SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ કોશમાં એના પર્યાય છે સ્તવ, સ્તુતિ અને કુતિ. (સ્તુતિઃ સ્તોત્રં સ્તુતિનુતિ:- અમરોગ ૨/૬/૨૨ ) આમાં પુત્ર ધાતુમાં પ્રત્યય લગાવવાથી સ્તોત્ર, અપ પ્રત્યય દ્વારા તવ અને જીિન પ્રત્યયથી સ્તુતિ અને જૂ સ્તવને ધાતુથી રુિનું બની નુતિ શબ્દ બને છે.”૧૯ સ્તોત્ર વિષે બ્રાહ્મણીય ગ્રંથોમાં બાંધેલી વ્યાખ્યા વિષે હવે જોઈએ. એમાં જૈમિનીયન્યાયમાલાની વ્યાખ્યા અનુસાર “સ્તોત્ર એ સ્તોતવ્ય દેવતાના સ્તુતિયોગ્ય ગુણોનું કીર્તન છે.”૨૦ અન્ય આચાર્યોના મતે “સ્તોત્રમાં જે સ્તોતવ્યના ગુણોનું સ્મરણ કે કથન થાય છે તે અસત્ ન હોવું જોઈએ.”૨૧ આરાધ્યના ઉત્કર્ષ-દર્શક ગુણોનું વર્ણન જ સ્તોત્ર કહેવાય છે; જો તેમાં ગુણ ન હોય અને માત્ર મિથ્યા કથન હોય તો તે પ્રતારણ કહેવાય છે.”૨૨ “સ્તોત્રનાં આંતરિક લક્ષણો પ્રગટ કરતા એક તંત્રશાસ્ત્રમાં નીચે મુજબની વિશદ એવં પરિપૂર્ણ વ્યાખ્યા બાંધી છે : नमस्कारस्तथाऽऽशीश्च सिद्धान्तोक्तिः पराक्रमः । विभूतिः प्रार्थना चेति षड्विधं स्तोत्रलक्षणम् ॥ નમસ્કાર, આશીર્વાદ, સિદ્ધાંતપ્રતિપાદન, પરાક્રમવર્ણન, વિભૂતિસ્મરણ અને પ્રાર્થના જેમાં સમાવિષ્ટ હોય તે સ્તોત્ર.”૨૪ “મસ્યપુરાણના ૧૨૧મા અધ્યાયમાં સ્તોત્રના ચાર પ્રકાર બતાવ્યા છે – द्रव्यस्तोत्रं कर्मस्तोत्रं विधिस्तोत्रं तथैव च । तथैवाभिजनस्तोत्रं स्तोत्रमेतच्चतुष्टयम् ॥ સ્તુતિ વા સ્તોત્રનો અર્થ છે પ્રશંસા યા ગુણગાન, દ્રવ્યસ્તોત્રનું તાત્પર્ય છે આરાધ્ય સંબંધી કોઈ એક દ્રવ્ય (પદાર્થ) લઈ એની સ્તુતિ કરવી (જેમ કે વેદાન્ત દેશિક ભગવાનની પાદુકાનાં વર્ણન માટે એક હજાર શ્લોકની રચના કરી છે. કટાક્ષશતક, કુખ્યાખ્યાશિકા આદિ સ્તોત્રો આ શ્રેણીમાં આવે છે.) અથવા આરાધ્ય પ્રતિ જે દ્રવ્યો સમર્પિત કરવામાં આવે છે તવિષયક સ્તોત્ર પણ દ્રવ્યસ્તોત્ર કહી શકાય. કર્મસ્તોત્રોમાં આરાધ્યના પુરુષાર્થ, શૌર્ય, અલૌકિક અને લોકકલ્યાણકારી કર્મોનું વર્ણન હોય છે. વિધિસ્તોત્ર એ છે જેમાં આરાધ્યની સ્તુતિને બહાને કર્તવ્યોનો નિર્દેશ થાય છે. એ સિવાયના બાકી રહેતા અભિજન સ્તોત્ર કહેવાય છે.”૨૫ નિર્ગસ્થ પરિપાટી અને બ્રાહ્મણીય પરંપરામાં સ્તુતિ-સ્તોત્રાદિ શબ્દોનાં અર્થઘટન તથા સમજણમાં આમ સારો એવો ભેદ વરતાય છે. બ્રાહ્મણીય વ્યાખ્યાઓ વિશેષ વિશદ, મર્મસ્પર્શી અને સચોટ છે. બન્ને વચ્ચે રહેલાં ભેદ અને સમાનતા વિષે ટૂંકમાં જોઈ જઈએ : (૧) “સ્તુતિ'ની નિર્ચન્થ વ્યાખ્યા પદ્ય-સંખ્યા ઉપર નિર્ભર છે. કાવ્યશાસ્ત્રમાં સંરચનાની દૃષ્ટિએ જેને “મુક્તક (એક પદ્યયુક્ત), યુગ્મક' (બે પદ્યયુક્ત) અને વિશેષક' (ત્રણ પદ્યયુક્ત) કહે છે તે જો ગ્રંથારંભે મંગલ રૂપે હોય યા અન્યથા પણ હોય, તો તેને “સ્તુતિ’ કહેવાય; મતાંતરે એકથી સાત પદ્ય
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy