SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૨ જો ७८ સર્વે યુગ્મધમી આ સ્વામીને અભિષેક કરવા માટે જળ લેવા ગયા. તે વખતે સ્વપતિ ઈંદ્રનું સિંહાસન કપ્યું. અવધિજ્ઞાનથી પ્રભુના રાજ્યાભિષેક સમય જાણી તે જેમ એક ગૃહમાંથી ખીજા ગૃહમાં જાય તેમ ક્ષણવારમાં ત્યાં આવ્યે. પછી સૌધ કલ્પના ઈંદ્રે સુવર્ણની વેદિકા કરીને અતિપાંડુકખલા શિલાની જેમ તેની ઉપર એક સિહાસન રચ્યુ' અને પૂર્વ દિશાના અધિપતિ તેમણે સ્વસ્તિવાચક(ગાર) ની પેઠે દેવે લાવેલા તીર્થં જળથી પ્રભુને રાજ્યાભિષેક કર્યા, પછી ઇન્દ્રે નિર્માળપણાથી જાણે ચ`દ્રના સુદર તેજમય હોય તેવા દિવ્ય વસ્ત્રો વામીને ધારણ કરાવ્યા અને ત્રણ જગતના મુગટરૂપ સ્વામીના અંગ પર મુગટ વગેરે રત્નાલ’કાર ચાગ્ય સ્થાને પહેરાવ્યાં. એટલામાં યુગલીઆએ ૨ અભાજિનીના પત્રમાં જળ લઈને આવ્યા. તે પ્રભુને ભૂષિત જોઈ જાણે અર્ધ્ય ધરી રહ્યા હોય તેમ ઊભા રહ્યા. દિવ્ય વસ્ત્ર અને અલ'કારથી અલંકૃત થયેલા પ્રભુના મસ્તક ઉપર આ જળ નાંખવું ઘટે નહી, એમ વિચારીને તેઓએ તેમના ચરણુ ઉપર તે જળ ક્ષેપળ્યું. તેથી આ સર્વે યુગ્મધર્મી એ સારી રીતે વિનીત થયા છે એમ જાણી તેને રહેવાને માટે વિનીતા નામે નગરી નિર્માણ કરવા કુબેરને આજ્ઞા કરી ઈદ્ર સ્વસ્થાનકે ગયા. કુબેરે ખર ચેાજન લાંબી, નવ ચેાજન વિસ્તારવાળી વિનીતા નગરી રચી અને તેનું અયેાધ્યા એવુ' ખીજુ` નામ પણ રાખ્યુ`. યક્ષપતિ કુબેરે તે નગરીને અક્ષય એવા વસ્ત્ર, નેપથ્ય અને ધનધાન્યથી ભરપૂર કરી. તે નગરીમાં હીરા, ઇંદ્રનીલમણિ અને બૈડ્ડય ણિની માટી હવેલીએ પેાતાના કર્યુંર કિરણાથી આકાશમાં ભીંત સિવાય પણ ચિત્રવિચિત્ર ક્રિયાઓ કરતી હતી અને મેરૂપર્વતના શિખર જેવી સુવર્ણની ઊ'ચી હવેલીએ ધ્વજાના મિષથી ચાતરક પત્રાલંબનની લીલાને વિસ્તારતી હતી. તે નગરીના કિલ્લા ઉપર માણેકના કાંગરાએની શ્રેણિ હતી, તે વિદ્યાધરની સુંદરીઓને યત્ન સિવાય દર્પણરૂપ થઇ પડી હતી. તે નગરીને વિષે ઘરાનાં આંગણામાં મેાતીના સાથીઆ પૂરેલા હતા; તેથી તેમાંનાં મેાતી વડે ખાલિકા આ સ્વેચ્છાથી પાંચીકે રમવાની ક્રીડા કરતી હતી, તે નગરીના ઉદ્યાનમાંહેના ઊંચા વૃક્ષા ઉપર અનિશ અથડાતા ખેચરીઓના વિમાના ક્ષણવાર પક્ષીઓનાં માળાના દેખાવ આપતા હતા. ત્યાં અટારીઓમાં અને હવેલીઓમાં પડેલા મોટા રત્નરાશિને જોઈ તેવા શિખરવાળા રોહણાચલની શકા થતી હતી. ત્યાં ગૃહવાપિકાએ જલક્રીડાને વિષે રક્ત સુંદરીઓના મેાતી હાર ત્રુટી જવાથી તામ્રપણી સરિતાની શાભાને ધારણ કરતી હતી. ત્યાં એવા તા ધનાથ લેાકેા વસતા હતા કે જેમાંથી એક વ્યાપારીના પુત્રને જોઈ ને પણ જાણે ધનદ પાતે જ વ્યાપાર કરવાને આવેલ હોય એમ જણાતું હતું. ત્યાં રાત્રિએ ચંદ્રકાંતમણિની ભીંતામાંથી ઝરતા એવા જળવડે શેરીઓની રજ સર્વત્ર શાંત થતી હતી. એ નગરી અમૃત જેવા જળવાળા લાખા વાવ, કૂવા અને સરોવરથી નવીન અમ્રુતના કુંડવાળા નાગલેાક જેવી શેાભતી હતી. જન્મથી વીશ લક્ષ પૂર્વ ગયા ત્યારે પ્રભુ પ્રજાને પાળવા માટે તે નગરીના રાજા થયા. મત્રામાં ૐકારની જેમ સર્વ રાજાઓમાં પ્રથમ રાજા એવા વૃષભપ્રભુ પોતાના અપત્યની પેઠે પ્રજાને પાળવા લાગ્યા, તેમણે અસત્પુરુષને શિક્ષા આપવાને વિષે અને સત્પુરુષને પાળવાને વિષે ઉદ્યમ કરનારા અને જાણે પેાતાના અગીભૂત હોય તેવા મ`ત્રી નીમ્યા. ઇંદ્રના લેાકપાળાની જેમ મહારાજા ઋષભદેવે પોતાના રાજ્યમાં ચારી વિગેરેથી રક્ષા કરવામાં દક્ષ એવા આરક્ષકાની નીમણુંક કરી. રાજહસ્તિ એવા પ્રભુએ રાજ્યની સ્થિતિને ૧. મેરુ પર્વત ઉપરની તીથ કર ભગવાનને જન્માભિષેક કરવાની શિલા ૨. કમલિની ૩. વિનયવાળા,
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy