SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) નિર્ઝન્ય કૃતિઓના અભ્યાસથી એમ જણાય છે કે સામાન્ય રીતે “સ્તવ' અને “સ્તવન' તે દેવાયતનમાં બોલવા-ગાવાની સ્તુતિ છે. “સ્તોત્ર’ એ વિશેષ ગંભીર પ્રકારની અને કર્તા અને ઇષ્ટદેવતા વચ્ચે સીધો સંબંધ સ્થાપતી સ્તુતિ છે, (ભક્તામર સ્તોત્ર એનું પ્રોજ્જવલ દષ્ટાંત છે). જ્યારે “સ્તુતિ' શબ્દ સર્વસામાન્ય અને વ્યાપક અર્થમાં મધ્યયુગમાં ઉપયોગમાં લેવાતો અને આજે પણ લેવાય છે. “સ્તોત્ર સ્તુતિનો વિશેષ પ્રકાર છે, તો “સ્તવ' અને “સ્તવન” એના ખાસ ઉપયોગને કારણે સ્તુતિના વિશિષ્ટ પ્રકારો રૂપે ગણી શકાય. (પ્રસ્તુત શબ્દો પર આથી વિશેષ સ્ફોટ ઉપલબ્ધ સાધનો દ્વારા મળી શકતી માહિતીથી પડી શક્યો નથી.) સર્જન-પ્રયોજન પ્રસ્તુત વિષય પર નિર્ઝન્થાગમ ઉત્તરાધ્યયનસૂત્રના ઉત્તરકુષાણકાલીન હિસ્સા (પ્રાય ઇસ્વી દ્વિતીય-તૃતીય શતાબ્દી)માં એક નીચે મુજબ મહત્ત્વપૂર્ણ પ્રશ્નોત્તરરૂપેણ સૂત્ર મળે છે જેનો ઉપયુક્ત અંશ અહીં (અર્ધમાગધી ભાષા અનુસારે) ઉદ્ધત કરીશું “; થવ-તિ-મંત્રેન મને ! ની લિંક નનતિ ? | ના-વંસન-ચારિત્ત-વોધિતામં સંગતિ .” - उत्तराध्यनसूत्र २९.१५ “ભદંત ! સ્તવ-સ્તુતિ-મંગલથી જીવ શું (લાભ) ઉત્પન્ન કરે છે? જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિ (લાભને) સંપ્રાપ્ત કરે છે.” મહાનુ દિગંબરાચાર્ય સ્વામી સમંતભદ્ર બૃહસ્વયંભૂસ્તોત્ર (પ્રાય ઇસ્વી ૫૭૫-૬૦૦)માં સ્તુતિ-સ્તોત્રથી (સ્તોત્ર-કર્તુના ઉપલક્ષ્યમાં) નીપજતા “કુશલ પરિણામ”, એટલે કે “પ્રશસ્ત પરિણામ', વિષે નમિજિનની સ્તુતિ કરતાં કહ્યું છે : स्तुतिस्तोतुः साधोः कुशलपरिणामाय स तदा भवेन्मा वा स्तुत्यः फलमपि ततस्तस्य च सतः । किमेवं स्वाधीन्याज्जगति सुलभे श्रेयसपथे स्तुयान्नत्वां विद्वान्सततमभिपूज्यं नमिजिनम् । - बृहत् स्वयंभूस्तोत्र ११६ યાકિનીસૂનુ હરિભદ્રસૂરિએ સ્વરચિત મહારાષ્ટ્ર પ્રાકૃતમાં નિબદ્ધ પંચાશક (પ્રાયઃ ઇ.સ.૭૫૦૭૬૦)માં સ્તુતિ-સ્તોત્રાદિના ફલ વિષયે નીચે મુજબનાં વિધાનો કર્યા છે.૩૦ सारा पुण उ थुइ-थोत्ता गंभीरपयत्थ-विरइया जे । सब्भूयगुणकित्तण-रूवा खलु ते जिणाणं तु ॥
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy