટ, મહિષ અને ખચ્ચર વિગેરે પશુઓ પણ તેમના ઉપયાગને જાણનારા પ્રભુએ ગ્રહણ કર્યા. હવે તે સમયે પુત્ર વિનાના વંશની પેઠે કલ્પવૃક્ષેા વિચ્છેદ પામવાથી લેાકેા કદમૂળ અને લાર્દિક ખાતા હતા, તેમજ શાળ, ઘઉં, ચણા અને મગ વગેરે ઔષધિએ ઘાસની પેઠે પેાતાની મેળે જ ઊગવા લાગી હતી, પણ તે તેઓ કાચી ને કાચી ખાતા હતા, તે કાચી ઔષધિ ( ધાન્ય )ને આહાર તેમને જીણુ થયા નહીં.૧ એટલે તેએએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી. પ્રભુએ કહ્યું– તેને ચાળી ફેાતરા કાઢી નાંખીને ભક્ષણ કરો. ' પાળક પ્રભુને તેવા ઉપદેશ લઈ તે તેમ કરવા લાગ્યા, પણ ઔષધિનુ કાઢિન્ય હોવાથી તે આહાર પણ જર્યા નહિ; તેથી પુનઃ તેઓએ વિજ્ઞપ્તિ કરી એટલે પ્રભુએ બતાવ્યું કે ‘તેને હાથથી ઘસી, જળમાં પલાળી, પછી પાંદડાનાં પડીઆમાં લઈ ખાઓ.’ એવી રીતે તેઓએ કર્યું. તા પણ અજીણુ ની વેદના થવા લાગી, એટલે વિજ્ઞપ્તિ કરવાથી જગપતિએ કહ્યું પૂર્વક્ત વિધિ પ્રમાણે કર્યા પછી તે ઔષધને સૃષ્ટિમાં અથવા કાખમાં ( ગરમી લાગે તેમ ) થાડા વખત રાખીને ભક્ષણ કરા, એટલે તેથી તમને સુખ થશે. ’ તેથી પણ અજીર્ણ થવા લાગ્યુ'; એટલે લેાકેા વિધુરર થઈ ગયા. તેવામાં પરસ્પર વૃક્ષની શાખા ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયા અને તૃણુકાષ્ઠિાદિકને ખાળવા લાગ્યા. પ્રકાશિત રત્નના ભ્રમથી તે અગ્નિને ગ્રહણ કરવાને તે લેાકેાએ દોડીને હાથ લાંખા કર્યા પણ ઊલટા તે ખળવા લાગ્યા, એટલે અગ્નિથી દગ્ધ થયેલા તેએ પ્રભુની પાસે આવી કહેવા લાગ્યા કે • વનમાં કોઇ નિવન અદ્દભુત ભૃત ( વ્યંતર ) ઉત્પન્ન થયા છે.’ સ્વામીએ કહ્યું- ‘ સ્નિગ્ધ અને રૂક્ષકાળના ચેાગ થવાથી-મળવુ થવાથી એ અગ્નિ ઉત્પન્ન થયા છે, કેમકે એકાંત રૂક્ષકાળમાં કે એકાંત સ્નિગ્ધકાળમાં અગ્નિ ઊત્પન્ન થતા નથી. તમે તેની પાસે રહી તેની સમીપ ભાગમાં રહેલા સમસ્ત તૃણાદિકને દૂર કરા અને પછી તેને ગ્રહણ કરો. ત્યારબાદ પૂર્વોક્ત વિધિ પ્રમાણે તૈયાર કરેલી ઔષધિને તેમાં નાંખી પકવ કરીને તેનું ભક્ષણ કરો.' તે મુગ્ધ લેાકાએ તેમ કર્યું એટલે અગ્નિએ તે તે સર્વ ઔષધિ બાળી નાંખી. તરત જ તેઓએ સ્વામી પાસે તે વૃત્તાંત નિવેદન કર્યું. અને કહ્યું– હે સ્વામિન્! એ અગ્નિ તેા કોઈ પેટભરાની પેઠે ક્ષેપન કરેલી સવ ઔષિધએ ભુખાળવા થઈ એકલા જ ખાઈ જાય છે, અમને કાંઇ પણ પાછું આપતા નથી. ’ તે અવસરે પ્રભુ હાથી ઉપર બેઠેલા હતા તેથી ત્યાં જ તેઓની પાસે લીલા મૃત્તિકાના (માટીનેા) પિંડ મગાબ્યા અને પિડને હસ્તીના કુંભ ઉપર મૂકી હાથથી વિસ્તારીને તેવા આકારનું પાત્ર પ્રભુએ બનાવ્યું. એ રીતે શિલ્પોમાં પ્રથમ કુભકારનું શિલ્પ પ્રભુએ પ્રગટ કર્યું. પછી તેને સ્વામીએ કહ્યું—આવી રીતે બીજા પાત્રા પણ અનાવા અને તેને અગ્નિ ઉપર રાખી તેમાં ઔષધિને પચાવી પછી ભક્ષણ કરા ' તેઓએ સ્વામીની આજ્ઞા પ્રમાણે કર્યું. ત્યાંથી આરભીને પ્રથમ કારીગર કુંભકાર થયા. લોકોને ઘર બનાવવા માટે પ્રભુએ વાધંકી-મકાન બાંધનારાએ બનાવ્યા અર્થાત્ તે કળા શીખવીને તૈયાર કર્યા. મહાપુરુષાની બનાવટા વિશ્વના સુખને માટે જ હોય છે, ૧, પચે। નહી. ૨. શિથિલ.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy