SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ तेसि अत्थाहिगमे णियमेणं होइ कुसलपरिणामो । सुंदरभावा तेसिं इयरम्मि वि रयण - णाएण । जस्समणाइ रयणा अण्णाय-गुणाविते समिति जहा । कम्मज्जं राइ थुइभाइया वि तह भावरयणा ॥ पंचाशक २४-२६ અર્થાત્ જે ગંભીર પદો અને અર્થને લઈને રચાયેલાં હોય, તથા જિનોના યથાર્થ ગુણ-કીર્તનરૂપે હોય તે જ સ્તુતિ-સ્તોત્ર ઉત્તમ જાણવાં. પ્રસ્તુત (સારભૂત સ્તુતિ-સ્તોત્રના) અર્થાવબોધથી કુશલ પરિણામ ઉદ્ભવે છે, અને તેનો સુંદર ભાવ (=અર્થ) ન સમજનાર ઇતરજનમાં પણ રત્નના દૃષ્ટાંતની જેમ (કલ્યાણકારી અધ્યવસાયો) પ્રકટ કરે છે. રોગીજનોને રત્નના ગુણની પરીક્ષા ન હોવા છતાં રત્નો જેમ રોગીના રોગોનું શમન કરે છે તેમ સ્તુતિરૂપી ભાવરત્ન કર્મજ્વરને શમાવે છે. (હરિભદ્રસૂરિ સમંતભદ્રના બૃહસ્વયંભૂસ્તોત્રથી પરિચિત હતા. સંભવ છે કે એમણે વાપરેલો “કુશલ પરિણામ’ સરખો વિશિષ્ટ શબ્દ-સમૂહ જોતાં તેમની અભિવ્યક્તિમાં પ્રસ્તુત કૃતિની પ્રેરણા રહી હોય.) એમણે રત્નથી દૂર થતા રોગનો જે પરોક્ષ ઉલ્લેખ કર્યો છે તેની પાછળ આયુર્વેદિક-[ભસ્માદિ] ની પ્રક્રિયા અને પ્રયોગ સન્નિહિત હશે કે પછી રત્નોનો ગ્રહદશાના નિવારણઅર્થે થતો ઉપયોગ સૂચિત હશે તેનો એકદમ નિશ્ચય થવો મુશ્કેલ છે. આ રચના પરની જો કોઈ પ્રાચીન ટીકા હોય તો તેમાં કદાચ વિશેષ પ્રકાશ પાડ્યો હોય. - વિભાવ, વિભાવન, વિભાવના સ્તુતિ-સ્તોત્રાદિનો, આમ મુખ્ય ઉદ્દેશ સ્તોતાના આત્માના શ્રેયસ્કર ઉત્કર્ષ માટે છે. અને જેને ઉદ્દેશીને રચાયાં હોય તે મુખ્યત્વે તો સ્તોત્રકર્તાના ઇષ્ટદેવતા હોય છે, જેનું ગુણસંકીર્તન વિભાવનપ્રક્રિયામાં તાણાવાણારૂપે વણી લેવામાં આવે છે. પ્રાચીન પ્રાક્ર્મધ્યકાલીન નિર્પ્રન્થ સ્તુત્યાદિના વિભાવની દૃષ્ટિએ ત્રણ પ્રધાન વર્ગો પડી શકે છે (૧) ભક્તિપ૨૭; (૨) દર્શનપ્રવણ; અને (૩) વર્ણનાત્મક. ભક્તિપરક રચનાઓના પ્રકારોમાં એક તો છે શરણ્યદેવ-જિનદેવતા-પ્રતિ ઉત્કૃષ્ટ પરમ સાત્ત્વિક અનુરાગ, સમર્પણની ભાવના, તેમ જ કેટલાક દાખલાઓમાં સાધુ-શ્રમણાદિ ધર્મમાન્ય સત્પુરુષો, તેમના બહિરંગ અથવા બાહ્ય સ્વરૂપ, અને ઘણી વા૨ સાથે સાથે આત્મિક લક્ષણાદિ સમેતનો ગુણાનુવાદ; એ તત્ત્વો ‘વિભાવના'ની અંતર્ગત ‘વિભાવ' રૂપે પ્રધાનપણે મુખરિત થતાં હોય છે, પ્રાક્ર્મધ્યકાલીન યુગથી ‘દેવ’ની સાથે ‘ગુરુ’ અને ‘ધર્મ’ યા ‘શ્રુત’ (શાસ્ર આગમ)ની પણ સ્તુતિ કરવાની પ્રથા શરૂ થઈ દેખાય છે : જ્યારે દર્શનપ્રવણ રચનાઓ વસ્તુની દૃષ્ટિએ સિદ્ધાંતલક્ષી અને અભિગમની દૃષ્ટિએ તર્કનિષ્ઠ (અને એથી અંતરંગ કેટલીક વાર ખંડનમંડનના ધમધમાટયુક્ત) રહે છે. એમાં ઊર્મિની ઉત્કટતા, તેની સાથે ભાવપૂર્ણતા એવં રસાનુભૂતિને સ્થાને આત્મિક ગુણકીર્તનની દાર્શનિક પરિભાષામાં વર્ણવાતી પ્રક્રિયા તેમ જ સમગ્ર અભિવ્યક્તિમાં કુશાગ્ર નૈયાયિક બુદ્ધિનાં દર્શન સવિશેષ થાય છે. ત્રીજા, એટલે કે વર્ણનાત્મક વર્ગમાં, તીર્થંકરોની વિશિષ્ટ ૪૭
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy