SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ अरिहंतदंडगाइण काउस्सगाण जा उ अंतंमि । दिज्जंति ता थुइओ भणियं ववहारचुन्नी ॥ विचारसारप्रकरणे ‘સ્તુતિ’ એવં ‘સ્તોત્ર’ આદિ શબ્દો અંગે પ્રાચીન-અર્વાચીન બ્રાહ્મણીય વિદ્વાનોનું શું મંતવ્ય છે તે પણ આ સ્થળે જાણી લેવું જરૂરી છે. ““સ્તુ’ ધાતુમાંથી નિષ્પન્ન ‘સ્તુતિ’ શબ્દનો અર્થ થાય આરાધ્યના ગુણોની પ્રશંસા કરવી. કોઈપણ પદાર્થ, વ્યક્તિ કે પરમ તત્ત્વમાં વિદ્યમાન ગુણોનું યથોચિત વર્ણન કરવું તે સ્તુતિ.” “ઇશ્વર તથા બીજા કોઈ પદાર્થનાં ગુણકીર્તન-કથન-શ્રવણ દ્વારા જેવાને તેવા અર્થાત્ યોગ્યને યોગ્ય અને અયોગ્યને અયોગ્ય કહેવારૂપ સત્ય કથન કરવું તે સ્તુતિ કહેવાય.” “ઉપાસક સ્તોતા-કવિ પોતાના ઇષ્ટ ઉપાસ્યદેવને સર્વગુણસંપન્ન અને સર્વદોષરહિત માનતો હોઈ તેની સ્તુતિમાં માત્ર ગુણકથન હોય છે, દોષકથનનો અભાવ રહે છે. .’’૧૫ ‘સ્તોતા-કવિઓ સ્તવ, સ્તવન, સ્તુતિ અને સ્તોત્ર શબ્દોને સમાનઅર્થી માની પોતાની કૃતિને ગમે તે એક નામ આપે છે. પરંતુ વાસ્તવિક દૃષ્ટિએ જોતાં સ્તુતિ અને સ્તોત્રનો મહત્ત્વનો ભેદ એ છે કે સ્તુતિમાં ભક્ત અને ભગવાન વચ્ચે પરોક્ષ સંબંધ પણ હોઈ શકે. જ્યારે સ્તોત્રમાં તો ભક્તકવિ જાણે આરાધ્ય સમક્ષ ઉપસ્થિત થઈ પ્રત્યક્ષ સંબંધ બાંધે છે. સ્તુતિમાં અન્ય પુરુષશૈલી પણ પ્રયોજાય છે, જ્યારે સ્તોત્રમાં તો ઉત્તમપુરુષ અને મધ્યમપુરુષ શૈલીમાં જ નિરૂપણ થાય. વળી, સ્તોત્રમાં ભક્તકવિ આરાધ્યને જ સંબોધીને પોતાની ભાવનાઓ રજૂ કરે છે, સ્તુતિમાં આવી સંબોધનશૈલી ન હોય, તો પણ ચાલે. કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થની પ્રશસ્તિ તે સ્તુતિ છે. ગૌરવશીલ કે ગુણશીલ વ્યક્તિઓની પ્રશંસા માટે લખાયેલાં કાવ્યોનાં સ્તુતિ કે પ્રશસ્તિ એવાં નામ પણ પ્રાપ્ત થાય છે. કેટલાક કવિઓ પોતાના ગુરુને દેવ માની તેમની ‘પ્રશસ્તિ’ માટે સ્તોત્ર શબ્દ પ્રયોજે છે. (પણ) રાજાની પ્રશંસામાં લખાયેલ કૃતિઓ માટે ‘સ્તોત્ર’ શબ્દ જવલ્લે જ પ્રયુક્ત થતો દેખાય છે. વાસ્તવમાં ઇષ્ટદેવતાની સ્તુતિ જ વાસ્તવિક સ્તોત્ર કહેવાય. આ ઉપરથી કહી શકાય કે રાજાની સ્તુતિને માટે ‘સ્તુતિકાવ્ય' કે ‘પ્રશસ્તિકાવ્ય’ કહી શકાય, જ્યારે ઇષ્ટદેવતાની સ્તુતિને ‘સ્તોત્રકાવ્ય’ કહી શકાય. આ દૃષ્ટિએ સ્તોત્ર કરતાં સ્તુતિનો અર્થ વ્યાપક છે. સ્તોત્રમાં આરાધ્ય માત્ર ઇષ્ટદેવતા છે, જ્યારે સ્તુતિમાં આરાધ્ય ઇષ્ટદેવતા ઉપરાંત અન્ય વ્યક્તિ કે પદાર્થ પણ હોઈ શકે છે.”૧૬ “સ્તોત્ર વાડ્મયનો શાસ્ત્રકારોએ ભક્તિસાહિત્યની અંદર સમાવેશ કર્યો છે. તેમાં આરાધ્ય પ્રતિ આરાધકની સમર્પણ ભાવના અનિવાર્યતઃ ઉપસ્થિત હોય છે.’’૧૭ - ‘સ્તોત્ર વિષે જોઈએ તો ‘જેનાથી સ્તુતિ કરાય તે સ્તોત્ર : સ્નૂયતે અનેન રૂતિ સ્તોત્રમ્. મૂળ ક્ષુબ્ સ્તુતૌ (સ્તુતિ કરવી)’, એ ધાતુથી કરણાર્થમાં વામ્નીશમ્ (પા૦ રૂ-૨-૧૮૨) સૂત્ર દ્વારા ત્ર (લ્ડ્રન) પ્રત્યય થયો. હવે ‘સ્તુત્ર’ એ સ્થિતિમાં તિતુત્ર (પા૦ ૭-૨-૧) સૂત્રથી રૂર્ ન થતાં સાર્વધાતુ (Ī૦ ૭-રૂ-૮૪) સૂત્ર દ્વારા ફ્લુ ના ૩ નો ગુણ થઈ ‘સ્તોત્ર’ શબ્દ બને છે. પરિણામે સ્તોત્ર દ્વારા કોઈની સ્તુતિ એવો અર્થ નિષ્પન્ન થાય છે. વ્યુત્પત્તિજન્ય અર્થાનુસાર સ્તોત્ર દ્વારા સ્તુતિ થઈ હોઈ, સ્તોત્ર સાધનરૂપે છે. સ્તોત્ર અને સ્તુતિને સમાનાર્થક માની સ્તોત્રકારો પોતાની કૃતિઓને સ્તોત્ર અથવા સ્તુતિ નામ આપ્યાં છે.”૧૮ આ વિષયમાં એક અન્ય મત આ પ્રમાણે છે. “સ્તોત્ર હ્યુગ્ સ્તુતૌ ધાતુથી Çન્ પ્રત્યય બની નિષ્પન્ન થાય છે; ૪૩
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy