SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. પં.ધીરજલાલ ટી. શાહ, “સ્તવન-સ્તોત્રનો મહિમા”, ભક્તામર-રહસ્ય, અમદાવાદ ૧૯૭૧, પૃ.૨૦ ૨૧, ઉદ્ધરણ ત્યાંથી અહીં લેવામાં આવ્યું છે. ૩૧. આત્મોત્કર્ષક સ્તુત્યાર્થી નિગ્રંથદર્શનમાં કેવળ જિનદેવ જ ઇષ્ટદેવરૂપે છે. ૩૨. હી. ૨. કાપડિયાએ પોતાની રીતનું અન્ય પ્રકારે વર્ગીકરણ કર્યું છે તે માટે જુઓ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, ખંડ ૨, ઉપખંડ ૧, શ્રીમુક્તિ-કમલ-જૈન-મોહનમાલા પુષ્પ ૬૪, વડોદરા ૧૯૬૮, પૃ.૨૭૮ ૨૮૪ ૩૩. જિન વર્ધમાન મહાવીરનાં પંચકલ્યાણકો વર્ણવતી એક દિગંબર-માન્ય, પણ સંભવતયા યાપનીય સંપ્રદાયમાં ગુંફિત થયેલી, અત્યંત સુંદર રચના અહીં સંસ્કૃત સ્તુતિવિભાગમાં સમાવિષ્ટ કરી છે. શ્વેતાંબર સંપ્રદાયમાં ઉપલબ્ધ પંચકલ્યાણક સ્તુતિઓ મધ્યકાળની છે. ૩૪. જેમકે સિદ્ધસેનદિવાકરની અન્યથા ગંભીર અને મધુર ૨૧મી, નામે પરમાત્મા-ત્રિશિકાનાં ૮-૧૦ પદ્ય, તથા માનતુંગાચાર્ય ભક્તામરસ્તોત્રનાં ૨૦-૨૧ પદ્ય. ૩૫. આમાં સૌથી પ્રાચીન સ્તોત્રો સરસ્વતી સંબદ્ધ છે, પણ તાંત્રિક સ્તોત્રો વિશેષે પદ્માવતીને લગતા છે, જે ૧૧મી શતાબ્દીથી, વિશેષે દિગમ્બરસમ્પ્રદાયમાં મળવા લાગે છે. મધ્યયુગમાં શ્વેતાંબર સંપ્રદાયમાં તો અનેક નવા નવા વિષયોને લક્ષ્ય કરી, અલંકારાદિના નવતર પ્રયોગો દ્વારા, પ્રકારની દૃષ્ટિએ અનન્ય કહી શકાય તેવાં જે કેટલાંક સ્તુતિ-સર્જનો કર્યા છે તે આશ્ચર્યજનક હોવા અતિરિક્ત અન્ય દર્શનોની સ્તુત્યાત્મક કૃતિઓમાં જોવા મળતાં નથી. તેના વિષે ખંડ ૨ તથા ૩માં કંઈક વિસ્તારથી ચર્ચા થશે. ૩૬.
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy