SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. નિર્ગસ્થ સ્તુતિ-સ્તવ-સ્તોત્રોનાં સ્રોત બ્રાહ્મણીય સ્તુતિઓનાં મૂલ સ્રોતો વિષે જોતાં તે ઇતિહાસ (મહાભારત, કવચિત્ રામાયણ), પુરાણ (બ્રહ્મવૈવર્તક, શિવ, લિંગ, સ્કંદાદિ અનેક), તંત્રગ્રંથો (બ્રહ્મયામલ, રુદ્રયામલાદિ), અને સુપ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યના ભાસ, કાલિદાસ, માતૃગુપ્ત, ભારવિ, બાણ, મયૂર, દંડી, આનંદવર્ધન, રાજશેખર, પુષ્પદંત, ક્ષેમુંદ્ર, ઉપમન્યુ આદિ ઇસ્વી ચોથીથી લઈ ૧૧મી સદી સુધીમાં થઈ ગયેલા મહાકવિઓનાં કાવ્ય-નાટકાદિ પ્રમુખ સ્થાને છે. તદતિરિક્ત સ્વતંત્ર સર્જનરૂપે થયેલાં સ્તુતિ-સ્તોત્રાદિકેટલાંયે અજ્ઞાત કર્તાઓનાં-પણ ત્યાં ઠીક પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ રચનાઓ શિવ અને તેમનો પરિવાર (પાર્વતી યા ભવાની, સ્કંદ, ગણપતિ, ગંગા), વિષ્ણુ, નારાયણ અને લક્ષ્મી, તથા રામ, કૃષ્ણ, નરસિંહાદિ વૈષ્ણવી અવતારો, સૂર્ય અને નવગ્રહો, શક્તિ દુર્ગા, ચંડી, ચામુંડા), લક્ષ્મી અને સરસ્વતી ઇત્યાદિ સંબંધી થયેલી છે, તો આદિમ શંકરાચાર્ય સરખા મહાનું દાર્શનિકોનાં સ્તોત્રો બહુધા તત્ત્વપ્રધાન તથા ઉપદેશમૂલક વૈરાગ્યલક્ષી વિભાવના વર્ગનાં છે. જયારે પછીના શંકરાચાર્યો તેમ જ અનામી કર્તાઓની રચનાઓમાં તાત્ત્વિક અતિરિક્ત પૌરાણિક રંગ અને દેવદેવ્યાદિની વર્ણના તેમ જ તત્સંબદ્ધ વિભાવો દષ્ટિગોચર થાય છે.) બૌદ્ધ રચનાઓ વિશે બે મહાયાનાદિ સંપ્રદાયોમાં, અશ્વઘોષ સરખા મહાકવિનાં ચરિતમહાકાવ્યો, માતૃચેટ, આદિવ, વસુબંધુ આદિની ગુણપ્રબોધયુક્ત મહતી સ્તુતિઓ, સધર્મપુંડરીક સરખા માન્ય ગ્રંથો, સર્વજ્ઞમિત્ર સરખા કવિઓની બૌદ્ધ દેવી-દેવતાઓની સ્તુતિઓ, અને પછીના બૌદ્ધ તાંત્રિક સાહિત્યમાં વિપુલ પ્રમાણમાં મળે છે. બૌદ્ધ ઉપાસનામાં વિશેષ તારા ભગવતીને ઉદેશીને રચાયેલી સ્તુત્યાત્મક કૃતિઓ મુખ્ય છે. નિર્ઝન્થ સંપ્રદાયના મુખ્ય સ્રોતો છે અર્ધમાગધી આગમો, મહારાષ્ટ્રી-પ્રાકૃતમાં રચાયેલું ધર્મકથાચરિતાદિ સાહિત્ય (શ્વેતાંબર), અને સ્વતંત્ર રીતે સર્જિત સ્તુત્યાત્મક કાવ્યકૃતિઓ છે. સંસ્કૃત ભાષામાં પણ ચરિત-સાહિત્ય, અને કેવળ દિગબર સંપ્રદાયમાં જ ઉપલબ્ધ એવાં (વિશેષે સંસ્કૃત) જૈન પુરાણો, પૂજ્યપાદ દેવનન્દીકૃત અનામી “દેશભક્તિ” નામથી પરિચિત પણ એકથી વિશેષ સ્તુતિની સંયુક્ત વા મિશ્ર દશામાં મળી આવતી અને સંભવતયા એકથી વિશેષ કર્તા દ્વારા વિરચિત અને પ્રાકૃતમાં રચાયેલા સામાયિક પ્રતિક્રમણાદિ ધર્મક્રિયાના પાઠો વચ્ચે પ્રવિષ્ટ, દાક્ષિણાત્ય સંસ્કૃત સ્તુતિઓ; અને ગ્રંથાશ્રિત ન હોય તેવાં પણ સ્તુત્યાત્મક સર્જનો ઉપલબ્ધ છે. પ્રાચીન અને પ્રાફમધ્યયુગના નિર્ગસ્થ સ્તુતિકર્તાઓ, જેનાં નામ જાણમાં છે તેમાં સિદ્ધસેન દિવાકર, નંદિષેણ મુનિ, માનતુંગાચાર્ય, સ્વામી સમતભદ્ર, પાત્રકેસરી સ્વામી, પૂજ્યપાદ દેવનંદી, જટાસિંહનંદી, મહાકવિ ધનંજય, એવં ભદ્રકીર્તિ (અપરના બપ્પભટ્ટ) આદિ નિર્ગસ્થ પરંપરાની જ નહીં, સમગ્ર ભારતીય સ્તુત્યાત્મક વાડ્મયના પ્રકાશમાન રત્નોમાં મૂકી શકાય તેવી સમર્થ વિભૂતિઓ છે. તેમનાં વિષયમાં સાંપ્રત ખંડના બીજા તથા ત્રીજા અધ્યાયમાં કંઈક વિસ્તારપૂર્વક જોઈશું.
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy